GSTV
Corona Virus India News ટોપ સ્ટોરી

ભારતમાં ઝડપથી નથી ફેલાઇ રહ્યો કોરોના છતાં જોખમ અકબંધ: WHOએ આપી ચેતવણી

કોરોના

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અહેવાલ પ્રમાણે ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા દર ત્રણ અઠવાડિયે બમણી થઈ રહી છે. દક્ષિણ એશિયાઈ ક્ષેત્રોમાં મહામારી ખૂબ ઝડપથી નથી ફેલાઈ રહી પરંતુ તેનું જોખમ અકબંધ છે માટે સતર્ક રહેવું જરૂરી છે.

ગીચ વસ્તીમાં જોખમ વધારે

સ્વાસ્થ્ય સંગઠનના ડો. માઈકલ રેયાને જણાવ્યું કે, ભારતમાં કોરોના સંક્રમણના કેસ ત્રણ સપ્તાહમાં બમણા થઈ રહ્યા છે પરંતુ કેસ સતત નથી વધી રહ્યા. ભારત જ નહીં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને દક્ષિણ એશિયાના ગીચ વસ્તી ધરાવતા દેશોમાં હજુ પણ મહામારીની સ્થિતિ વિસ્ફોટક નથી બનેલી. જોકે, તેમ બની શકે તેવું જોખમ તો છે જ. રેયાને ચેતવણીના સૂરમાં કહ્યું કે, જો વાયરસનું સામૂદાયિક સ્તરે સંક્રમણ ફેલાવાનું ચાલું થશે તો તે ખૂબ જ ઝડપથી ફેલાશે.

ભારતમાં લોકોની અવર-જવર ફરીથી શરૂ થઈ ગઈ છે તેવામાં સંક્રમણ વધવાનું જોખમ બનેલું છે. પ્રવાસીઓની ભારે સંખ્યા, શહેરી વિસ્તારોમાં ભીડ અને અનેક લોકો પાસે દરરોજ કામ પર જવા સિવાય કોઈ વિકલ્પ નથી જેવા અનેક મુદ્દા છે.

કોરોના

કેસ ડબલ થવાની ઝડપ પર નજર રાખવી જરૂરી

સ્વાસ્થ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક ડોક્ટર સૌમ્યા સ્વામીનાથનના કહેવા પ્રમાણે ભારતમાં કોરોના વાયરસના જેટલા કેસ છે તે 130 કરોડની વસ્તીના પ્રમાણમાં વધારે નથી. જોકે, સંક્રમણ વધવાનો દર અને કેસ ડબલ થવાની ઝડપ પર નજર રાખવી જરૂરી છે.

આયુષ્માન ભારતથી મળશે મદદ

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આયુષ્માન ભારત યોજનાની પ્રશંસા કરી હતી અને તેને ઝડપથી લાગુ કરવામાં આવશે તો કોરોનાનો સામનો કરવામાં મદદ મળશે તેમ જણાવ્યું હતું. સંગઠનના મહાનિદેશક ટેડ્રોસના કહેવા પ્રમાણે અનેક દેશો સામે ગંભીર પડકાર છે પરંતુ આપણે તક શોધવી પડશે. ભારત માટે આ આયુષ્માન ભારત યોજનાને વિસ્તૃત કરવાનો અવસર બની શકે છે.

Read Also

Related posts

આફ્રિકામાં ચીની નૌકાદળ સક્રિય/ ચીન જીબુટીથી હિંદ મહાસાગર પર રાખશે નજર, ભારતને ઘેરવાનો ડ્રેગનનો વધુ એક પ્રયાસ

Binas Saiyed

Breast Cancer/ હવે ભારતમાં સરળતાથી થઇ શકશે સ્તન કેન્સરની સારવાર, એસ્ટ્રાઝેનેકાને મળી દવા બનાવવાની મંજૂરી

Damini Patel

પોસોકોની કાર્યવાહી/ 13 રાજ્યોમાં વીજ કંપનીઓ પર રૂ. 5000 કરોડનું દેવું, વીજળીની ખરીદી અને વેચાણ પર પ્રતિબંધ

Binas Saiyed
GSTV