GSTV

1 દિવસીય આંકમાં ઈરાન ઈટાલીથી ડબલ કેસ સાથે ભારત 5 માં સ્થાને, વિશ્વમાં 40 લાખને પાર

Last Updated on May 9, 2020 by Karan

વિશ્વમાં કોરોનાની પરિસ્થિતિ અતિ ગંભીર બની છે. વિશ્વમાં કોરોના સંક્રમણનો આંક 40 લાખને પાર પહોંચી ગયો છે. વિશ્વમાં વર્લ્ડો મીટરના આંક મુજબ છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં સૌથી વધુ કેસ અમેરિકામાં નોંધાયા છે. તો એક જ દિવસમાં સૌથી વધુ નોંધાતા કેસમાં ભારત પાંચમા સ્થાને પહોંચી ગયો છે. ઈરાન અને ઈટાલી જેવા વધુ સંક્રમણ ધરાવતા દેશોમાં પણ કોરોનાના કેસ માં ઘટાડો નોંધાયો છે.જ્યારે ભારતમાં આંક સતત વધી રહ્યો છે. ગઈ કાલ સુધીમાં વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં 29162 કેસ નોંધાયા છે. રસિયામાં 10699 કેસ નોંધાયા છે તો બ્રાઝીલમાં પણ 10199 કેસ નોંધાયા છે. યુકેમાં 4649 કેસ નોંધાયા છે. તે પછીથી પાંચમાં નંબરે ભારતમાં એક જ દિવસમાં 3344 કેસ નોંધાયા છે. ઈરાન અને ઈટાલી કરતાં પણ ભારતમાં ડબલ કેસ નોંધાવા લાગ્યા છે. ઈરાનમાં છેલ્લા 24 કલાકમાં 1556 કેસ નોંધાયા છે. તો ઈટાલીમાં ફક્ત 1327 કેસ નોંધાયા છે. ઈટાલીમાં અત્યાર સુધીમાં કોરોના પોઝીટીવ કેસનો આંક 2.17 લાખ છે.

કોરોના સંક્રમણના કેસોમાં ભારત 14 નંબર પર

વિશ્વમાં કોરોના સંક્રમણના કેસોમાં ભારત 14 નંબર પર આવી ગયો છે. વિશ્વમાં સૌથી વધુ કેસ અમેરિકામાં 13.22 લાખ થયા છે તો સ્પેનમાં 2.60 લાખ કેસ નોંધાય છે. ઈટાલીમાં પણ 2.17 લાખ કેસ છે. જ્યારે ચોથા નંબર પર યુકેમાં પણ 2.11 લાખ કેસ નોંધાયા છે.  પાંચમા નંબરે રસિયામાં પણ 1.88 લાખ કેસો છે. પ્રાન્સમાં 1.76 લાખ કેસ અત્યાર સુધીના નોંધાયા છે.

  • ઈરાનમાં છેલ્લા 24 કલાકમાં 1556 તો ઈટાલીમાં ફક્ત 1327 કેસ
  • છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં સૌથી વધુ 29162 કેસ નોંધાયા
  • 1 દિવસના રશિયામાં 10699 અને બ્રાઝીલમાં  10199 કેસ
  • યુકેમાં 4649 કેસ તો 3344 કેસ સાથે ભારત વિશ્વમાં પાંચમા નંબરે

વિશ્વમાં કોરોના સંક્રમણનો આંક 40 લાખને પાર પહોંચી ગયો છે. વિશ્વમાં નવી અપડેટ મુજબ કુલ આંક 40.16 લાખ ઉપર થયો છે. તો  2.76 લાખ લોકોના કોરોનાને કારણે મોત પણ થયા છે. વિશ્વમાં અત્યાર સુધી 13.87 લાખ લોકો સાજા થયા છે. વિશ્વમાં હજુ પણ કોરોનાના 23.52 લાખ કેસ એક્ટિવ છે.  જેમાં 48711 લોકોની સ્થિતિ નાજૂક – ક્રિટીકલ છે. જ્યારે 16.63 લાખકેસ ક્લોઝ થઈ ગયા છે. જેમાં 13.87 લાખ લોકો સાજા થયા તો 2.76 લાખ લોકો મોતને ભેટ્યા છે.

દેશમાં અત્યાર સુધી 59801 કેસ

દેશમાં કોરોનાના કેસની સંખ્યા 60 હજારની નજીક પહોંચી છે. દેશમાં અત્યાર સુધી 59801 કેસ થયા છે. તો અત્યાર સુધીમાં કુલ ૧ હજાર 991 લોકોના મોત થયા છે. દેશમાં છેલ્લા ત્રણ દિવસમાં જ 10 હજાર કેસ નોંધાયા છે. તો મે મહિનાના 8 દિવસમાં કુલ 25હજાર કેસ નોંધાયા છે. મે મહિનામાં 8 દિવસમાં 832 લોકોના મોત થયા છે. દેશમાં છેલ્લા એક મહિનામાં કોરોનાનું ચિત્ર આખું બદલાઈ ગયું છે. દેશમાં 8 એપ્રિલે પૂરા 6 હજાર કેસ પણ નહોતા  નોંધાય અર્થાત 6થી 60 હજાર કેસો ફક્ત 1 મહિનામાં નોંધાયા છે. જો મોતની વાત કરવામાં આવે તો 8 એપ્રિલે 200 લોકોના મોત નહોતા થયા પરંતુ છેલ્લા એક મહિનામાં મોતનો આંક 2000 પર પહોંચી ગયો છે. દેશમાં હાલમાં જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તે જોતાં આગામી 1 લાખ કેસ સુધી પહોંચતા 10થી 12 દિવસનો જ સમય લાગે તેવું હાલની પરિસ્થિતિ જોતાં લાગી રહ્યું છે.

READ ALSO

Related posts

વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો આપવામાં નિષ્ફળ ગઈ ભાજપ સરકાર: શિક્ષકોવિનાની શાળા, શાળા વિનાનું ગામ અને પાઠ્યપુસ્તકો વિના વિદ્યાર્થીઓ

Pravin Makwana

મની લોન્ડરિંગ/ દેશમાં પાનમસાલા ગ્રૂપ પર દરોડા : ૪૦૦ કરોડથી વધુની બેનામી સંપત્તિ પકડાઈ, આટલા કિલો તો સોનું મળ્યું

Harshad Patel

Pulwama Encounter: મસૂદ અઝહરનો સંબંધી અને પુલવામા હુમલામાં IED તૈયાર કરનાર ખૂંખાર આતંકવાદી લંબુને ઉડાવી દેવાયો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!