GSTV
Gujarat Government Advertisement

કોરોના/ રેલવેએ 26 ટ્રેનો રદ કરી, મુંબઈથી દિલ્હીની 8 ટ્રેનો રદ થતાં ગુજરાતને પણ અસર, આ છે કારણ

ટ્રેનો

Last Updated on May 8, 2021 by Damini Patel

પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવેએ મુંબઇથી જતી અને આવતી કુલ ૩૪ ટ્રેનો રદ કરી છે. કોરોનાની મહામારીને કારણે મોટાભાગની ટ્રેનોમાં મુસાફરોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. પરિણામે મધ્ય અને પશ્ચિમ એમ બંને રેલવેએ આટલી બધી ટ્રેનો રદ કરી છે.

મધ્ય રેલવેનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે અમે કુલ ૨૬ ટ્રેનો રદ કરી છે. આ ૨૬ ટ્રેનોમાં મુંબઇથી ઉપડતી અને મુંબઇ આવતી ૧૫ ટ્રેનોનો સમાવેશ થાય છે. આ તમામ ટ્રેનો જૂનના અંત સુધી રદ કરવામાં આવી છે. હાલ કોરોનાની મહામારીના બીજા હુમલાને કારણે અને કડક સરકારી પ્રતિબંધોને કારણે મુસાફરોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે.

સૂચના ન મળે ત્યાં સુધી 8 ટ્રેનો રદ

બીજીબાજુ પશ્ચિમ રેલવેનાં સૂત્રોએ પણ એવી માહિતી આપી હતી કે અમે બીજી સૂચના ન મળે ત્યાં સુધી આઠ ટ્રેનો રદ કરી છે. આ તમામ ટ્રેનો મુંબઇ, રાજસ્થાન, ગુજરાત અને નવી દિલ્હી વચ્ચે દોડે છે.

રદ થયેલી ટ્રેનો – ૦૧૦૨૭/૮ દાદર-પંઢરપુર, ૦૧૦૪૧/૨ દાદર-સાઇ નગર શિર્ડી સ્પેશિયલ, ૦૧૧૩૧/૩૨ દાદર-સાઇનગર શિર્ડી સ્પેશિયલ, ૦૧૧૩૯/૪૦ સી.એસ.એમ.ટી.-ગાડગ, ૦૧૪૧૧/૨ સી.એસ.એમ.ટી.-કોલ્હાપુર, ૦૨૦૧૫/૬ સી.એસ.એમ.ટી.-પુણે અને ૦૧૨૨૩/૪ એલ.ટી.ટી.-એર્નાકુલમ વગેરેનો સમાવેશ થાય છે.

મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેનાં સૂત્રોએ એવી સ્પષ્ટતા પણ કરી હતી કે અમે સમગ્ર પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીશું. મુસાફરોની સંખ્યામાં હજી પણ ઘટાડો નોંધાશે તો કદાચ વધુ ટ્રેનો રદ કરવામાં આવશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!