GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

ભારત 1.50 લાખને પાર તો વિશ્વમાં 11 દિવસમાં 10 લાખ Coronaના કેસ વધ્યા, મે ભારે પડશે મોદીને

Corona

ભારતમાં કોરોના (Corona) સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમા કોરોનાના 6,387 નવા કેસ સામે આવ્યા છે. જે બાદ ભારતમાં કોરોના વાઈરસ સંક્રમિતોની અત્યાર સુધી કુલ સંખ્યા 1 લાખ 51 હજારને પાર પહોંચી ગઈ છે. દેશમાં કોરોનાના અત્યાર સુધી કુલ 15,1,767 કેસ નોંધાયા છે. આ દરમિયાન 170 લોકોના મોત બાદ દેશમાં મોતનો આંકડો વધીને 4,337 પહોંચી ગયો છે.

દેશમાં હાલ Coronaના 83,0,04 એક્ટિવ કેસ

દેશમાં હાલ 83,0,04 એક્ટિવ કેસ છે એટલે કે આની સારવાર ચાલી રહી છે. રાહતની વાત એ છે કે કોરોનાના અત્યાર સુધી 64426 લોકો સાજા પણ થયા છે. દેશમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ 42.45 ટકા છે. દેશમાં સૌથી વધારે પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્રની પરિસ્થિતિ ખરાબ છે. અહીં કોરોના દર્દીઓની સંખ્યા 52 હજારથી પણ વધારે થઈ ગઈ છે. 24 કલાકમાં 60ના મોતની સાથે મૃતકોની સંખ્યા 1,695 થઈ ગઈ છે. રાજ્યમાં ગત એક અઠવાડિયાથી દરેક દિવસે બે હજાર નવા કેસ નોંધાયા છે. જે બાદ બીજા નંબરે તમિલનાડુનો છે જ્યાં અત્યાર સુધી કોરોનાના કુલ કેસ 17,082 નોંધાયા છે. તમિલનાડુમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કુલ 805 નવા કેસ સામે આવ્યા છે અને 7 નવા મોત બાદ મૃતકોની સંખ્યા 118 પહોંચી ગઈ છે.

વિશ્વમાં અત્યાર સુધીમાં Corona વાઇરસના કુલ 55 લાખ કેસ નોંધાયા

વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના કુલ 55 લાખ કેસ નોંધાયા છે. જેમાંથી બે-તૃતિયાંશ કેસો યુરોપ અને અમેરિકામાં જ નોંધાયા છે. જ્યારે કોરોના મહામારીમાં મૃત્યુ પામનારાની સંખ્યા 3,46,188 થઇ છે. યુરોપમાં 1,72,824 જણાના મોત થયા હતા જ્યારે અમેરિકામાં  એક લાખથી વધુ લોક મોતને ભેટયા છે. છેલ્લા એક મહિનામાં કોવિડ-19ના કેસોની સંખ્યા વધીને બમણી થઇ છે. નવા દસ લાખ કેસો તો માત્ર છેલ્લા 11 દિવસમાં જ નોંધાયા છે. ચીને પણ કોરોના ફરી ઉથલો મારે તે પૂર્વે સાવચેતીના પગલાં રૂપે વુહાનમાં બાર દિવસમાં 7 મિલિયન લોકોના ટેસ્ટ કર્યા છે. ચીને કોરોના ફરી ફાટી ન નીકળે તે માટે સમગ્ર વુહાનમાં મોટાપાયે ટેસ્ટિંગની ઝૂંબેશ હાથ ધરી હતી તે આજે પુરી થઇ હતી.

ચીનના પ્રમુખ શી જિનપિંગે શાંઘાઇમાં હુબેઇના પ્રતિનિધિઓ સાથે ખાસ બેઠક યોજી તેમને ભારે મહેનત કરીને મેળવેલી સફળતા એળે ન જવા દેવાની તાકીદ કરી હતી. ચીને આ મહામારીનો તાગ મેળવવા માટે હવે સેરોલોજિકલ સર્વે હાથ ધરવાનું નક્કી કર્યું છે. આ પ્રોજેક્ટમાં સંશોધકો લોકોના જૂથના રક્તના નમૂના મેળવશે અને જોશે કે તેમાં વાઇરસ સામે લડવા માટે જરૂરી એન્ટીબોડીઝ ક્યારેય મોજૂદ હતાં કે કેમ. આ બાબત દર્શાવે છે કે તેમને કોઇ એક સમયે કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હતો.

કયા દેશમાં કોરોનાની આજે શું સ્થિતિ છે તે જોઈએ

દેશકેસમોત
અમેરિકા17,25,2751,00,572
બ્રાઝીલ394,50724,593
રશિયા362,3423,807
સ્પેન283,33927,117
બ્રિટન265,22737,048
ઈટાલી230,55532,955
ફ્રાન્સ182,72228,530
જર્મની181,2888,498
તુર્કી158,7624,397
ભારત150,7934,344
ઈરાન139,5117,508
પેરુ129,7513,788
કેનેડા86,6476,639
ચીન82,9934,634
ચીલી77,961806
સાઉદી અરબ76,726411
મેક્સિકો 74,5608,134
પાકિસ્તાન57,7051,197
બેલ્જિયમ57,4559,334
કતાર47,20728
નેધરલેન્ડ45,5785,856
બેલારુસ38,059208
બાંગ્લાદેશ36,751522
સ્વીડન34,4404,125

Read Also

Related posts

જો તમને ATMમાંથી નકલી નોટ નીકળી છે તો ગભરાશો નહીં, તુરંત કરો આ કામ

Mansi Patel

ભારત અને ચીન વચ્ચે તણાવનો સૌથી મોટો ફાયદો લઈ રહ્યો છે આ દેશ : કંપનીઓને થઈ ગયાં બખ્ખાં

Pravin Makwana

2.2 કરોડ પશુઓ આ રોગથી છે ભારતમાં પીડિત, જો માણસમાં ફેલાયો તો ગંભીર ખતરો ઉભો થશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!