GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

ચેન્નઈ 15 હજારને પાર: દેશમાં બીજા નંબરનું બન્યુ સંક્રમિત શહેર, તામિલનાડુમાં 6 દિવસમાં નવા 6 હજાર કેસ

કોરોના

દેશમાં તામિલનાડુમાં સંક્રમણનો આંક સતત બીજા દિવસે પણ 1100થી વધારે આવ્યો છે. તામિલનાડુમાં 2 અઠવાડિયા પહેલા 11,760 કેસ હતા. જે આજે બે અઠવાડિયામાં ડબલથી પણ વધી ગયા છે. તામિલનાડુમાં સૌથી વધુ સંક્રમિત ચેન્નઈ છે. જ્યાં પોઝીટીવ કેસનો આંક 15 હજારને પાર થયો છે. દેશમાં સૌથી વધુ સંક્રમિત શહેરોમાં મુંબઈ બાદ બીજા નંબરે ચેન્નઈ આવે છે. મુંબઈમાં સંક્રમિતનો આંક 40 હજાર નજીક છે. જ્યારે બીજા નંબરે ચેન્નઈ આવે છે. ચેન્નઈમાં સૌથી વધારે 967 પોઝીટીવ આવતાં આંક 15766 થયો છે. જેમાંથી 8000થીવધારે લોકો સાજા પણ થયા છે. ચેન્નઈમાં 141 લોકોના મોત થયા છે. ચેન્નઈ બાદ ચેગલપટ્ટુમાં પણ કોરોના સંક્રમણના આંક 1220 થયા છે. જ્યારે થિરુવલ્લુરમાં પણ કોરોના સંક્રમણનો આંક 1000 નજીક પહોંચી ગયો છે.

તામિલનાડુમાં 2 મેના રોજ 2757 પોઝીટીવ હતા આજે 23 હજારને પાર

તામિલનાડુમાં મહિના પહેલા 3 હજાર કેસ પણ નહોતા પરંતુ છેલ્લા 6 દિવસમાં જ નવા 6 હજાર પોઝીટીવ આવ્યા છે. તામિલનાડુમાં અત્યાર સુધી વધુ 1162 નવા કેસ આવતાં આંક 23495 થયો છે. તામિલનાડુમાં હજુ પણ 10138 કેસ એક્ટિવ છે. જ્યારે 13170 લોકો સાજા થયા છે. તામિલનાડુમાં મોતનો આંક 187 થયો છે. તામિલનાડુમાં 2 મેના રોજ 2757 પોઝીટીવ હતા પરંતુ તે પછીથી ક્યારેય 400થી નીચે આંક આવ્યો નથી. તામિલનાડુમાં હાલમાં રિકવરી પણ સારી થઈ રહી છે. તામિલનાડુમાં કેસો વધવા સાથે 15 મેથી રિકરવી આંક પણ ઊંચો રહ્યો છે. દેશમાં મહારાષ્ટ્ર પછી સૌથી વધુ સંક્રમિત રાજ્યમાં તામિલનાડુ આવે છે. અહીં સૌથી વધારે સંક્રમિત શહેર ચેન્નઈ પણ સૌથી વધુ સંક્રમિત થયું છે. ચેન્નઈમાં પોઝીટીવ આંક 15 હજારને પાર થઈ ચૂક્યો છે. દેશમાં કોરોના સંક્રમણના આંક 1.93 લાખથી પણ વધારે થયો છે. દેશમાં હાલ એક્ટિવ કેસનો આંક 95000ને પાર થયો છે. દેશમાં કોરોનાને કારણે 5437 લોકોએ જીવ પણ ગુમાવ્યો છે.

Read Also

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana

દેશ પાસે માફી માગે મોદી: ચીનની પીછેહટ પર કોંગ્રેસે કર્યો ઘેરાવ, દેશની જનતાને સંબોધી સચ્ચાઈ બતાવે મોદી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!