GSTV

Coronaની કંપારી વચ્ચે દેશ માટે આવ્યા સારા સમાચાર, હોટ સ્પોટ વિસ્તારોમાં થયો આટલો ઘટાડો

ઈરાન

Last Updated on April 30, 2020 by Mayur

દેશમાં કોરોના (Corona) વાયરસ હોટસ્પોટ જિલ્લાઓની સંખ્યામાં 15 દિવસમાં 41 ઘટી જતા 170થી 129 થઈ ગઈ છે. જોકે આ કારણે સંક્રમણ મુક્ત જિલ્લાઓ અને ગ્રીન જોનની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. આ સંખ્યા 325થી ઘટીને 307 થઈ ગઈ છે. સુત્રોના જણાવ્યા અનુસાર નોન હોટસ્પોટ જિલ્લાઓ અથવા ઓરેન્જ જોન 207થી વધીને 297 સુધી પહોંચી ગયા છે.

Corona

કેવી રીતે કર્યા હતા વિભાજીત ?

કેન્દ્ર સરકારે 15 એપ્રિલના રોજ દેશભરનાં જિલ્લાઓને ત્રણ શ્રેણીમાં વિભાજીત કર્યા હતા. એવા જિલ્લાઓ જ્યાં કોરોના (Corona) વાઈરસના અગણિત કેસ સામે આવી રહ્યા હતા. તેમને રેડ જોન અથવા તો હોટસ્પોટમાં રાખવામાં આવ્યા. એવા જિલ્લાઓ જ્યાં રેડ જોન કરતાં ઓછા કેસ સામે આવ્યા ત્યાં ઓરેન્જ જોન અથવા તો નોન હોટસ્પોટ જિલ્લાઓ કરવામાં આવ્યા. સાથે જ એવા જિલ્લાઓ જ્યાં કોવિડ-19નો એક પણ કેસ નથી તેને ગ્રીન જોનમાં રાખવામાં આવ્યા. રેડ જોનને ગ્રીન જોન જાહેર કરવા માટે 28 દિવસ સુધી કોવિડ-19ના (Corona) સંક્રમણનો એક પણ કેસ સામે ન આવવો જોઈએ. તો ઓરેન્જ જોન માટે આ અવધિ 14 દિવસ કરવામાં આવી છે.

coro

25 રાજ્યોમાં હોટસ્પોટ જિલ્લા

15 એપ્રિલના રોજ 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 170 જિલ્લાઓને કોરોના (Corona) વાયરસ હોટસ્પોટ શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. જેમાં 123 વ્યાપક કેસની સાથે સાથે હોટસ્પોટ જ્યારે 47 થોડા ઓછા કેસની સાથે હતા. સરકારે કહ્યું હતું કે, 325 જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નથી આવ્યો. કારણ કે ત્યાં પાયાથી પગલા ભરવામાં આવ્યા છે.

Corona

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીએ શું કહ્યું ?

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડો હર્ષવર્ધને મંગળવારે જ કહ્યું હતું કે, દેશના 80 જિલ્લાઓમાં ગત્ત સાત દિવસમાં એક પણ કેસ સામે આવ્યો નથી. જ્યારે 47 જિલ્લા એવા છે જ્યાં 14 દિવસથી એક પણ કેસ સામે આવ્યો નથી. 39 જિલ્લાઓમાં ગત્ત 21 દિવસ અને અને 17 જિલ્લાઓમાં 28 દિવસથી એક પણ કેસ સામે આવ્યો નથી.

READ ALSO

Related posts

ચોંકાવનારો ખુલાસો / કોરોના દરમિયાન સામાન્ય નાગરિકોને મન ફાવે તેમ લૂંટવામાં આવ્યા, માનવતા થઈ શર્મસાર

Zainul Ansari

Desi Jugaad : ખેડૂતે ખેતરમાં લગાવ્યું આટલું જબરદસ્ત ઉપકરણ, જોયા પછી તમે પણ બોલી ઉઠશો ‘ક્યા બાત હૈ’

Vishvesh Dave

સક્સેસ સ્ટોરી / પિતા શેરી-શેરીમાં જઈને વહેંચતા હતા કપડાં, પુત્રએ આઈએએસ બનીને બદલ્યું પિતાનું જીવન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!