GSTV
India News ટોપ સ્ટોરી

કોરોનાના ચોથી લહેરનો ખતરો વધ્યો, 17 ટકા લોકોમાં જ એન્ટિબોડીઝ મળી : રસી લીધી હશે તો પણ થશે કોરોના

કોરોના

કોરોનાના ચોથી લહેર વચ્ચે દેશભરમાં ફરી એકવાર સંક્રમિત લોકોની સંખ્યા વધવા લાગી છે. કોરોનાની ત્રીજી લહેર પછી, કોવિડની માર્ગદર્શિકા લગભગ નિરસ્ત થઈ ગઈ હતી. પરંતુ ફરી એકવાર કોરોના કેસની વધતી સંખ્યાએ પ્રતિબંધોનો ભય ઉભો કર્યો છે. બનારસ હિન્દુ યુનિવર્ટિના BHU જીવવિજ્ઞાનીઓએ એક સીરો સર્વે કર્યો છે જે અંતર્ગત 116 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સર્વેમાં ખૂબ જ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.

કોરોના

સર્વેમાં સામેલ 17 ટકા લોકોમાં જ એન્ટિબોડીઝ મળી આવી છે. સીરો સર્વેના આધારે વૈજ્ઞાનિકોનું માનવું છે કે જો 70 ટકાથી વધુ લોકોની અંદર એન્ટિબોડીઝ ખતમ થઈ જાય તો કોરોના કેસનો આંકડો વધી શકે છે. કોરોનાના નવા સંક્રમણની પાછળ નિષ્ણાતો ઓમિક્રોનના આઠ નવા વેરિએન્ટને જવાબદાર માની રહ્યા છે.

કોરોના

LBS હોસ્પિટલના વીસી ડો.એસ.કે સરીને જણાવ્યું કે એવી સંભાવના છે કે ઓમિક્રોનના નવા વેરિએન્ટ સામે આવી રહ્યા છે.. અમારી ટીમે ઘણા સેમ્પલની તપાસ કરી છે. અત્યાર સુધીની તપાસમાં ઓમિક્રોનના આઠ પ્રકારના નવા વેરિએન્ટ જણાઈ આવ્યા છે. જેમાંથી એક વેરિએન્ટ સૌથી વધુ ખતરનાક છે. આ અંગે અમે તપાસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

Read Also

Related posts

ભાજપનો નીતીશ સરકાર પર સાંસ્કૃતિક પોલિસિંગનો આરોપ, બિહાર સરકારના પ્રધાને આરોપોને ફગાવ્યા

Kaushal Pancholi

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે! અમદાવાદ, કડી, આેલપાડ અને ડેડીયાપાડામાં જંગી જાહેરસભાને સંબોધશે

pratikshah

VIDEO / મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશિયારી ફરી વિવાદોમાં, ચપ્પલ પહેરી શહીદોને આપી શ્રદ્ધાંજલિ

Kaushal Pancholi
GSTV