GSTV

દેશમાં ઘાતક વાયરસનાં 82 ટકા કેસો માત્ર 10 રાજ્યોમાં નોંધાયા, ચેપગ્રસ્તોની સંખ્યા 20 લાખ નજીક પહોંચી

દેશભરમાં જીવલેણ ઘાતક કોરોના વાયરસના કેસોની સંખ્યા બહુ જ ઝડપથી વધી રહી છે. હવે દરરોજ 50 હજાર જેટલા કેસો સામે આવવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં પણ 51321 નવા કેસો સામે આવ્યા હતા. જે સાથે જ દેશમાં હવે કોરોનાના કેસોની સંખ્યા 1901171ને પાર પહોંચી ગઇ છે અને બે દિવસમાં જ 20 લાખને પાર કરી શકે છે.જોકે દેશમાં કોરોનાના જેટલા પણ કેસો છે તેમાંથી 82 ટકા માત્ર 10 રાજ્યોમાં જ સામે આવ્યા છે. જોકે અન્ય ચિંતાજનક બાબત એ છે કે કોરોના હવે એવા વિસ્તારોમાં પણ ફેલાવા લાગ્યો છે કે જ્યંાં અગાઉ એક પણ કેસ સામે ન આવ્યો હોય. કોરોનાથી અત્યાર સુધી કુલ 39764 લોકોના મોત નિપજ્યા છે અને માત્ર 24 કલાકમાં જ 843 લોકોએ જીવ ગુમાવ્યો છે.

છેલ્લા 24 કલાકમાં પણ 51321 નવા કેસો સામે આવ્યા

રાજ્યોના આંકડા પર નજર કરીએ તો મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોની સંખ્યા સાડા ચાર લાખ પર પહોંચી ગઇ છે. એટલે કે કુલ કેસોમાંથી 25 ટકા જેટલા કેસો માત્ર મહારાષ્ટ્રમાં છે. જ્યારે તામિલનાડુમાં પણ 268285 કેસો સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશે એક લાખનો આંકડો પાર કરી લીધો છે. જ્યારે કર્ણાટકમાં પણ 1.45 લાખ કેસો સામે આવ્યા છે.

1.39 કેસો દિલ્હીમાં નોંધાયા છે, ગુજરાતમાં પણ કોરોનાનો કેર વધી રહ્યો છે અને કુલ કેસોની સંખ્યા 65704ને પાર પહોંચી ગઇ છે. જ્યારે 66 ટકા કેસો માત્ર 50 જિલ્લામાં સામે આવ્યા છે.   બીજી તરફ દેશમાં નેતાઓમાં પણ કોરોનાનો ચેપ લાગવાનું પ્રમાણ વધી રહ્યું છે. કેન્દ્રીય ઓઇલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે તેમને પણ મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સોમવારે જ તેમને કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા અને મંગળવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા હતા.

કુલ કેસોમાંથી 25 ટકા જેટલા કેસો માત્ર મહારાષ્ટ્રમાં

આ ઉપરાંત કર્ણાટકના પૂર્વ મુખ્ય પ્રધાન સિદ્ધારામૈયાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 71 વર્ષીય સિદ્ધારામૈયા પહેલા કર્ણાટકના વર્તમાન મુખ્ય પ્રધાન યેદિયુરપ્પાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે આ પહેલા અમિત શાહ, શિવરાજસિંહ ચૌહાણ, તામિલનાડુના રાજ્યપાલ સહિતના નેતાઓ પણ કોરોનાની લપેટમાં આવી ગયા છે.

દરમિયાન 200થી વધુ સ્કોલર અને રિસર્ચરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે દેશમાં જેટલા પણ લોકો કોઇને કોઇ બિમારી કે અન્ય કારણોસર મૃત્યુ પામ્યા હોય તેમના આંકડા જાહેર કરવામાં આવે કે જેથી કોરોનાની અસર અંગે લોકોને જાણકારી મળી શકે.

READ ALSO

Related posts

નવા વર્ષની શરૂઆતમાં સોનાના ભાવ ઘટીને થઇ શકે છે રૂપિયા 42000, જાણો સૌથી મોટું કારણ

pratik shah

રશિયાએ દુનિયાની સૌથી તેજ હાઇપરસોનિક એન્ટીશિપ મિસાઇલ જિરકાનનું કર્યું પરિક્ષણ

Nilesh Jethva

પાળતુ કૂતરા સાથે મસ્તી કરવી જો બાઈડનને પડી ભારે, ઈજાગ્રસ્ત થતા ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું આ નિવેદન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!