GSTV

રાહત / કોરોનાના કેસોમાં આંશિક ઘટાડો, ચાર દિવસ પછી નોંધાયા 4 લાખથી ઓછા કેસ

કોરોના

Last Updated on May 10, 2021 by Bansari

ભારતમાં ચાલી રહેલા કોરોનાના કહેર વચ્ચે આજે આંશિક રાહતના સમાચાર આવ્યા છે. 4 દિવસ બાદ દેશમાં દરરોજ સામે આવતા કોરોના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. 4 દિવસ બાદ આજે છેલ્લા 24 કલાકમાં નવા કેસોની સંખ્યા 4 લાખ કરતા ઓછી થઇ છે. ગત 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 3,66,317 નવા કેસ સામે આવ્યા છે. તો સામે મોતનો આંકડો પણ 4000 કરતા નીચે ગયો છે. 24 કલાકમાં દેશમાં કોરોનાના કારણે 3,747 લોકોના મોત થયા છે. આ પહેલા સતત બે દિવસથી કોરોનાના કારણે 4000 કરતા વધારે મોત થઇ રહ્યા હતા.

પોઝિટિવિટી

નવા દર્દીઓ અને સાજા થનારા લોકોના આંક વચ્ચેનું અંતર ઘટ્યું

રાહતની વાત એ છે કે નવા કોરોનાના દર્દીઓ અને કોરોનાથી સાજા થનાર દર્દીઓ વચ્ચે જે મોચું અંતર હતું તે ઘટ્યું છે. છેલ્લા 24 કલાકમાં 3,53,580 લોકો કોરોનાને હરાવીને સાજા થયા છે. જેની સામે નવા કેસ 3.66 લાખ છે. છેલ્લા કેટલાક દિવસોથી આ બને આંક વચ્ચે એક લાખ કરતા વધઆરે અંતર હતું, જે ઘટીને આજે 10 હજાર થયું થયું છે. દેશમાં વર્તમાન સમયે એક્ટિવ કેસની સંખ્યા 37,41,368 છે.

મહારાષ્ટ્રમાં એક મહિના બાદ એક દિવસમાં 50 હજાર કરતા ઓછા કેસ

દેશમાં કોરોનાના એપીસેન્ટર એવા મહારાષ્ટ્રમાં પણ કોરોનાનો કહેર ઓછો થયો છે. ત્યાં છેલ્લા 24 કલાકમાં 48,401 નવા કેસ નોંધાયા છે અને 572 લોકોના મોત થયા છે. એક મહિના જેટલા સમય બાદ આજે પ્રથમ વખત મહારાષ્ટ્રમાં એક દિવસમાં 50 હજાર કરતા ઓછા કેસ નોંધાયા છે. આ પહેલા 5 એપ્રિલના દિવસે મહારાષ્ટ્રમાં કોરોનાના 47288 કેસ નોંધાયા હતા. તો કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યા 60,000ને વટાવી ચુકી છે.

કોરોના

દિલ્હી અને યુપીમાં પણ રાહત, કર્ણાટકે ચિંતા વધારી

દિલ્હી, ઉત્તર પ્રદેશ અને કેરળ સમેત ઘણા રાજ્યોમાં કોરોના વાયરસના દૈનિક કેસમાં ઘટાડો થયો છે. જો કે કર્ણાટકમાં સ્થિતિ હજુ પણ ખરાબ છે. છેલ્લા 24 કલાકમાં કર્ણાટકમાં કોરોના વાયરસના 47930 કેસ નોંધાયા છે અને 490 લોકોના મોત થયા છે.

Read Also

Related posts

C-295 ડીલ આત્મનિર્ભર ભારત અભિયાનને આપશે પ્રોત્સાહન, આ ભારતીય કંપની કરશે દેશમાં જ 56 એવરો ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું નિર્માણ

Pritesh Mehta

એક બેટા ઐસા ભી / માતા નજીક રહે એટલા માટે મંદિરમાં સ્થાપિત કરી મૂર્તિ, પોતે લખી આરતી: હવે ‘ગીતા કી ક્લાસ’ની તૈયારી

Zainul Ansari

જાણવા જેવું / UN મહાસભામાં દર વખતે ક્યા દેશના રાષ્ટ્ર પ્રમુખનું હોય છે સૌ પ્રથમ ભાષણ? જાણો તેના પાછળનું કારણ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!