GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

ગ્રામ્ય વિસ્તાર કોરોનાનો નવો શિકાર: સતત ચોથા દિવસે 8000થી વધુ કેસ, આ ચાર રાજ્યોમાં સ્થિતિ અતિગંભીર

Corona

દેશના મોટા શહેરો અને ઔદ્યોગિક ક્ષેત્રોમાંથી લાખોની સંખ્યામાં પરપ્રાંતીય મજૂરોએ રોજગારી અને ભોજનના અભાવે ઘર તરફ પુનરાગમન કરતાં અત્યાર સુધી શહેરો સુધી મર્યાદિત રહેલો કોરોના વાઈરસ હવે ગામડાઓ સુધી પહોંચી ગયો છે. છેલ્લા કેટલાક સમયથી ગામડાઓમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

દેશના સાત રાજ્યોમાંથી એકત્ર કરાયેલા આંકડાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે પરપ્રાંતીય મજૂરો તેમની સાથે કોરોના વાઈરસ પણ ગામડાઓમાં લઈ ગયા છે. દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી હોવાથી વર્તમાન હોસ્પિટલો ઓછી પડશે અને હંગામી હોસ્પિટલો ઊભી કરવી પડશે.

કોરોના

મૃત્યુઆંક 6000ને પાર

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાએ વધુ 227 લોકોનો ભોગ લીધો હતો. આ સાથે કુલ મૃત્યુઆંક 6,223 થયો છે. દેશમાં સતત ચોથા દિવસે 8,000થી વધુ કેસ નોંધાવાની સાથે કુલ કેસની સંખ્યા 2,17,389 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 1,07,485 લોકો સાજા થઈ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. કોરોનાના કેસના સંદર્ભમાં ભારત વિશ્વમાં સાતમા ક્રમે છે ત્યારે દેશમાં સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ ચાર રાજ્યોમાં છે.

દેશમાં કોરોનાના 2.17 લાખથી વધુ કેસોમાંથી 1.47 લાખ કેસ મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી અને ગુજરાતમાં નોંધાયા છે. સૌથી વધુ કેસ અને મોતની બાબતમાં મહારાષ્ટ્ર ટોચ પર છે, જ્યાં 77,793 કેસ નોંધાયા છે અને 2710 લોકોનાં મોત નીપજ્યાં છે. જોકે, મૃત્યુદરની ટકાવારીની દૃષ્ટિએ ગુજરાતમાં સૌથી વધુ 6.20 ટકા દર્દીઓનાં મોત થયા છે. ગુજરાતમાં કોરોનાના કુલ 18601 કેસ નોંધાયા છે જ્યારે 1155 લોકોનાં મોત નીપજ્યાં છે.

કોરોના : ભારતમાં સ્થિતિ

રાજ્યકેસમોતસાજા થયા
મહારાષ્ટ્ર77793271033681
તામિલનાડુ2725622014901
દિલ્હી236456068542
ગુજરાત18601115512667
રાજસ્થાન98622136490
ઉત્તર પ્રદેશ92372455439
મધ્ય પ્રદેશ87623775637
પ. બંગાળ68762832768
બિહાર4417252121
કર્ણાટક4320571610
આંધ્ર પ્રદેશ4112712649
હરિયાણા3281241123
જમ્મુ કાશ્મીર3142351048
તેલંગણા3020991556
ઓડિશા247871481
પંજાબ2415462943
આસામ19884442
કેરળ158814690
ઉત્તરાખંડ115310286
ઝારખંડ7645321
છત્તીસગઢ6802189
ત્રિપુરા6220173
હિમાચલ3846179
ચંદીગઢ3025222
ગોવા166057
મણિપુર124038
પુડુચેરી99136
લદ્દાખ94148
મેઘાલય33113
અંદ. નિકોબાર33033
અરૃણાચલ4201
મિઝોરમ1701
સિક્કિમ300

દરમિયાન કેન્દ્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે સરકાર કોરોના સંક્રમણને શહેરો સુધી મર્યાદિત રાખવાની રણનીતિ પર કામ કરી રહી હતી, પરંતુ હવે ગામોમાં તેના પ્રસારથી સ્વાસ્થ્ય સુવિધાઓ સામે ગંભીર પડકારો ઊભા થયા છે. કેન્દ્ર સરકારની કોરોના વાઈરસ ટાસ્ક ફોર્સની મદદ કરી રહેલા મહામારી નિષ્ણાત અને ફિઝિશિયન ડૉ. નમન શાહનું કહેવું છે કે ગામોમાં ડૉક્ટરો અને સ્વાસ્થ્ય સેવાઓની અછતના પગલે કોરોના પોઝિટિવ કેસમાં વધારાથી ત્યાં મોટી સમસ્યા ઊભી થઈ શકે છે. બિહારમાં 3 મે પછી કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

ટ્રેન

મજૂરોની વતન વાપસીએ વધારી ચિંતા

સત્તાવાર આંકડા મુજબ 1લી જૂન સુધી કુલ 3,872 કેસ સામે આવ્યા હતા, જેમાંથી 2,743 કેસ પરપ્રાંતીય મજૂરો સંબંધિત હતા. ઝારખંડમાં પણ કોરોનાના મોટાભાગના પોઝિટિવ કેસ દેશના પશ્ચિમી ભાગમાંથી વતન પરત ફરેલા મજૂરોના છે. બીજી મે પછી 90 ટકા કોરોના પોઝિટિવ કેસ પ્રવાસી મજૂરોના છે. જે રાજ્યોમાં કોવિડ-19ના કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઊછાળો આવ્યો છે ત્યાં પરપ્રાંતીય મજૂરોના પુનરાગમનથી સ્થિતિ વધુ ભયાનક બની રહી છે.

દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને ટૂંક સમયમાં મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓની સારવાર માટે હંગામી હોસ્પિટલો બનાવવાની જરૂર પડશે. કોરોના મહામારી સામે લડી રહેલા ડોક્ટરો માટે 14 દિવસના ક્વોરન્ટાઈનની અનિવાર્યતા ખતમ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ સુનાવણીમાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે દેશમાં વર્તમાન હોસ્પિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઓછું છે. તેને વધારવાની જરૂર છે.

Read Also

Related posts

રાજસ્થાનમાં ધરા ધ્રૂજી: અલવરમાં 4.7ની તીવ્રતાનો ભૂકંપ, દિલ્હી સુધી અનુભવાયા આંચકા

Bansari

દુનિયાભરમાં નિયંત્રણ બહાર કોરોના, 1.11 કરોડ લોકો થયા કોરોના વાયરસથી સંક્રમિત

Bansari

424 કરોડના બેન્ક ફ્રોડ મામલે બુલંદ શહેરની કંપનીમાં CBIના દરોડા, મચ્યો હડકંપ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!