GSTV

બીજી લહેર પૂર્ણ થવાને આરે: દેશમાં ઘાતક કોરોનાના નવા 67 હજાર કેસો નોંધાયા અને 2300થી વધુનાં મોત

કોરોના

Last Updated on June 18, 2021 by pratik shah

દેશમાં આજે કોરોનાના નવા કુલ ૬૭,૨૦૮ કેસો નોંધવામાં આવ્યા હતાં. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર  પોઝિટિવિટી રેટ પણ ઘટીને૩.૪૮ ટકા થઇ ગયો છે.  આ સાથે જ દેશમાં અત્યાર સુધી કોરોનાના કેસોની કુલ સંખ્યા ૨,૯૭,૦૦,૩૧૩ થઇ ગઇ છે. આજે વધુ ૨૩૩૦ લોકોના કોરોનાથી મોત થવાના કારણે કુલ મૃત્યુ આંક વધીને ૩,૮૧,૯૦૩ થઇ ગયો છે.

corona

એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટીને ૮,૨૬,૭૪૦ થઇ ગઇ છે. જે કુલ ઇન્ફેકશનના કુલ ૨.૭૮ ટકા છે. નેશનલ કોવિડ-૧૯ રિકવરી રેટ સુધરીને ૯૫.૯૩ટકા થઇ ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કેસોમાં ૩૮,૬૯૨ કેસોનો ઘટાડો થયો છે. છેલ્લા  ૨૪ કલાકમાં દેશમાં કુલ ૧૯,૩૧,૨૪૯ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. આ સાથે જ અત્યાર સુધીમાં દેશમાં કુલ ૩૮,૫૨,૩૮,૨૨૦ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

કોરોના

આ સાથે જ દેશમાં કોરોનાથી સાજા થનારા લોકોની કુલ સંખ્યા વધીને ૨,૮૪,૯૧,૬૭૦ થઇ ગઇ છે. અત્યાર સુધીમાં દેશના કુલ ૨૬,૫૫,૧૯,૨૫૧ લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે.   ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં ૩,૮૧,૯૦૩ લોકોના મોત થયા છે. જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં ૧,૧૫,૩૯૦ લોકોનાં મોત થયા છે. કર્ણાટકમાં ૩૩,૨૯૬ અને તમિલનાડુમાં ૩૦,૩૩૮ લોકોના મોત થયા છે.

છેલ્લા ૨૪ કલાકમાં ૨૩૩૦ લોકોના મોત થયા છે. જેમાં મહારાષ્ટ્રમાં ૧૨૩૬, તમિલનાડુમાં ૨૭૦, કર્ણાટકમાં ૧૪૮ અને કેરળમાં ૧૪૭ લોકોનાં મોત થયા છે.

READ ALSO

Related posts

IND vs SL / ભારતે શ્રીલંકાને 38 રને હરાવ્યું, ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી: સીરીઝમાં 1-0થી આગળ

Zainul Ansari

વિકાસ / ગુજરાતના આ બે સ્ટેશન બનશે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ, 4 વર્ષના પ્રોજેક્ટ પર રેલ્વે ખર્ચ કરશે 1285 કરોડ રૂપિયા

Vishvesh Dave

Pegasus વિવાદ / પેગાસસ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આ સાંસદે પિટિસન દાખલ કરી SIT તપાસની કરી માંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!