GSTV
India News Trending

ભયાવહ બનતી કોરોના મહામારી : 24 કલાકમાં 24 હજાર હશે કેસ, આજે 21 હજાર

મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળ જેવા કેટલાક રાજ્યોમાં રવિવારે એક દિવસમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા હતા. પરિણામે દેશમાં પણ રવિવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના સૌથી વધુ 21,203 કેસ નોંધાયા હતા અને વધુ 390નાં મોત નીપજ્યાં હતાં. આ સાથે પીટીઆઈની રાજ્યવાર ટેલી મુજબ ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 5,41,040 થઈ ગઈ છે જ્યારે કુલ મૃત્યુઆંક 16,478 થયો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3,20,887 દર્દી સાજા થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે. આમ, ભારતમાં કોરોનાનો રીકવરી રેટ 59.30 ટકા થયો છે.

ડેર ટુ ડોર સર્વે હાથ ધરવાની કામગીરી

દેશમાં કોરોનાની સ્થિતિ વધુને વધુ ગંભીર થઈ રહી હોવાથી મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશે તેમની કન્ટેનમેન્ટ સ્ટ્રેટેજીને વધુ આકરી બનાવતાં ડોર-ટુ-ડોર સરવે હાથ ધરવાની જાહેરાત કરી છે. અગાઉ દિલ્હી, ગોવા, ઓડિશા અને ઝારખંડ જેવા રાજ્યોએ પણ આ સ્ટ્રેટેજી અપનાવવાની જાહેરાત કરી હતી. દેશમાં રવિવારે સતત પાંચમા દિવસે કોરોનાના 15,000થી વધુ કેસ નોંધાયા છે.

સાડા પાંચ લાખની આસપાસ દર્દીઓની સંખ્યા

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં કોરોનાના કેસની કુલ સંખ્યા ભલે 5.41 લાખથી વધુ થઈ હોય પરંતુ સ્થિતી અત્યંત ખરાબ નથી. કારણ કે કોરોનાના આ 5.41 લાખ દર્દીઓમાંથી 3.20 લાખથી વધુ દર્દી સાજા થઈ ગયા છે. હાલ કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા એકંદરે 2.03 લાખ જેટલી છે જ્યારે તેના કરતાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા લગભગ સવા લાખ જેટલી વધુ છે. આ બાબત દર્શાવે છે કે રાજ્યો દ્વારા કોરોના સામેની લડતમાં લેવાયેલા પગલાં પ્રોત્સાહનજનક છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ દેશમાં સૌથી વધુ છે, ત્યાં રવિવારે એક દિવસમાં સૌથી વધુ 5,493 નવા કેસ નોંધાયા હતા. પરિણામે રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1,64,626 થઈ ગઈ છે જ્યારે કુલ મૃત્યુઆંક 7429 થયો છે તેમ એક સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું હતું. મહારાષ્ટ્ર ઉપરાંત અન્ય કેટલાક રાજ્યોમાં પણ રવિવારે એક દિવસમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હતા, જેમાં તમિલનાડુમાં નવા 3,940 કેસ સામે આવ્યા છે. આ સાથે તમિલનાડુમાં કોરોનાના કુલ કેસ 82,275 થયા છે જ્યારે મૃત્યુઆંક 1079 થયો છે.

ગુજરાતમાં ગત રોજ 624 નવા કેસ

ગુજરાતમાં પણ રવિવારે નવા 624 કેસ સામે આવતાં કુલ કેસ 31,397 અને મૃત્યુઆંક 1809 થયો હતો. આંધ્ર પ્રદેશમાં નવા 813 કેસ જ્યારે પશ્ચિમ બંગાળમાં નવા 572 કેસ નોંધાયા હતા. કર્ણાટકમાં પણ નવા 1,200 કેસ સામે આવતાં કુલ કેસની સંખ્યા 13,190 થઈ હતી. દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થતાં સત્તાવાળાઓ દ્વારા નવી વ્યૂહરચનાનો અમલ કરાયો છે, જેના ભાગરૂપે કોવિડ-19ના કન્ટેનમેન્ટ ઝોન 218થી વધારીને 417 કરાયા છે અને અંદાજે 2.45 લાખ લોકોનો ડોર-ટુ-ડોર સરવે કરાઈ રહ્યો છે.

6ઠ્ઠી જુલાઈ સુધીમાં દરેક ઘરના સ્ક્રિનિંગની પ્રક્રિયા પૂરી થઈ જશે તેમ એક અિધકારીએ જણાવ્યું હતું. આઈસીએમઆરના સેરોપ્રીવલન્સ સરવેમાં જણાયું હતું કે કોલકાતામાં અંદાજે 14 ટકાથી વધુ લોકોમાં કોવિડ-19 એન્ટીબોડી ડેવલપ થઈ છે. વરિષ્ઠ ડોક્ટરોના જણાવ્યા મુજબ આ સરવે સંકેત આપે છે કે કોરોના વાઈરસનું ટ્રાન્સમિશન મેટ્રોપોલીસમાં ચરમ સીમા પર છે. દરમિયાન બિહારમાં એક મંત્રી વિનોદ કુમાર સિંહ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તેમનો અને તેમની પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને કટિહાર જિલ્લામાં એક સિટી હોટેલમાં આઈસોલેશન વોર્ડમાં મોકલી દેવાયા છે.

READ ALSO

Related posts

અગ્નિવીર માટે ખાનગી નોકરીઓ માટે કોર્પોરેટ ભરતી યોજના, અદાણી-ટાટા જેવી કંપનીઓમાં તક

Kaushal Pancholi

મની લોન્ડરિંગ કેસમાં EDની કાર્યવાહીઃ બરતરફ IAS પૂજા સિંઘલની 82.77 કરોડની સંપત્તિ ટાંચમાં, જૂનમાં થઈ હતી ધરપકડ

Kaushal Pancholi

બહાદુર કાશ્મીરી યુવતી રૂખસાના કૌસરની ભૂમિકા ભજવતી જોવા મળશે શ્રદ્ધા કપૂર

Siddhi Sheth
GSTV