GSTV

એક એવો હોટ સ્પોટ વિસ્તાર જ્યાં દેશના સૌથી વધારે કોરોનાના દર્દીઓ છે, નવા 31 કેસ નોંધાતા તંત્રનો જીવ તાળવે ચોંટ્યો

corona

Last Updated on April 15, 2020 by Mayur

કોરોના વાઈરસને લઈને ઉત્તર પ્રદેશથી એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રાજધાની લખનઉના સદરનો વિસ્તાર દેશનો સૌથી મોટો હોટ સ્પોટ એરિયા બની ગયો છે. મંગળવારે આ વિસ્તારમાંથી 31 કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યા હતા. જેથી હાલ ત્યાં કુલ 51 કોરોનાના દર્દીઓ છે. અધિકારીઓની માનવામાં આવે તો દેશના કોઈ એક વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં દર્દીઓ નથી મળ્યા.

12 તબલીગીઓનો હતો વસવાટ

સદર ખાતે આવેલી અલી જાન મસ્જિદમાં 12 તબલીગી જમાતના લોકો વસવાટ કરી રહ્યા હતા. પોલીસે તેમને છાપો મારી પકડ્યા. તમામ 12 જમાતીઓમાં કોરોના વાઈરસની પુષ્ટિ થઈ હતી. જમાતીઓની પુષ્ટિ થયા બાદ જિલ્લા પ્રશાસને સદરના આ વિસ્તારને ચારે તરફથી સીલ કરી દીધો.

નવા રિપોર્ટથી સૌ ચોંકી ગયા

સદરમાં તબલીગી જમાતના સંપર્કમાં આવેલા લોકોની સેમ્પલિંગ શરૂ થઈ ચૂકી છે. જે પછી એક બાદ એક દર્દીઓ સામે આવવા લાગ્યા. મંગળવારે આવેલી રિપોર્ટથી તો સૌ કોઈ ચોંકી ગયા. લખનઉમાં કુલ 31 લોકોનો કોરોના પોઝીટીવ મળ્યો. ખાસ વાત એ છે કે તમામ 31 લોકો સદર વિસ્તારના છે.

ટ્રાન્સમિશનનું પરિણામ

અધિકારીઓ દ્રારા એ વાત પણ જણાવવામાં આવી છે કે, પોઝીટીવ લોકોમાં 5 બાળકો, 4 મહિલાઓ અને 22 પુરૂષોનો સમાવેશ થાય છે. આ તમામ દર્દીઓ કોઈને કોઈ રીતે જમાતીઓના ટ્રાન્સમિશન સાથે કોરોના સંક્રમિત બન્યા હતા.

READ ALSO

Related posts

ચોંકાવનારો ખુલાસો / કોરોના દરમિયાન સામાન્ય નાગરિકોને મન ફાવે તેમ લૂંટવામાં આવ્યા, માનવતા થઈ શર્મસાર

Zainul Ansari

ભારત-પાકિસ્તાન વચ્ચે ટૂંક સમયમાં થશે ચર્ચા, સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવે આપ્યું મોટું નિવેદન: શું તણાવનો આવશે અંત?

Zainul Ansari

આતંકીસ્તાનને ભણાવવો પડશે પાઠ: યુએસ એજન્સીના રિપોર્ટમાં ચોંકાવનારો અહેવાલ, કુખ્યાત આંતકીસંગઠોના નિશાના પર ભારત!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!