GSTV

હે ભગવાન દયા કરો! કોરોનાના નવા સાડા ત્રણ લાખ કેસ, અઢી હજારથી વધુનાં મોત, એક્ટિવ કેસ 25 લાખ

કોરોના

Last Updated on April 25, 2021 by Bansari

ભારતમાં કોરોના વાઇરસના કેસો અગાઉના બધા જ રેકોર્ડ તોડી બૂલેટ ગતીએ આગળ વધી રહ્યા છે. છેલ્લા 25 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 3.46 લાખ જેટલા નવા કેસો સામે આવ્યા છે. જ્યારે વધુ 2624 લોકોના મોત નિપજતા મૃત્યુઆંક હવે 1.90 લાખની નજીક પહોંચી ગયો છે. એક્ટિવ કેસ પણ રેકોર્ડ બ્રેક સૌથી વધુ 25 લાખે પહોંચી ગયો છે. મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિતના 10 રાજ્યોમાં જ દેશના કુલ કેસોના 75 ટકા જેટલા નવા કેસો સામે આવ્યા છે. પહેલી મેથી દેશભરમાં કોરોનાની રસી 18 વર્ષથી વધુ વયનાને આપવાનું શરૂ કરવામાં આવશે.

મહેસાણા

આ સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્યોને કહ્યું છે કે તે 18થી 45 વર્ષની વયનાને પહેલી મેથી રસી આપવાનું કામ શરૂ થવાનું છે તેની પુરતી વ્યવસ્થા કરીને રાખે. ખાસ કરીને વધુમાં વધુ ખાનગી સેન્ટર ખોલવા માટે કેન્દ્રએ રાજ્યોને સલાહ આપી છે.

આ સ્થિતિ વચ્ચે તેલંગાણાના મુખ્ય મંત્રી કે ચંદ્રશેખર રાવે જાહેરાત કરી હતી કે દરેક વ્યક્તિને કોરોનાની રસી મફતમાં આપવામાં આવશે.

કેન્દ્ર 45 વર્ષથી વધુ વયનાને મફત રસી આપી રહી છે જ્યારે તેનાથી નીચેની વયના અને 18 વર્ષ સુધીનાને રાજ્ય મફત રસી આપશે તેમ તેલંગાણા સરકારે જાહેરાત કરી હતી. અગાઉ આ જ પ્રકારનો નિર્ણય ત્રણથી ચાર રાજ્યો લઇ ચુક્યા છે. તેલંગાણામાં વસતી પ્રમાણે આશરે 2500 કરોડ રૂપિયાના ખર્ચનું અનુમાન છે.

બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં પણ કોરોનાના કેસો વધવાને પગલે પ્રશાસને શનિવારે રાત્રે આઠ વાગ્યાથી 34 કલાકના કરફ્યૂની જાહેરાત કરી છે. કાશ્મીરમાં બધા લોકોને કોરોનાની રસી મફત આપવાની જાહેરાત પ્રશાસને કરી છે. આંધ્ર પ્રદેશમાં પણ રાત્રી કરફ્યૂં લાગુ કરાયો છે. ઉત્તરાખંડમાં બધી જ સરકારી કચેરીઓને હાલ બંધ કરી દેવામાં આવી છે અહીં એક નર્સિંગ કોલેજમાં 93 વિદ્યાર્થીઓને કોરોના થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3,46,786 કેસો સામે આવ્યા છે જે સાથે જ કુલ કેસોની સંખ્યા પણ વધીને હવે 1.66 કરોડને પાર કરી ગઇ છે.

કોરોના

માસ્ક પહેરવાથી 70000ના જીવ બચશે

અભ્યાસ પ્રમાણે જો એપ્રિલ મહિનાના ત્રીજા સપ્તાહના અંત સુધીમાં બધા માસ્ક પહેરવાની આદતને ગંભીરતાથી લઈ લેશે તો મૃતકઆંક 70,000 જેટલો ઘટાડી શકાશે. ભારતમાં ફેબ્રુઆરી 2021ના મધ્યમાં અચાનક જ કેસો વધવા લાગ્યા હતા તેના પાછળનું મુખ્ય કારણ સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ અને માસ્ક પહેરવાની બેદરકારી છે.

Read Also

Related posts

ક્વાડ પર અકળાયું ચીન, કહ્યું: સમયની વિરુદ્ધમાં છે આવા સમૂહોનું ગઠન, તેમને નહિ મળે સમર્થન

Pritesh Mehta

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta

વ્હાઈટ હાઉસમાં પ્રેસિડેન્ટ બાયડેન સાથે પીએમ મોદીની મુલાકાત, ભારત-US માટે આ દશક મહત્વનું

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!