GSTV

Corona Vaccine : આખી દુનિયામાં જશે ભારતની વેક્સિન, WHOએ આપી આ વેક્સિનના ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી

વેક્સિન

Last Updated on February 16, 2021 by Mansi Patel

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવેલ ઓક્સફોર્ડ એસ્ટ્રજેનેકાની કોરોના વેક્સિનને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. એની સાથે હવે આ વેક્સિનનો ઉપયોગ દુનિયાના ગરીબ દેશોમાં કોરોના વિરુદ્ધ રસીકરણ માટે કરવામાં આવશે .

WHOએ સોમવારે કોરોનાની બે વેક્સિનની ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. આ બંને જ વેક્સિન ઓક્સફોર્ડ એસ્ટ્રજેનેકાએ બનાવી છે. એક ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને બીજી દક્ષિણ કોરિયાની SK નામની કંપની બનાવે છે.

દુનિયાના ઘણા દેશોમાં જશે વેક્સિન

WHOના પ્રમુખ ટેડ્રોસ એડહાનોમેં કહ્યું કે, આ ગ્રીન સિગ્નલ સાથે જ હવે કોવેક્સિન પ્રોગ્રામ હેઠળ દુનિયાના ઘણા દેશોમાં આ વેક્સિનના જવાના રસ્તા ખુલી ગયા છે. જણાવી દઈએ કે કોવેક્સિન પ્રોગ્રામ હેઠળ દુનિયાને નીર્ધાર દેશોને WHO દ્વારા કોરોના વેક્સિન પહોંચાડવામાં આવી રહી છે

બે વેક્સિનને WHOની મંજૂરી

વેક્સિન

આજ સિલસિલામાં સોમવારે ઓક્સફોર્ડની બે વેક્સિનના ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. WHO અનુસાર દુનિયાના જે દેશોમાં હજુ સુધી વેક્સિન મળી શકી નથી અને જ્યાં આબાદી કોરોનાના ખતરામાં છે ત્યાં કોરોના રસીકરણ અભિયાન શરુ થશે.

જણાવી દઈએ કે WHO વેક્સિનના ઉપયોગથી મંજૂરી આપવા પહેલા એની સુરક્ષા, ગુણવત્તાનો અભ્યાસ કરે છે. આ અપ્રુવલ પછી વેક્સિન મંગાવવામાં કતરાઈ રહેલા દેશો પણ રસીકરણ કાર્યક્રમ શરુ કરી શકે છે.

Read Also

Related posts

BIG NEWS: ગુજરાત માટે ગૌરવની વાત, વર્ષ 2022માં ડિફેન્સ એક્સપો રાજ્યના પાટનગર ગાંધીનગરમાં યોજાશે

pratik shah

Tokyo Olympics: ભારતીય પુરુષ હોકી ટીમે જાપાનને ધૂળ ચાટતું કર્યું, જીત સાથે ક્વાર્ટર ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી

pratik shah

અતિ અગત્યનું/ PUC પર બેદરકારી પડશે ભારે, RC થઇ જશે સસ્પેન્ડ, જાણો શું છે સરકારનો માસ્ટર પ્લાન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!