GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

લૉકડાઉનથી Corona નહી અટકે, ચીનનો આ વિકલ્પ ભારત નહીં અનુસરે તો સ્થિતિ ભયાવહ બનશે

corona

હાલ ભારતમાં Corona વાઇરસના કેસોનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. જેને રોકવા માટે સરકારે લોકડાઉનની જાહેરાત કરી હતી. જોકે આ પરિસ્થિતિ વચ્ચે એવા અહેવાલો સામે આવ્યા છે કે ત્રીજા તબક્કામાં Corona વાઇરસ પ્રવેશી ગયા બાદ તેને લોકડાઉન પણ રોકી નહીં શકે અને તેના માટે વધુ યોગ્ય પગલા લેવાની જરુર છે. નિષ્ણાંતોએ આ માટે જીપીએસ વિકલ્પ અપનાવવાની સલાહ આપી છે.

Corona અટકાવવા ચીનની આ પદ્ધતિ અપનાવવાની જરૂર

આઇએલબીએસના ડાયરેક્ટર ડોક્ટર એસ.કે. સરીને પોતાની રિપોર્ટમાં સરકારને એવી સલાહ આપી છે કે ભારતે હવે દક્ષિણ કોરિયા અને ચીને જે Corona રીતે વાઇરસનો સામનો કર્યો તે પદ્ધતી અપનાવવી જોઇએ. આ બન્ને દેશોએ Corona વાઇરસના સંપર્કમાં જે પણ લોકો આવ્યા હતા તેની ઓળખ કરી હતી અને આ માટે જીપીએસ ટેક્નીકનો ઉપયોગ કર્યો હતો, આ જ ટેક્નીક હવે ભારતે અપનાવવી પડશે નહીં તો વાઇરસ જે લોકોમાં પ્રવેશી ગયો છે અને તેઓ જેના પણ સંપર્કમાં આવ્યા હોય તેને આ વાઇરસની અસર થશે અને આમ થતા તે વધુ ફેલાવા લાગશે.

હાલ કોરોના વાઇરસ ત્રીજા તબક્કામાં પ્રવેશ્યો નથી તેવો દાવો પણ તેમણે કર્યો હતો, સાથે દરેક રાજ્યોને એવી સલાહ આપી હતી કે ત્રીજા તબક્કામાં પ્રવેશતા રોકવા માટે હાલ રાજ્યોએ અગાઉથી જ તૈયારી કરી લેવી જોઇએ. ડોક્ટર સરીને જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તર પર હાલ જે ગતીએ વાઇરસ ફેલાઇ રહ્યો છે તેનાથી ભારતે ચેતી જવાની જરુર છે અને સરકારોએ રાજ્યોમાં નાગરિકોની સારી રીતે તપાસ કરાવવી જોઇએ. આ માટે એક વિશેષ રણનીતી પણ બનાવવી પડશે.

તેમણે સલાહ આપી છે કે હવે રાજ્યોએ ત્રીજા તબક્કાની જાહેરાત થાય તેની રાહ ન જોવી જોઇએ અને ઘરે ઘરે જઇને યોગ્ય રીતે દર્દીઓની તપાસ કરાવવી પડશે. દિલ્હી સરકાર હાલથી જ આ પદ્ધતી અપનાવીને કામ કરવા લાગી છે. હાલમાં સરકારે જે પગલા લીધા તે કેટલા કારગાર છે તે અંગે જ્યારે આ નિષ્ણાંતને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી સરકાર કોરોના પોઝિટિવના સંપર્કમાં આવેલા લોકો સુધી નહીં પહોંચે ત્યાં સુધી વાઇરસને ફેલાતો અટકાવવો મુશ્કેલ છે.

લોકડાઉન કેટલુ અરકારક છે તે એક એપ્રીલ બાદ જ જાણી શકાશે. લોકડાઉનથી વાઇરસના ફેલાવામાં ઘટાડો થાય છે પણ જો એક વ્યક્તિને વાઇરસનો ચેપ લાગ્યો હોય તો તે બીજા ૨.૯ લોકોમાં પણ ચેપ લગાવે છે. લોકડાઉનથી આ સંખ્યા ઘટીને ૨.૦ થઇ જાય છે પણ ખાલી શૂન્ય નથી થઇ જતી, તેથી લોકડાઉન વાઇરસને સંપૂર્ણપણે આગળ ફેલાતો અટકાવી નહીં શકે.

Read Also

Related posts

વિશ્વમાં વધુ વસતી છતાં ભારતમાં 2 લાખનો આંક પાર થતા થયા 125 દિવસ, અન્ય દેશોમાં લાગ્યો આ સમય

Harshad Patel

ગુડ ન્યૂઝ : કોરોના પર ભારતીયો પડ્યા ભારે, 2 લાખ કેસમાંથી તો એક લાખ સાજા થઈ ગયા

Bansari

ગુજરાતીઓ છે નસીબવંતા, આ 8 ભયંકર ચક્રવાતોએ કરી છે કોશિષ પણ ગુજરાત સુધી નથી પહોંચી શક્યા, નિસર્ગના પણ થયા એવા જ હાલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!