GSTV

દેશમાં કોરોનાની સ્થિતિ અતિગંભીર: બે જ દિવસમાં એક લાખ કેસ, આજે કુલ કેસનો આંક 17 લાખને પાર થઇ જશે

Corona

ભારતમાં કોરોના મહામારીની સ્થિતિ ગંભીરથી અતિ ગંભીર બની રહી છે. દેશમાં શુક્રવારે 24 કલાકમાં કોરોનાના સૌથી વધુ 56,063 કેસ નોંધાતા માત્ર બે જ દિવસમાં વધુ એક લાખ કેસ નોંધાયા છે અને કોરોનાના કુલ કેસની સંખ્યા 16,91,365 થઈ છે. આ સાથે શનિવારે કોરોનાના કેસ 17 લાખને પાર થઈ જશે.

દેશમાં શુક્રવારે કોરોનાથી વધુ 759નાં મોત નીપજ્યાં હતા. આ સાથે કુલ મૃત્યુઆંક 36,503 થયો છે. દેશમાં અત્યાર સુધીમાં 10,89,926 દર્દીઓ સાજા થઈ ગયા છે તેમ પીટીઆઈની રાજ્યવાર ટેલીમાં જણાવાયું હતું. દરમિયાન દિલ્હીમાં કોરોનાના સંકટમાં પણ એલજી અને મુખ્યમંત્રી વચ્ચેનો સંઘર્ષ ઊજાગર થયો છે.દેશભરમાં 1લી ઓગસ્ટથી અનલૉક-3નો અમલ થવા જઈ રહ્યો છે ત્યારે દિલ્હીમાં કોરોનાના સંકટમાં પણ આપ સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે.

કેજરીવાલ સરકારે અનલૉક-3માં હોટેલ ખોલવા અને ટ્રાયલ બેઝિસ પર એક સપ્તાહ માટે સાપ્તાહિક બજાર ખોલવા અંગે ગુરૂવારે જાહેરાત કરી હતી. પરંતુ લેફ્ટનન્ટ જનરલ અનિલ બૈજલે શુક્રવારે કેજરીવાલ સરકારના આ બંને મહત્વપૂર્ણ નિર્ણયો પલટી નાંખ્યા હતા. લેફ્ટનન્ટ ગવર્નરના આ નિર્ણય સામે આપ સરકારે આકરી પ્રતિક્રિયા આપી હતી.

આ મુદ્દે કેન્દ્ર પર હુમલો કરતાં આપ સરકારે જણાવ્યું કે કેન્દ્રને દિલ્હીની જનતાને પીડા આપવામાં મઝા આવે છે. કેન્દ્ર સરકારે 8મી જૂને જ હોટેલો અને સાપ્તાહિક બજારો ખોલવાનો આદેશ આપી દીધો છે, પરંતુ દિલ્હી સરકાર આ કામ કરી રહી છે તો તેને અટકાવાઈ રહી છે.દિલ્હીમાં શુક્રવારે કોરોનાના 1195 નવા કેસ સામે આવ્યા છે અને 27 દર્દીઓના મોત થયા છે. દિલ્હીમાં શુક્રવારે કોરોનાના કુલ કેસ 1,35,598 થયા છે જ્યારે મૃત્યુઆંક 3963 થયો છે.

દરમિયાન વૈશ્વિકરણના યુગમાં કોરોના જેવી મહામારીઓના ફેલાવાનું જોખમ વધ્યું છે કારણ કે બીમારીઓ દેશોની સરહદો વચ્ચે કોઈ તફાવત નથી કરતી તેમ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને શુક્રવારે જણાવ્યું હતું.

હવર્ષવર્ધને કોરોના મહામારી જેવી બીમારીઓ સામે વધુ અસરકારક રીતે લડવા માટે મલ્ટી-સેક્ટોરલ વૈશ્વિક સહકારની વિશ્વ આરોગ્ય સંસૃથા (હૂ)ના સભ્યોને વિનંતી કરી હતી. હર્ષવર્ધને હૂના બ્યુરો ઓફ એક્ઝિક્યુટીવ બોર્ડના અધ્યક્ષ તરીકે વર્ચ્યુઅલ બેઠકને સંબોધન કરતાં નવા જોખમો અને કોવિડ-19 પછીના પડકારોના ઉકેલ માટે નવીન માર્ગો શોધવા પર ભાર મૂક્યો હતો.

બીજીબાજુ દેશમાં કોરોનાના કેસના સંદર્ભમાં મહારાષ્ટ્રમાં કુલ કેસ 4.22 લાખથી વધુ થયા છે જ્યારે મૃત્યુઆંક 14,994 થયો છે. તમિલનાડુમાં પણ કુલ કેસ 2.45 લાખથી વધુ નોંધાયા છે અને મૃત્યુઆંક 3,935 થયો છે.

ઑક્સફર્ડની કોરોના રસી વાંદરાઓ પર સફળ રહી

કોરોના વાઈરસનો કેર સમગ્ર દુનિયામાં ફેલાયેલો છે. તેને અટકાવવા માટે રસી પર વ્યાપકપણે કામ ચાલી રહ્યું છે. એવામાં સારા સમાચાર એ છે કે ઑક્સફર્ડની રસીએ આશાનું કિરણ બતાવ્યું છે.

ઑક્સફર્ડ યુનિવર્સિટીની રસીનું વાંદરાઓ પરનું પરિક્ષણ સફળ રહ્યું છે. રસી લગાવ્યા પછી વાંદરાઓમાં રોગપ્રતિકારક ક્ષમતા પેદા થઈ અને તેમનામાં વાઈરસની અસર પણ ઘટી હતી.

મેડિકલ જર્નલ નેચરમાં પ્રકાશિત અભ્યાસમાં જણાવાયું છે કે અમેરિકાની રાષ્ટ્રીય એલર્જી અને સંક્રમક રોગ સંસૃથાનના સંશોધકો અને ઓક્સફર્ડને જણાયું છે કે રસી વાંદરાઓને કોવિડ-19થી થતા ન્યુમોનિયાથી બચાવવામાં સફળ રહી.

ઑક્સફર્ડની રસી ચેડોક્સ એનકોવ 19 ચિમ્પાન્જીમાં મળતા એક નબળા વાઈરસથી બનાવાઈ છે. સંશોધકોએ કહ્યું કે છ વાંદરાને કોરોનાગ્રસ્ત કરાયા પછી 28 દિવસ પહેલા આ રસી અપાઈ હતી. રસી લગાવ્યા પછી વાંદરાઓમાં રોગપ્રતિકારક ક્ષમતા વધી અને તેમનામાં વાઈરસની અસર પણ ઘટી હતી.

પાંચ વર્ષથી નાના બાળકોમાં 10થી 100 ગણા વાઈરસ : સ્ટડી

કોરોના

પાંચ વર્ષથી નાના બાળકોના નાકમાં વધુ વયના બાળકો આૃથવા વયસ્કોની સરખામણીમાં કોરોના વાઈરસના જિનેટિક મટિરિયલ 10થી 100 ગણા વધુ હોય છે. તેનો આૃર્થ એ છે કે નાના બાળકો કોરોનાના વ્યાપક પ્રસારના માધ્યમ બની શકે છે.

જેએએમએ પીડિયાટ્રિક્સના એક અભ્યાસમાં આ વિગતો બહાર આવી છે. અમેરિકામાં પ્રમુખ ટ્રમ્પ સ્કૂલ શરૂ કરવા પર ભાર મૂકી રહ્યા છે તેવા સમયે આ રિપોર્ટ સામે આવ્યો છે.

સંશોધકોએ 23 માર્ચથી 27 એપ્રિલ વચ્ચે શિકાગોમાં એક સપ્તાહથી લક્ષણ હોય તેવા 145 દર્દીઓના નોઝલ સ્વાબ મારફત સંશોધન કર્યું. દર્દીઓના એક જૂથને ત્રણ ભાગમાં વિભાજિત કરાયું. 46 બાળકો પાંચ વર્ષથી ઓછી વયના હતા, 51 બાળકોની વય પાંચથી 17 વર્ષની હતી અને 48 વયસ્કો 18થી 65 વર્ષની વયના હતા.

એનએન્ડ રોબર્ટ એચ લૂરી ચિલ્ડ્રન હોસ્પિટલના ડૉક્ટર ટેલર હીલ્ડ સાર્જન્ટની આગેવાનીમાં ટીમને જણાયું કે નાના બાળકોની ઉપરી શ્વાસનળીમાં કોરોનાના વાઇરસ 10થી 100 ગણા વધુ પ્રમાણમાં હતા. રિપોર્ટમાં જણાવાયું હતું કે લેમ્પ સ્ટડીમાં જણાયું છે કે જિનેટિક મટિરિયલ જેટલા વધુ હોય કોરોના તેટલા વધુ પ્રમાણમાં ફેલાય છે.

Read Also

Related posts

કોરોના ઇફેક્ટ/ 2024 સુધીમાં ચીન આ સેક્ટરમાં રાજ કરશે, એશિયાના માર્કેટને પડશે 2.5 લાખ કરોડ ડોલરનો ફટકો, ભારતને થશે સૌથી વધુ નુકસાન

Bansari

મહિસાગર/ સંતરામપુર તાલુકાના પઢારિયા ગામે ખાનગી બસને નડ્યો અકસ્માત, 100થી વધુ મુસાફરો થયા ઈજાગ્રસ્ત

pratik shah

રાજ્યસભામાં તોડફોડ વચ્ચે ખેડૂત બિલો પાસ, કોરોનાના કેર વચ્ચે સાંસદ સમરાંગણમાં ફેરવાઈ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!