GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

સમગ્ર દેશમાં કોરોનાનો આંક 5 હજારની નજીક, કુલ 124 લોકોના મોત

ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે, મંગળવારે જાહેર કરેલા આંકડા મુજબ દર્દીઓની સંખ્યા 5 હજારની નજીક પહોંચવા આવી છે. દેશમાં હાલ 4,789 સંક્રમણનાં દર્દીઓ નોંધાયા છે. જેમાંથી અત્યાર સુંધી 124 લોકોનાં મોત થઈ ચુક્યા છે, છેલ્લા 24 કલાકમાં 13નાં મોત અને 508 નવા દર્દીઓ સામે આવ્યા છે.

મહારાષ્ટ્રમાં આંક 1 હજારને પાર

મહારાષ્ટ્ર હાલ દેશનું સૌપ્રથમ રાજ્ય બન્યું છે, જ્યાં કોરોના દર્દીઓની સંખ્યા 1 હજારને પાર પહોંચી ગઇ છે, અહીં કોવિડ-19નાં 159 કેસ નવા કેસ નોંધાયા છે. ફક્ત મુંબઇમાં જ 116 નવા કોરોના કેસ બહાર આવ્યા છે, રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 1018 થઈ ગઈ છે. તબલિગી જમાતમાં સામેલ થયેલા 1400 લોકો માંથી 50 હજૂ પણ લાપતા છે. અને તેમનો સંપર્ક થઈ શકતો નથી.

જમ્મુ કાશ્મીરમાં આજે ત્રીજુ મોત

જમ્મુ કાશ્મીરમાં પણ કોરોના વાયરસના કારણે ત્રીજૂ મોત થયું છે. બાંદીપોરના એક શખ્સનું શ્રીનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. તો વળી જમ્મુ કાશ્મીરમાં કોરોના વાયરસના 15 નવા કેસ સામે આવ્યા છે. જે બાદ અહીં કોરોના વાયરસના કેસની સંખ્યા 125 થઈ ગઈ છે.

બિહારમાં બે નવા કેસ

બિહારમાં પણ આજે કોરોના વાયરસના બે નવા કેસ સામે આવ્યા છે. આ બંને કેસ સિવાનના છે. ત્યારે હવે બિહારમાં કુલ સંક્રમિત કેસની સંખ્યા 34 થઈ ગઈ છે.

કેરલમાં 9 નવા કેસ સામે આવ્યા છે

કેરલના મુખ્યમંત્રી પિનરઈ વિજયને જણાવ્યું હતું કે, રાજ્યમાં આજે કોરોના વાયરસના નવ નવા કેસ સામે આવ્યા છે. ચારર કાસરગોડમાંથી, ત્રણ કન્નૂરમાંથી, એક એક કોલ્લમ અને મલપ્પુરમમાંના છે. જેમાંથી ચાર લોકો વિદેશમાંથી આવ્યા છે. બે તલ્બિગી જમાતના છે અને ત્રણ લોકો સંક્રમિતના સંપર્કમાં આવવાથી થયા છે.

તમિલનાડૂમાં આજે તબ્લિગી જમાતના 63 કોરોના પોઝિટીવ કેસ

તમિલનાડૂમાં આજે 69 કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જેમાં 63 લોકો દિલ્હીની મરકઝમાં સામેલ તબ્લિગી જમાતના લોકો છે. રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યા 636 પહોંચી ગઈ છે.

રેલ્વેમાં બની રહ્યા છે આઈસોલેશન વોર્ડ

ભારતીય રેલ્વેએ પણ 2500 કોચમાં 40 હજાર આઈસોલેશન બેડ તૈયાર કરી રાખ્યા છે. રેલવે દરરોજ 133 સ્થાનો પર 375 આઈસોલેશન બેડ બનાવી રહી છે.

READ ALSO

Related posts

સીમા પર તેજ હલચલ,ચીનનાં જવાબમાં ભારત વધારી રહ્યુ છે સૈન્ય તાકાત

Mansi Patel

‘પત્ની જેવો છે Corona વાયરસ’ ઈન્ડોનેશિયાનાં મંત્રીનાં નિવેદન પર થઈ ગયો હંગામો

Mansi Patel

રાજ્યમાં દુકાનો સાંજે 7 વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખી શકાશે, સમગ્ર ગુજરાતમાં ST સેવા શરૂ કરાઈ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!