GSTV
Gujarat Government Advertisement

રસીકરણ/ જાણી લો ગુજરાતના કયા જિલ્લાને મળી સૌથી વધુ વેક્સિન, દેશમાં સૌથી વધુ ડોઝ આ રાજ્યને મળ્યા

vaccination

Last Updated on May 10, 2021 by Damini Patel

ગુજરાતમાં રવિવારની સ્થિતિએ ૧,૦૩,૨૭,૫૫૬ વ્યક્તિઓએ પ્રથમ ડોઝ જ્યારે ૩૨,૧૪,૦૭૯ વ્યક્તિઓએ બીજા ડોઝની કોરોના વેક્સિન લીધેલી છે. કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ઓક્ટોબર ૨૦૨૦ની સ્થિતિએ ગુજરાતની વસતી ૬.૯૪ કરોડ છે. ગુજરાતમાં ૧૬ જાન્યુઆરીથી રસીકરણનો પ્રારંભ થયો હતો અને અત્યારસુધી ૧.૩૫ કરોડ લોકો કોરોના રસીના ડોઝ લઇ ચૂક્યા છે. આમ, ગુજરાતની કુલ વસતીના ૨૧% દ્વારા જ વેક્સિનના ડોઝ લેવામાં આવ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા જારી કરવામાં આવેલા અનુમાન પ્રમાણે હર્ડ ઈમ્યુનિટી માટે વસતીના ૬૦%થી વધુ લોકો વેક્સિન લઇ ચૂક્યા હોય તે જરૃરી છે.

આ રાજ્યમાં અપાયા વેક્સિનના સૌથી વધુ ડોઝ

વેક્સિનના સૌથી વધુ ડોઝ બાકી હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ ૮.૭૮ લાખ સાથે મોખરે, તામિલનાડુ ૬.૭૧ લાખ સાથે બીજા જ્યારે ગુજરાત ૫.૦૧ લાખ સાથે ત્રીજા સ્થાને છે. ગુજરાતને હજુ આગામી દિવસોમાં ૬,૪૮,૭૦૦ ડોઝ મળવાના છે. અત્યારસુધી દેશના જે રાજ્યમાં વેક્સિનના સૌથી વધુ ડોઝ મળ્યા હોય તેમાં મહારાષ્ટ્ર ૧.૭૭ કરોડ સાથે મોખરે, રાજસ્થાન બીજા જ્યારે ગુજરાત ત્રીજા સ્થાને છે. ગુજરાતને અત્યારસુધી ૧,૪૨,૨૧,૭૯૦ ડોઝ મળેલા છે અને તેમાંથી ૧.૪૯% વેક્સિન વેડફાયેલી છે. હાલની સ્થિતિએ ગુજરાતમાં ૧૦ લાખની વસતીએ સરેરાશ ૨ લાખ લોકો એવા છે જેમણે વેક્સિનનો ઓછામાં ઓછો ૧ ડોઝ લીધો છે.

દેશના જે રાજ્યોમાં સૌથી વધુ લોકોને કોરોના રસી આપવામાં આવી હોય તેમાં મહારાષ્ટ્ર ટોચનો, રાજસ્થાન બીજો, ગુજરાત ત્રીજો, ઉત્તર પ્રદેશ ચોથો અને પશ્ચિમ બંગાળ પાંચમો ક્રમ ધરાવે છે.

ગુજરાતમાં 8 દિવસમાં 13.27 લાખ લોકોને વેક્સિન અપાઈ

ગુજરાતમાં મે મહિનામાં વેક્સિનેશનની ગતિ ધીમી પડી છે અને છેલ્લા ૮ દિવસમાં ૧૩.૨૭ લાખને કોરોના વેક્સિન આપવામાં આવેલી છે. ગુજરાતના જે જિલ્લામાં સૌથી વધુ વેક્સિનેશન થયું છે તેમાં ૧૮.૦૩ લાખ સાથે અમદાવાદ મોખરે, સુરત ૧૩.૦૫ લાખ સાથે બીજા અને વડોદરા ૯.૬૦ લાખ સાથે ત્રીજા સ્થાને છે. અત્યારસુધી ડાંગમાં સૌથી ઓછા ૪૩,૩૮૨ વ્યક્તિનું રસીકરણ થયેલું છે. સરેરાશ ૧૦ લાખની વસતીએ જોવામાં આવે તો પોરબંદરમાં સૌથી વધુ ૩.૬૦ લાખ, મહીસાગરમાં ૩.૨૦ લાખ, અરવલ્લીમાં ૩ લાખ લોકો કોરોના વેક્સિન લઇ ચૂક્યા છે. આ પ્રમાણે જોવામાં આવે તો અમદાવાદમાં ૧૦ લાખની વસતીએ વેક્સિન લેનારી વ્યક્તિની સંખ્યા ૨.૫૦ લાખ છે.

ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ વેક્સિન અપાઇ?

જિલ્લો : વેક્સિનના ડોઝ

અમદાવાદ : ૧૮,૦૩,૯૭૧

સુરત : ૧૩,૦૫,૧૧૫

વડોદરા : ૯,૬૦,૮૮૧

રાજકોટ : ૭,૩૧,૫૧૧

બનાસકાંઠા : ૭,૨૪,૫૧૬

મહેસાણા : ૫,૦૫,૫૬૬

આણંદ : ૫,૦૧,૧૯૩

ભાવનગર : ૫,૦૦,૦૬૮

દાહોદ : ૪,૨૫,૪૩૦

ખેડા : ૪,૨૧,૩૭૬

Read Also

Gujarat Government Advertisement

Related posts

વેક્સીન ન લેનાર ધારાસભ્યોને આ રાજ્યની વિધાનસભામાં નહીં મળે એન્ટ્રી, સ્પીકરનું ફરમાન

Pritesh Mehta

સાપુતારા ફરવા જતા પહેલાં આ જાણી લો નહીં તો…., ડાંગ જિલ્લા અધિક કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું

Dhruv Brahmbhatt

CBSE : ધોરણ 10 અને 12ના રિઝલ્ટ તૈયાર કરવામાં ક્યાંય પણ તકલીફ કે મૂંઝવણ આવે આ નંબર પર કરો કોલ, હેલ્પલાઈન જાહેર કર્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!