GSTV
Gujarat Government Advertisement

કહેર/ 24 કલાકમાં કોરોનાના 3.43 લાખ કેસ પણ મોતનો આંક 4000, રસીની અછત દેશને ભારે પડશે

Last Updated on May 14, 2021 by Damini Patel

દેશમાં કોરોનાના કારણે થઈ રહેલા મૃત્યુમાં કોઈ ઘટાડો નથી નોંધાઈ રહ્યો. દૈનિક સંક્રમણના કેસમાં ભલે ઘટાડો આવ્યો હોય પરંતુ મૃતકઆંક હજુ પણ ઉંચો જ છે. ગુરૂવારે દેશમાં કુલ 3,43,122 નવા કેસ સામે આવ્યા હતા અને 3,994 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેના એક દિવસ પહેલા બુધવારે 3,62,720 સંક્રમિતો નોંધાયા હતા અને 4,000થી વધારેના મોત થયા હતા. કોરોનામાં વેક્સિનેશન જ સૌથી બેસ્ટ ઉપાય છે પણ લોકો લાઈનોમાં ઉભા રહીને થાકી જાય છે છતાં વેક્સિન મળી રહી નથી.

દૈનિક કેસમાં ઘટાડો

કોરોના

જો કે, છેલ્લા 7 દિવસના આંકડા દૈનિક કેસમાં ઘટાડો આવ્યાનું જણાવે છે. શનિવારે 3.91 લાખ કેસ નોંધાયા હતા જ્યારે ગુરૂવારે 3.43 લાખ કેસ સામે આવ્યા છે. પરંતુ દૈનિક મૃતકઆંક હજુ પણ ઉંચો જ છે. છેલ્લા 7 દિવસની સરેરાશ દૈનિક 4,000 મૃત્યુની નોંધાઈ છે.

કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. કર્ણાટકમાં ગુરૂવારે 35,297 કેસ સામે આવ્યા હતા જ્યારે 5 મેના રોજ તે આંકડો 50,112 સુધી પહોંચી ગયો હતો. એ જ રીતે દિલ્હીમાં 10489, ઉત્તર પ્રદેશમાં 17775, છત્તીસગઢમાં 9121, મધ્ય પ્રદેશમાં 8419, બિહારમાં 7752 અને તેલંગાણામાં 4693 કેસ નોંધાયા હતા.

આ રાજ્યોમાં સૌથી વધારે કેસ

કોરોના

ગુરૂવારે તમિલનાડુમાં 30621 કેસ, બંગાળમાં 20839 કેસ નોંધાયા હતા જે ત્યાંનો અત્યાર સુધીનો સૌથી ઉંચો આંકડો છે. એ જ રીતે કેરળમાં 39955, આંધ્ર પ્રદેશમાં 22399, રાજસ્થાનમાં 15867, પંજાબમાં 8494 કેસ સામે આવ્યા હતા.

Read Also

Gujarat Government Advertisement

Related posts

રૂપાણી સરકાર ભરાશે : ગુજરાતમાં ફરી ખેડૂત આંદોલન ધમધમવાની સંભાવના, થઈ રહી છે અંદરખાને બેઠકો

Dhruv Brahmbhatt

રાજકારણ: શરદ પવારની આગેવાનીમાં ભાજપને ઘેરવાનો બનાવ્યો પ્લાન, સાંજે ચાર વાગ્યે મળવાની છે આ બેઠક

Pravin Makwana

UPSC Exam 2021: સિવિલ સેવા પ્રિલિમરી એક્ઝામ 2021 રદ કરાઈ, નવા શિડ્યૂલ મુજબ હવે આ તારીખે લેવાશે પરીક્ષા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!