GSTV

દેશમાં કોરોનાનું કમબેક! તહેવાર અને ચૂંટણીના માહોલ વચ્ચે ફરી નવ મહિના જૂની સ્થિતિ, ડેલ્ટા વેરિઅન્ટનો ખતરો યથાવત

Last Updated on October 25, 2021 by Zainul Ansari

દેશમાં કોરોના વેક્સિનેશનના 100 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે અને તેની સરકારે જોરશોરથી ઉજવણી પણ કરી. બીજીતરફ ફરી દિવાળીનો માહોલ જામતા બજારમાં રોનક પરત ફરીછે. પરંતુ રસીકરણ બાદ લોકોની બેદરકારી પણ સામે આવી છે. કોવિડ 19ના ગાઈડલાઈનનું પાલન જાણ લોકો ભૂલી રહ્યા છે. ત્યારે ફરી કોરોના કેસમાં ઉછાળો નોંધાય તો નવાઈ નહી. કારણ કે છેલ્લા એક સપ્તાહમાં જ્યાં પણ ભીડ થઈ ત્યાં કેસ વધ્યા છે અને આપણે તે પણ યાદ રાખવુ જોઈએ કે કોરોનાની બીજી ઘાતક લહેર સાબિત થઈ તે ડેલ્ટા વેરિએન્ટ હજુ ગયો નથી.

corona

વર્ષ 2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓને લઈને અત્યારથી જ માહોલ ગરમાઈ રહ્યો છે. તો બીજી તરફ દેશમાં ફરી કોરોનાકેસની નવ મહિના જુની સ્થિતિ જોવા મળી છે. ભારતીય વૈજ્ઞાનિકોની ટીમ ઈન્સાકોગે ચેતવણી આપી છે, કોરોના વાયરસમાં નવુ મ્યૂટેશન થયુ નથી. પરંતુ જે ડેલ્ટા વેરિએન્ટના કારણે બીજી લહેરનો દેશને સામનો કરવો પડ્યો તે હજુ ગાયબ થયો નથી.

વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે દેશમાં ફરી લોકો જાણે કોરોનાને ભૂલી ગયા હોય તેમ ભીડમાં એકત્ર થઈ રહ્યા છે. પરંતુ છેલ્લા બે મહિનામાં ડેલ્ટા વેરિએન્ટના કેસ બમણા થયા છે. તો સાથે જ 11 ગણા ડેલ્ટા પ્લસ વેરિએન્ટના કેસ વધ્યા છે. તેની પુષ્ટી જીનોમ સિક્વેસિંગ દ્વારા કરવામાં આવી છે.

નશીલા

ઈન્સાકોગના અહેવાલ મુજબ 30 ઓગસ્ટ સુધી દેશમાં 15 હજાર સેમ્પલ જ ડેલ્ટા વેરિએન્ટથી સંક્રમિત મળ્યા હતા અને 11 ઓક્ટોબરે તેની સંખ્યા વધીને 26 હજાર 43 થઈ છે. ડેલ્ટા વન અને કપ્પા વેરિએન્ટના કેસ વધીને 5,449 સુધી પહોંચ્યા છે. જ્યારે ડેલ્ટા વેરિએન્ટથી નીકળેલા એવાઈ સિરિઝના વાયરસ 393થી વધુને 4,737 સેમ્પલ મળ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે રાજ્યોને પત્ર લખીને કોવિડ સતર્કતાના નિયમનો આકરા પાલનના નિર્દેશ પણ આપ્યા છે. છેલ્લે દુર્ગાપૂજા, દશેરા બાદ બંગાળ, હિમાચલ પ્રદેશ તેમજ આસામમાં કોરોનાના કેસમાં વધારો થયો છે.

Read Also

Related posts

રાજકીય હલચલ / હરિયાણાના મુખ્યમંત્રીને મળ્યા કેપ્ટન અમરિંદરસિંહ, અનેક મહત્વના મુદ્દે થઈ ચર્ચા

Zainul Ansari

અમેરિકાએ કહ્યું- નવા વેરિઅન્ટની માહિતી ભેગી કરવામાં બે અઠવાડિયા લાગશે, પરંતુ જરૂરી છે બૂસ્ટર શોટ

Vishvesh Dave

શિયાળુ સત્ર / Bitcoinને લઈ નિર્મલા સિતારમણનું મોટું નિવેદન, કહ્યું- સરકાર બિટકોઈન લેવડ-દેવડ…

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!