GSTV
Corona Virus India News ટોપ સ્ટોરી

India Corona Update/ દેશમાં કોરોનાના 3.06 લાખ નવા કેસ: ડરાવી રહ્યાં છે એક્ટિવ કેસના આંકડા, 93 ટકાએ પહોંચ્યો રિકવરી રેટ

કોરોના

Coronavirus Update: ભારતમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેર સતત તબાહી મચાવી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 3 લાખ 6 હજાર 64 નવા કોરોના કેસ નોંધાયા છે. સારી વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં 2 લાખ 43 હજાર 495 લોકો સાજા થયા છે. પરંતુ હજુ પણ 22 લાખ 49 હજાર 335 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. કુલ સક્રિય કેસ 5.69 ટકા છે. ભારતમાં ગઈકાલે કોરોના વાયરસ માટે 14 લાખ 74 હજાર 753 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 20.75 ટકા લોકો સંક્રમિત જોવા મળ્યા હતા.

છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 439 લોકોના મોત

છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 3,06,064 નવા કેસ નોંધાયા છે અને 2,43,495 લોકો સ્વસ્થ થયા છે અને 439 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. દેશમાં ગઈકાલની સરખામણીએ 27,469 ઓછા કેસ નોંધાયા છે, જ્યારે ગઈકાલે કોરોના વાયરસના 3,33,533 કેસ નોંધાયા હતા.

કોરોના

કર્ણાટકમાં 24 કલાકમાં 50,210 નવા કેસ નોંધાયા

કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 50,210 નવા કેસ સામે આવ્યા છે. અગાઉ 5 મે, 2021ના રોજ રાજ્યમાં 50,112 કેસ મળી આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 19 કોરોના સંક્રમિતોના મોત થયા છે જ્યારે 22,842 લોકોએ આ સંક્રમણ જીતી લીધું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 3121274 લોકોએ કોરોનાને માત આપી છે. હાલમાં, એક્ટિવ કેસોની સંખ્યા એટલે કે અહીં સારવાર લઈ રહેલા ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 357796 છે.

કોરોના

મહારાષ્ટ્રમાં 40 હજાર કેસ

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 40,805 નવા કોવિડ કેસ નોંધાયા છે. આ દરમિયાન 44 મૃત્યુની પુષ્ટિ થઈ છે. રાજ્યમાં હવે 2,93,305 સક્રિય કેસ છે. આંકડાઓ પર નજર કરીએ તો પુણે શહેરમાં 6284, PCMCમાં 4085, નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 3477, મુંબઈમાં 2550, નાસિક અર્બન એરિયામાં 1644, નવી મુંબઈમાં 1166, અહેમદનગરમાં 10236 અને સાતારામાં 1069 કેસ નોંધાયા હતા.

Read Also

Related posts

VIDEO / મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશિયારી ફરી વિવાદોમાં, ચપ્પલ પહેરી શહીદોને આપી શ્રદ્ધાંજલિ

Kaushal Pancholi

સૌરાષ્ટ્ર! વર્ષ 2017ની ચૂંટણીમાં વધુ મતદાનથી કોંગ્રેસને થયો મોટો ફાયદો, જે બેઠક પર ઓછું મતદાન થયું પણ 50 ટકા બેઠકો કોંગ્રેસને ફાળે

pratikshah

આપ નેતા સત્યેન્દ્ર જૈનનો વધુ એક CCTV ફૂટેજ જેલમાંથી સામે આવ્યો, નવા વીડિયોમાં જેલના રૂમની સફાઈ

Padma Patel
GSTV