GSTV
Gujarat Government Advertisement

ભારતમાં પહેલા વ્યક્તિને રશિયાની સ્પૂતનિકનો અપાયો ડોઝ , કોરોના સામેની લડાઇ ઝડપી બનશે

Last Updated on May 14, 2021 by pratik shah

ભારતમાં શુક્રવારે પેહેવા વ્યક્તિને રશિયાની સ્પૂતનિક V રસી આપવામાં આવી છે. અત્યાર સુધી ભારત પાસે બે રસી હતી, એક કોવિશીલ્ડ અને બીજુ કોવેક્સિન. ત્યારે હવે કુલ ત્રણ રસીઓ થઇ છે. સ્પૂતનિક V દ્વારા ટ્વિટ કરીને કહેવામાં આવ્યું છે કે ભારતમાં સ્પૂતનિક Vનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. અમને ગર્વ છે કે કોરોના સામે ભારતની આ લડાઇમાં અમે તેમની સાથે છે. સ્પૂતનિક હવે એક રશિયન-ભારતીય કોરોના વેક્સિન છે.

કોરોના

વેક્સિનના મોટા જથ્થાનું ઉત્પાદન ભારતમાં થશે

આ વેક્સિનના મોટા જથ્થાનું ઉત્પાદન ભારતમાં થશે. એવી આશા રાખવામાં આવી રહી છે કે આ વર્ષે ભારતમાં 8.5 કરોડ ડોઝ તૈયાર થઇ જશે. દેશમાં રશિયન રસી સ્પૂતનિક Vનો પહોલો ડોઝ દીપક સાપરાને આપવામાં આવ્યો છે. દિપક હૈદરાબાદની ડો. રેડ્ડી લેબમાં કસ્ટમ ફાર્મા સર્વિસના ગ્લોબલ હેડ છે. તેમને હૈદરાબાદમાં જ આ રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે.

રસીકરણ

સ્પૂતનિકની દોઢ લાખ ડોઝ એક સાથે ભારતમાં આવી ગયા

સૂત્રો જણાવ્યા પ્રમાણે રશિયાની સ્પૂતનિકની દોઢ લાખ ડોઝ એક સાથે ભારતમાં આવી ગયા હતા. પ્રોટોકલ અંતર્ગત 100 સેમ્પલને સેન્ટ્રલ ડ્રગ લેબમાં મોકલવામાં આવ્યા છે, જે હિમાચલ પ્રદેશના કસૌલીમાં આવેલા છે. અત્યાર સુધી કોવેક્સિન અને કોવીશિલ્ડના ઉપયોગ વડે દેશમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું હતું. કેન્દ્ર સરકાર આ બંને રસીને 250ની કિંમતે ખરીદે છે. તો રાજ્ય સરકાર, ખાનગી હોસ્પિટલ અને ખુલ્લા માર્કેટ માટે અલગ અલગ કિંમત નક્કી કરવામાં આવી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave

મોટા સમાચાર / જામનગર જીજી હોસ્પિટલ યૌન શોષણ કેસ: પોલીસે આખરે ફરિયાદ નોંધી, મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!