GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

દેશમાં કોરોના સંક્રમણ 6 લાખને પાર, 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 5537 કેસ

દેશમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે અને હવે આ આંકડો 6 લાખ વટાવી ગયો છે. આ જ રીતે રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2442 નવા કેસ સામે આવ્યા છે. જેનાથી અહીં કુલ કેસ 89,802 થયાં છે જ્યારે મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 5537 કેસ નોંધાયા છે.

આજે બુધવારે કોરોના દર્દીઓની સંખ્યા 6 લાખને પાર થઈ છે. દેશમાં અત્યાર સુધી 601,952 કોરોનાના કેસ નોંધાઈ ચુક્યા છે. જેમાં 357,612 દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યા છે. જો કે તેમાંથી 17,785 લોકોના મોત થયાં છે. દેશમાં હાલ 226,489 એક્ટિવ કેસ છે.

રાજધાની દિલ્હીની સ્થિતિ

રાજધાની દિલ્હીમાં પણ કોરોના કેસ ઓછા થવાનું નામ નથી લઈ રહ્યાં અને છેલ્લા 24 કલાકમાં 2442 કેસ નોંધાયા છે. દિલ્હીમાં કોરોનાના કુલ 89,802 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 61 દર્દીઓના મોત થયાં છે આ સાથે મોતનો આંકડો 2803 થયો છે. જ્યારે 1644 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજધાનીમાં કુલ 59,992 દર્દીઓ સ્વસ્થ થયાં છે. રાજધાની દિલ્હીમાં હાલ 27,007 એક્ટિવ કેસ છે.

મહારાષ્ટ્રની સ્થિતિ

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 5537 કેસ નોંધાયા છે. જેમાં રાજ્યમાં સંક્રમિત લોકોની સંખ્યા 180,298 સુધી પહોંચી છે. મહારાષ્ટ્રમાં અત્યારે 79,075 એક્ટિવ કેસ છે. રાજ્યમાં આજે 198 દર્દીઓનું કોરોનાને કારણે મોત થયું જેનાથી અહીં મરનારાઓની સંખ્ય 8053 થઈ છે. 198 મોતમાંથી 69 મોત છેલ્લા 48 કલાકમાં નોંધાઈ છે.

READ ALSO

Related posts

કોરોના રોજ બનાવી રહ્યો છે નવો રેકોર્ડ: આજે વિશ્વમાં સૌથી વધારે કેસ ભારતમાં, 63 હજાર લોકોને લાગ્યો ચેપ

Ankita Trada

મહારાષ્ટ્રમાં ફરી એક વખત રાજકીય ઘમાસાણ: NCPના 12 ધારાસભ્યો જોડાઈ રહ્યાં છે BJPમાં, નવાબ મલિકે કર્યો આ ખુલાસો

Karan

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી થયા કોરોના સંક્રમિત, TWEET કરીને જાતે જ આપી માહિતી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!