GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસમાં દરરોજ રેકોર્ડબ્રેક કેસ નોંધાય છે અને હવે ભારત દુનિયાના સૌથી વધુ પોઝિટિવ કેસની સંખ્યામાં રશિયાને પાછળ રાખીને ત્રીજા ક્રમે પહોંચી ગયુ છે.

24 કલાકમાં આવ્યા નવા કેસ

ભારતમાં 24 કલાકમાં 23 હજાર 932 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે બાદ નવા કેસ આવતા દેશમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 7 લાખ પાંચ હજારને પાર પહોંચી ગઇ છે. દેશમાં બે લાખ 55 હજારથી વધુ એક્ટિવ કેસ છે અને છેલ્લા 24 કલાકમાં 421 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો હતો. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 19 હજાર 800એ પહોંચ્યો છે. જોકે ચાર લાખ 30 હજારથી વધુ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

21 રાજ્યોમાં 60 ટકાથી વધુ રિકવરી રેટ

સ્વાસ્થ્ય મંત્રાલયના મતે દેશમાં 21 રાજ્યોમાં રિકવરી રેટ 61.21 ટકાની રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ છે. કોરોનાનો ઊંચો રિકવરી રેટ ધરાવતા રાજ્યોમાં દિલ્હી, ગુજરાત, ઉત્તર પ્રદેશનો પણ સમાવેશ થાય છે, જે કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા ટોચના પાંચ રાજ્યોમાં પણ સામેલ છે. કોરોનાનો રીકવરી રેટ દિલ્હીમાં 71.73, ગુજરાતમાં 71.94 ટકા જ્યારે ઉત્તર પ્રદેશમાં 67.71 ટકા છે. 21 રાજ્યોમાં સૌથી વધુ રીકવરી રેટ ચંડીગઢમાં 85.9 ટકા છે.

READ ALSO

Related posts

સસ્તા ભાવે મોબાઈલ, લેપટોપના વેચાણના નામે છેતરપીંડી કરતા 3 વ્યક્તિની ધરપકડ, 1100 લોકો સાથે કરી છે ઠગાઈ

Nilesh Jethva

રાજસ્થાનમાં રાજકીય સંકટ વચ્ચે CM ગેહલોત પહોંચ્યાં જેસલમેર, ભાજપના નેતાઓ ઉપર સાધ્યું નિશાન

Mansi Patel

અખિલેશ બાદ માયાવતી પણ કરશે બ્રાહ્મણોને ખુશ, સત્તામાં આવશે તો પરશુરામની પ્રતિમા લગાવશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!