GSTV
Gujarat Government Advertisement

દેશમાં છેલ્લાં 14 દિવસથી કોરોનાથી રોજના 3 હજાર 500થી પણ વધુ મોત, સ્મશાનગૃહોમાં લાંબુ વેઇટિંગ

Last Updated on May 12, 2021 by Dhruv Brahmbhatt

ભારતમાં કોરોનાને કારણે થનારા મોતનો આંક 2 લાખ 50 હજારને પાર પહોંચ્યો છે. કોરોનાને કારણે ભારત કરતા વધુ મોત માત્ર અમેરિકા અને બ્રાઝિલમાં જ થયા છે. ભારતમાં 100 કોરોના સંક્રમિતોમાંથી મૃત્યુનો દર 1.1 છે, જ્યારે અમેરિકામાં આ દર 1.8 અને બ્રાઝિલમાં 2.7 જેટલો છે. દક્ષિણ આફ્રિકામાં 100 સંક્રમિતોમાંથી 3.4 લોકો કોરોનેને કારણે જીવ ગુમાવે છે.

કોરોના

સમગ્ર વિશ્વમાં કોરોનાથી 7.6 ટકા મોત ભારતમાં

વિશ્વમાં કોરોનાને કારણે થયેલા મોતમાંથી 18 ટકા મોત અમેરિકામાં, 12.8 ટકા બ્રાઝિલમાં અને 7.6 ટકા મોત ભારતમાં થયા છે. ભારતમાં ગત 14 દિવસમાં 2 દિવસને બાદ રાખતા રોજ 3 હજાર 500થી વધુ લોકોના કોરોનાને કારણે મોત થયા છે. જ્યારે ગત 14 દિવસમાં ઘણીવાર કોરોનાથી થતા મોતનો આંક 4 હજાર પાર પણ પહોંચ્યો હતો.

કોરોના

અનેક શહેરોમાં મોતના આંક છૂપાવવામાં આવી રહ્યાં હોવાની ફરિયાદો

ભારતનાં ઘણાં શહેરોમાં મોતના આંક છૂપાવવામાં આવી રહ્યાં હોવાની ફરિયાદો સામે આવી રહી છે. આ દરમિયાન સ્મશાનમાં વેઈટિંગથી લઈ નદીઓમાં મૃતદેહો પધરાવવાના અહેવાલો પણ સામે આવી ચૂક્યાં છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ સરકારને કોરોના સંક્રમિતો અને કોરોનાથી થતા મોતના વાસ્તવિક આંકડા દર્શાવવા માટે અપીલ કરી હતી.

દેશમાં એક દિવસમાં સૌથી વધુ કોરોના દર્દી મૃત્યુ પામ્યા,

અત્રે નોંધનીય છે કે, ભારતમાં કોરોના વાઇરસના કેસો મોટા પ્રમાણમાં સામે આવી રહ્યા છે. જોકે છેલ્લા બે દિવસથી સાજા થનારાની સંખ્યા નવા કેસો સામે વધારે છે. જે રાહતના સમાચાર છે. જોકે મૃત્યુઆંક સતત ચિંતાનો વિષય બન્યો છે. ભારતમાં કોરોના વાઇરસ સંક્રમણના કારણે એક દિવસમાં સૌથી વધુ 4205 દર્દી મૃત્યુ પામ્યા છે, તેની સાથે કુલ મૃત્યુઆંક 2,54,197એ પહોંચ્યો છે.

મહેસાણા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,48,421 નવા કેસ સામે આવ્યા છે, તેની સાથે કુલ આંકડો 2 કરોડ 33 લાખ 40 હજાર 933એ પહોંચ્યો છે. જ્યારે આ જ સમયગાળા દરમિયાન 3,55,338 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે, તેની સાથે જ સાજા થનારાની સંખ્યા 1,93,82,642એ પહોંચી છે. ભારતમાં હાલ 37,04,099 એક્ટિવ કેસ છે, જે સંક્રમણના કુલ કેસોના 15.87 ટકા છે, જ્યારે સંક્રમિત લોકોના સ્વસ્થ થવાનો દર 83.04 ટકા થયો છે. ઉપરાંત મૃત્યુદર1.09 ટકા છે.

ઉલ્લેખનીય છે કે કર્ણાટક, કેરળ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, પંજાબ, આસામ, ઓડિશા, હિમાચલ પ્રદેશ, મેઘાલય અને ત્રિપુરા જેવા ૧૬ રાજ્યોમાં હજી પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. દેશભરમાં કોરોનાનો સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ૧૫થી ૨૧ એપ્રિલે ૭૩થી વધીને ૨૯ એપ્રિલથી ૫ મે વચ્ચે ૧૮૨ થયો હતો. છેલ્લા બે સપ્તાહમાં પૂણે, નાગપુર, પાલઘર અને નાસિક, લખનઉ, વારાણસી, કાનપુર નગર, ભોપાલ ગ્વારિયર, પટણા, રાંચી, રાયપુર સહિતના શહેરોમાં કોરોનાના કેસમાં ઘટાડો સતત ચાલુ રહ્યો છે. સરકારે કહ્યું કે દેશમાં ૧૩ રાજ્યોમાં કોરોનાના એક્ટિવ કેસ એક લાખથી વધુ છે અને ૨૬ રાજ્યોમાં પોઝિટિવિટી રેટ ૧૫ ટકાથી વધુ છે. બીજીબાજુ દેશમાં એક્ટિવ કેસમાં પણ ઘટાડો નોંધાયો છે. દેશમાં ૬૧ દિવસ પછી પહેલી વખત ૨૪ કલાકમાં કોરોનાના એક્ટિવ કેસમાં ૩૦,૦૧૬ કેસનો ઘટાડો થયો છે. આ સાથે મંગળવારે કુલ એક્ટિવ કેસ ૩૭.૦૫ લાખથી વધુ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!