GSTV

સાચવજો/ આ બે રાજ્યોમાં કોરોનાએ ફરી ઉચક્યું માથુ, છેલ્લા 24 કલાકના મોતના આંકડા જોઇને જ ફફડી જશો

કોરોના

Last Updated on October 4, 2021 by Bansari

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૨,૮૪૨ નવા કેસો નોંધવામાં આવ્યા છ. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૩,૩૮,૧૩, ૯૦૩ થઇ ગઇ છે. તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે. જો કે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે વધુ ૨૪૪ લોકોનાં મોત થતાં અત્યાર સુધી કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૪,૪૮,૮૧૭ થઇ ગઇ છે. એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને ૨,૭૦,૫૫૭ થઇ ગઇ છે. જે છેલ્લા ૧૯૯ દિવસના સૌથી ઓછા કેસ છે.

vaccine

દેશમાં કોરોના વેક્સિનના અપાયેલા ડોઝની સંખ્યા ૯૦.૫૧ કરોડને પાર

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૨૪૪ લોકોના મોત થયા છે. જે પૈકી ૧૨૧ મોત કેરળમા અને ૪૯ મોત મહારાષ્ટ્રમાં થયા છે. દેશમાં અત્યાર સુધી કોરોના વેક્સિનના અપાયેલા ડોઝની સંખ્યા ૯૦.૫૧ કરોડને પાર થઇ ગઇ છે.

કોરોના

એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને ૨,૭૦,૫૫૭

અત્યાર સુધીમા કોરનાને કારણે કુલ ૪,૪૮,૮૧૭ લોકોનાં મોત થયા છે. જે પૈકી ૧,૩૯,૧૬૬ મોત મહારાષ્ટ્રમાં, ૩૭૮૧૧ મોત કર્ણાટકમાં, ૩૫,૬૨૭ મોત તમિલનાડુમાં, ૨૫,૩૦૩ મોત કેરળમાં, ૨૫,૦૮૮ માત દિલ્હીમાં, ૨૨,૮૯૪ મોત ઉત્તર પ્રદેશમાં અને ૧૮,૮૧૫ મોત પશ્ચિમ બંગાળમાં થયા છે.

Read Also

Related posts

શિયાળામાં ચોમાસું: રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો, છેલ્લા 24 કલાકમાં 122 તાલુકાઓમાં માવઠું

pratik shah

મુંબઈ અટેક / 26/11 આતંકવાદી હુમલાને લઈ ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીનો સનસનીખેજ દાવો, જણાવ્યું કોણ હતું ષડયંત્ર પાછળ

Zainul Ansari

BMPT Terminator : રશિયન સેનામાં તૈનાત થઈ આગ ઓકતી સુપર પાવરફુલ ટર્મિનેટર ટેન્ક, હવે દુશ્મનોની ખેર નથી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!