GSTV

કોરોનાનો ફૂંફાડો/ દેશમાં કુલ કેસની સંખ્યા 78.13 લાખને પાર, 10 કરોડથી વધુ ટેસ્ટ થયાં, વેક્સિન માટે સરકારનો આ છે પ્લાન

કોરોના

દેશમાં કોરોના કેસની સંખ્યા 78.13 લાખને પાર થઈ છે. જ્યારે કે, શુક્રવારે દેશમાં 53 હજાર 935 નવા કેસ નોંધાયા. તો વળી 1.17 લાખ જેટલા લોકોના મોત કોરોનાથી થયા. દેશમાં સૌથી વધુ કોરોનાના કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. અહી 16.32 લાખ કેસ અને 43 હજારથી વધુ લોકોના મોત થયા. આંધ્ર પ્રદેશમાં 8 લાખ કેસ અને 6 હજાર 544 લોકોના મોત થયા. કર્ણાટકમાં 7.93 લાખ કેસ અને 10 હજાર 821 લોકોના મોત થયા છે. દેશના અન્ય રાજ્યની વાત કરવામાં આવે તો તમિલનાડુમાં 7.03 લાખ, ઉત્તર પ્રદેશમાં 4.66 લાખ અને કેરળમાં 3.77 લાખ કોરોનાના કેસ નોંધાયા છે.

કુલ ટેસ્ટની સંખ્યા 10 કરોડને પાર

કોરોના

દરમિયાન કોરોનાના કુલ ટેસ્ટની સંખ્યા હવે 10 કરોડને પાર પહોંચી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં જ કોરોનાના કુલ 14.42 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જે મહિના પહેલા સાત લાખની પાસ હતા, તેથી ટેસ્ટિંગનું પ્રમાણ પણ ઝડપથી વધારી દેવામાં આવ્યું છે. માત્ર નવ જ દિવસમાં એક કરોડ ટેસ્ટ કરી લેવામાં આવ્યા છે. હાલ ટેસ્ટિંગની ક્ષમતા વધારી દેવામાં આવી હોવાથી દરરોજ 15 લાખથી પણ વધુ ટેસ્ટ કરવા શક્ય બની ગયું છે.

કોરોના વેક્સિનને લઇને સરકારનો આ છે પ્લાન

વેક્સિનની શોધ થઇ ગયા બાદ તેની સૌથી પહેલા જેને જરૂર હશે તેને પહોંચતી કરાશે અને બાદમાં બધાને મળી રહેશે તે પ્રકારનો પ્લાન સરકાર દ્વારા ઘડી કઢાયો છે. હાલ રશિયામાં પણ દવાની શોધ ચાલી રહી છે, રશિયાની સ્પુતનિક કોવિડ-19 રસીની ટ્રાયલ હવે 100 ભારતીયો પર કરવામાં આવશે. જો તેમાં સફળતા મળે તો તેનો ઉપયોગ ભારતમાં પણ કરવામાં આવશે.

Read Also

Related posts

આજે ભારત બંધ, કેન્દ્રની મોદી સરકારની ડિકેટશન નીતિઓ વિરુદ્ધ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનની એક દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાલ

pratik shah

ગાંધીનગરમાં શું છુપાવાય છે મોતના આંક ?, ખરેખર 2 દિવસમાં થયા છે 17નાં મોત, સરકારી આંકમાં મૃત્યુઆંક બિગ ઝીરો

pratik shah

દરેક નાગરિકને મોદી સરકાર આપી રહી છે 1,30,000 રૂપિયા? જાણો વાયરલ થઇ રહેલા આ મેસેજની શું છે હકીકત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!