છેલ્લા કેટલાક દિવસોમાં જ્યારે કોરોનાના નવા કેસો સામે આવ્યા ત્યારે એવું લાગી રહ્યું હતું કે મહામારીની લહેર શાંત થવા લાગી છે. પરંતુ છેલ્લા 24 કલાકના આંકડા દર્શાવે છે કે કોવિડની લહેર સુનામીમાં ફેરવાય તેવી શક્યતા છે. આજે કોરોનાના 3 લાખથી વધુ નવા દર્દીઓ મળી આવ્યા છે. 8 મહિના પછી એક દિવસમાં આટલા સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે. 14 દિવસ પહેલા એક દિવસમાં એક લાખ દર્દીઓ આવ્યા હતા. હવે એક દિવસમાં 3 લાખ દર્દીઓ આવવા એ મોટી વાત છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,17,532 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 491 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા અને 2,23,990 લોકોએ કોરોનાને માત આપી. હાલમાં દેશમાં કોરોનાના 19,24,051 એક્ટિવ કેસ છે. તે જ સમયે, સંક્રમણનો દર વધીને 16.41 ટકા થઈ ગયો છે. અત્યાર સુધીમાં દેશમાં કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કુલ 9,287 કેસ નોંધાયા છે.

આ રીતે વધ્યો કોરોનાનો ગ્રાફ
નવા વર્ષમાં જ્યારે દેશ કોરોનાના અંતની આશા રાખી રહ્યો છે, ત્યારે જાન્યુઆરીમાં જ કેસ વધવા લાગ્યા છે. 6 જાન્યુઆરીએ કોરોનાના 1 લાખ 17 હજારથી વધુ સંક્રમિત દર્દીઓ મળી આવ્યા હતા. ત્યારબાદ 12 જાન્યુઆરીએ 2 લાખ 47 હજારથી વધુ કોવિડ દર્દીઓ મળી આવ્યા હતા. આ પછી હવે આજે એટલે કે 20 જાન્યુઆરીએ છેલ્લા 24 કલાકમાં 3 લાખ 17 હજારથી વધુ નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે.
લોકો કોરોના ટેસ્ટ માટે લાંબી લાઇનો
માત્ર નવા દર્દીઓ જ નહીં, ભારતમાં એક્ટિવ કેસોની સંખ્યામાં પણ ઝડપથી વધારો થયો છે. 1 જાન્યુઆરી, 2022 ના રોજ, ભારતમાં કોરોનાના લગભગ 1 લાખ 22 હજાર એક્ટિવ કેસ હતા, તેમની સંખ્યા હવે 20 જાન્યુઆરીએ 19 લાખને વટાવી ગઈ છે. તેવામાં કોરોનાના ફફડાટ વચ્ચે ટેસ્ટિંગ સેન્ટર પર ફરીથી લોકોની ભીડ જામવા લાગી છે.

કોરોનાની થર્ડ વેવ પર શું કહે છે નિષ્ણાતો
જ્યારે કોરોનાના કેસો ઘટવા લાગ્યા, ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ તેમ છતાં નિષ્ણાતોએ તેના વિશે ચેતવણી આપી હતી. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) માં મહામારી વિજ્ઞાન વિભાગના વડા ડૉ. સમીરન પાંડાએ 19 જાન્યુઆરીએ જ કહ્યું હતું કે કોરોનાની ત્રીજી લહેર વિશે કંઈપણ કહેવું ખૂબ જ વહેલું છે. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે માર્ચ પહેલા કોઈ રાહત નહીં મળે. ડોક્ટર સમીરન પાંડાએ કહ્યું હતું કે 11 માર્ચ પછી ભારતમાં કોરોનાના કેસ સ્થાનિક સ્તરે પહોંચી શકે છે પરંતુ તેના માટે કેટલીક શરતો પૂરી કરવી પડશે. સ્થાનિક સ્તરનો અર્થ એ છે કે સંક્રમણ પ્રમાણમાં ઓછો વ્યાપ ધરાવતા વસ્તી અથવા વિસ્તારમાં સતત હાજર રહે છે. આ મહામારીથી અલગ પરિસ્થિતિ છે. ડૉક્ટર સમીરન પાંડાના જણાવ્યા અનુસાર, જો આ પછી કોરોનાનું કોઈ નવું સ્વરૂપ દેખાય નહીં, તો 11 માર્ચ પછી, કોરોના ફક્ત સ્થાનિક રીતે જ રહી શકે છે. તેમણે કહ્યું હતું કે ગાણિતિક અનુમાન દર્શાવે છે કે ઓમિક્રોન વાયરસ સંકટ ભારતમાં 11 ડિસેમ્બરથી ત્રણ મહિના સુધી ચાલુ રહેશે. તેમણે કહ્યું, ’11 માર્ચ પછી થોડી રાહત મળશે.’
Read Also
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં