GSTV

ઇમરાન ખાને ભારત ક્રિકેટ બોર્ડ પર નિશાન સાધ્યુ, કહ્યું-ક્રિકેટમાં પૈસો હવે મોટુ ફેકટર

ક્રિકેટ

Last Updated on October 13, 2021 by Damini Patel

ન્યૂઝીલેન્ડ અને એ પછી ઈંગ્લેન્ડ દ્વારા પાકિસ્તાનનો ક્રિકેટ પ્રવાસ રદ કરી દેવાયા બાદ પાકિસ્તાનને જે ફટકો વાગ્યો છે તેની કળ હજી સુધી વળી નથી.

પાકિસ્તાન પીએમ ઈમરાનખાને આ માટે નારાજગી વ્યક્ત કરીને ભારતના ક્રિકેટ બોર્ડ પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યુ હતુ કે, મેં પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચેના ક્રિકેટ સબંધોને નજીકથી જોયા છે. મને લાગે છે કે, ઈંગ્લેન્ડને એવુ છે કે તે જાણે પાકિસ્તાન જેવા દેશો સાથે ક્રિકેટ રમીને અહેસાન કરી રહ્યુ છે. જોકે તે આવુ કરવાની હિંમત ભારતીય ટીમ સાથે નહીં બતાવી શકે. કારણકે ભારતીય બોર્ડ આર્થિક રીતે વધારે મજબૂત છે અને એટલે તેનો દબદબો પણ વધારે છે.

મને ઈંગ્લેન્ડ પાસે વધારે સારા વર્તાવની આશા હતી

ઈમરાનખાને આગળ કહ્યુ હતુ કે, મને ઈંગ્લેન્ડ પાસે વધારે સારા વર્તાવની આશા હતી. કોઈ ભારતીયે સિંગાપુરમાંથી ક્રિકેટ ટીમ પર આતંકી હુમલાના ફેક ન્યૂઝ ફેલાવ્યા હતા અને તેને સાચા માનીને ન્યૂઝીલેન્ડ અ્ને ઈંગ્લેન્ડની ટીમોએ પાકિસ્તાનનો પ્રવાસ રદ કરી નાંખ્યો હતો. તેમણે સમજવુ જોઈએ કે બીજી ટીમોએ જો તેમની સાથે આવો વર્તાવ કર્યો હોત તો તેમની શું હાલત હોત

મંદિર

ઈમરાખાને કહ્યુ હતુ કે, ક્રિકેટમાં પૈસો હવે મોટુ ફેકટર છે. માત્ર ખેલાડીઓ નહીં પણ ક્રિકેટ બોર્ડ માટે પણ મની પાવર અગત્યનો છે. એટલે ભારત અત્યારે વિશ્વ ક્રિકેટને કંટ્રોલ કરી રહ્યુ છે. તેઓ જે ઈચ્છે તે કરી રહ્યા છે. ભારત સાથે આવી હરકત ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ નહીં કરી શકે. કારણકે તેમને ખબર છે કે, ભારતના ક્રિકેટ બોર્ડને નારાજ કરી શકાય તેમ નથી.

Read Also

Related posts

અગત્યનું/ ટ્રેનમાં મુસાફરી કરવાના હોવ તો પહેલા વાંચી લો આ સમાચાર, નહીંતર આવશે હેરાન થવાનો વારો

Bansari

IBPS PO Recruitment 2021: બેંકમાં પ્રોબેશનરી અધિકારી માટે 11 બેંકોમાં નિકળી વેકેન્સી, 4135 જગ્યા પર થશે ભરતી

Pravin Makwana

જો તમે પણ PNBના ગ્રાહક છો તો તમને મળી શકે છે 15 લાખ રૂપિયા સુધીનો ફાયદો, જાણો કેવી રીતે ?

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!