GSTV

કોરોના/ મોદી સરકાર કેસ ઘટવાની ના કરે વાહવાહી : 24 કલાકમાં 4100 લોકોનાં થયાં મોત, 3 લાખ કરતાં ઓછા આવ્યા છે કેસ

ગામડા

Last Updated on May 17, 2021 by Bansari

ભારતમાં કોરોના સંક્રમણની ગતિમાં થોડો ઘટાડો થયો છે પરંતુ કોવિડ દર્દીઓના મૃતકઆંકમાં હજુ કોઈ ઘટાડો નથી નોંધાયો. દેશમાં છેલ્લા 24 કલાકમાં 3 લાખ કરતા ઓછા નવા કોરોના કેસ સામે આવ્યા છે જ્યારે કોવિડ મહામારીની લપેટમાં આવેલા આશરે 4,100 દર્દીઓએ પોતાનો દમ તોડ્યો છે.

કોરોના

વર્લ્ડોમીટરના અહેવાલ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 2.81 લાખ નવા કેસ સામે આવ્યા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસની સંખ્યા ઘટી રહી છે. જ્યારે મહારાષ્ટ્રમાં મૃત્યુનો સિલસિલો હજુ પણ વણથંભ્યો જ છે.

  • છેલ્લા 24 કલાકમાં કુલ 2,81,860 નવા કેસ નોંધાયા
  • છેલ્લા 24 કલાકમાં 4,092 લોકો મૃત્યુ પામ્યા
  • દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 2,49,64,925
  • દેશમાં અત્યાર સુધીમાં 2,11,67,609 લોકો સાજા થયા
  • દેશમાં કોરોનાના કારણે કુલ 2,74,411 લોકો મૃત્યુ પામ્યા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું કે, દેશમાં કોવિડ-19ના એક્ટિવ કેસની સંખ્યા ઘટી છે. સાથે જ કોરોના સંક્રમણનો દર પણ 16.98 ટકા થઈ ગયો છે. દેશમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા સંક્રમણના કુલ કેસના 14.66 ટકા છે. કુલ એક્ટિવ કેસ પૈકીના 74.69 ટકા એક્ટિવ કેસ 10 રાજ્યોમાંથી છે. તેમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ, રાજસ્થાન, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને છત્તીસગઢનો સમાવેશ થાય છે.

ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર વધુ ઘાતક અને જીવલેણ બની છે. જોકે, મે મહિનામાં તાજેતરમાં કોરોનાના કેસમાં ઘટાડો આવ્યો છે, પરંતુ મોતનું પ્રમાણ યથાવત્ રહ્યું છે. દેશમાં રવિવારે કોરોનાના નવા ૩.૧૧ લાખ કેસ નોંધાયા હતા, જે મે મહિનામાં એક દિવસમાં સૌથી ઓછા કેસ હતા. આ સાથે કુલ કેસ ૨.૪૬ કરોડ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩.૬૨ લાખ દર્દીઓ સાજા થયા છે. આ સાથે કુલ ૨.૦૭ કરોડથી વધુ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. દેશમાં કોરોનાના કેસ ઘટવા છતાં મોતની સંખ્યા ઘટી નથી. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૪,૦૦૦થી વધુનાં મોત થયા હતા. આ સાથે કુલ મૃત્યુઆંક ૨.૭૦ લાખ થયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં મે મહિનામાં કોરોનાની બીજી લહેર હવે ધીમી પડી રહી છે. કોરોનાના નવા કેસમાં નોંધપાત્ર ઘટાડો આવી રહ્યો છે. આ સાથે એક્ટિવ કેસ પણ ઘટયા છે. હાલ કોરોનાના એક્ટિવ કેસ ઘટીને ૩૬.૧૮ લાખ થયા છે, જે કુલ કેસના ૧૪.૬૬ ટકા જેટલા છે. છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસમાં ૫૫,૩૪૪ કેસનો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે દૈનિક પોઝિટિવિટી દર ઘટીને ૧૬.૯૮ ટકા રહ્યો હતો. દેશમાં છેલ્લા છ દિવસથી કોરોનાના નવા કેસમાં ઘટાડાની સામે કોરોનાથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધી રહી છે. પરિણામે રાષ્ટ્રીય રિકવરી રેટ સુધરીને ૮૪.૨૫ ટકા થયો છે જ્યારે મૃત્યુદર ૧.૦૯ ટકા રહ્યો છે.

દેશમાં કોરોના મહામારી પર નિયંત્રણ મેળવવા માટે વડાપ્રધાન મોદીએ રાજ્યોને ટેસ્ટ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર ધ્યાન આપવા પર ભાર મૂક્યો છે. આઈસીએમઆરના અહેવાલ મુજબ દેશમાં ૧૫મી મે સુધીમાં ૩૧.૪૮ કરોડ લોકોના કોરોનાના સેમ્પલ લેવાયા છે અને શનિવારે એક જ દિવસમાં ૧૮.૩૨ લાખથી વધુ લોકોનું કોરોના ટેસ્ટિંગ કરાયું હતું.

દરમિયાન કોરોના મહામારીના કેર વચ્ચે દેશના શહેરી વિસ્તારોમાં લૉકડાઉન અને કરફ્યૂ જેવા નિયંત્રણોની અસર દેખાવા લાગી છે અને કોરોનાના કેસ ઘટી રહ્યા છે, પરંતુ ગ્રામીણ વિસ્તારમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. વધુમાં ચિંતાજનક બાબત એ છે કે સ્વાસ્થ્ય સુવિધાઓથી સંપૂર્ણપણે વંચિત ગામડાઓમાં કોરોનાના કેસોની નોંધણી પણ નથી થઈ રહી. પરિણામે કેન્દ્ર સરકારે રવિવારે ગામડાઓમાં કોરોના ફેલાતો અટકાવવા માટે રાજ્યોને નવા દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. કેન્દ્ર સરકારે રાજ્યોને શહેરી વિસ્તારો નજીકના ગ્રામીણ વિસ્તારોમાં ઘર પર આઈસોલેશન શક્ય ન હોય ત્યાં અન્ય બીમારીઓથી પીડિત લક્ષણ વગરના અથવા હળવા લક્ષણવાળા દર્દીઓ માટે ઓછામાં ઓછા ૩૦ બેડવાળા કોવિડ કેર સેન્ટર બનાવવા સૂચન કર્યું છે.

કેસ

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે પેટા કેન્દ્રો અથવા સ્વાસ્થ્ય કેન્દ્રો તથા પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રો સહિત બધા જ સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રોમાં રેપીડ એન્ટીજેન ટેસ્ટ કિટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવે. આ સિવાય એએનએમને પણ રેપિડ એન્ટિજેન ટેસ્ટની તાલિમ આપવામાં આવે. આ ક્ષેત્રોમાં કોરોના સામે લડવા સમાજને સક્ષમ કરવા અને દરેક સ્તર પર પ્રાથમિક સ્તરે સ્વાસ્થ્ય માળખાને મજબૂત કરવાની જરૃર છે. દરેક ગામોમાં શરદી-તાવના કેસોમાં આશા વર્કર્સ નિરિક્ષણ રાખે. તેમની સાથે હેલ્થ સેનિટાઈઝેશન અને ન્યુટ્રિશન કમિટી પણ રહેશે, જે દર્દીઓમાં કોરોનાના લક્ષણ જણાય તેવા લોકોની ગ્રામીણ સ્તર પર સામુદાયિક સ્વાસ્થ્ય અધિકારી તાત્કાલિક ફોન પર સારવાર કરે તે જરૂરી છે.

Read Also

Related posts

Proud / ભારતીય સેના માટે ‘દ્રોણાગિરી’ સાબિત થશે આ એરક્રાફ્ટ, ખાસિયતો જાણીને ચીન-પાકિસ્તાન પડી જશે ઢીલા

Pritesh Mehta

VIDEO / વિશ્વના આઠમા સૌથી ઊંચા શિખર પર ITBPના અધિકારીઓએ ફરકાવ્યો તિરંગો, જવાનોએ અદમ્ય સાહસ અને શોર્યનો કરાવ્યો પરિચય

Zainul Ansari

PM Modi US Visit : યુએસ પ્રવાસ પર 65 કલાકમાં 20 બેઠકો: ઘણું વ્યસ્ત રહ્યું પીએમ મોદીનું શિડ્યુલ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!