GSTV
Home » News » લ્યો સાંભળો, ખૂદ ચીન કહે છે કે અમે ભારતની ચિંતા અને મુશ્કેલી સારી રીતે સમજીએ છીએ

લ્યો સાંભળો, ખૂદ ચીન કહે છે કે અમે ભારતની ચિંતા અને મુશ્કેલી સારી રીતે સમજીએ છીએ

china-pak

પુલવામા હુમલાના ગુનેગાર આતંકવાદી મસૂદ અઝહરને વેશ્વિક આતંકી જાહેર કરવાની ભારતની ઝુંબેશની અસર દેખાવા લાગી છે. ચોતરફ દબાણ વચ્ચે ચીન હવે આ મુદ્દા પર નરમ થયું હોવાના સંકેતો સૂચવે છે.

ભારતમાં ચાઇનાના એમ્બેસેડર લ્યુઓ ઝાઓહુઇએ રવિવારે કહ્યું હતું કે હું આશા રાખું છું કે અમે આ મુદ્દાને ઉકેલીશું. આ ફક્ત ટેકનીકલ સ્ટોપ છે. અને અમે તેના વિશે વાત કરી રહ્યા છીએ. મસૂદ અઝહર પર લાવવામાં આવેલા દરખાસ્તને હજું સંપૂર્ણપણે બરતરફ કરવામાં આવ્યો નથી. ચિની એમ્બેસીમાં હોળી બેઠક કાર્યક્રમ દરમિયાન ઝહોહુઇએ કહ્યું કે અમે મસૂદ અઝહરના કેસને સંપૂર્ણ રીતે સમજી રહ્યા છીએ. અમે ભારતની ચિંતાને સારી રીતે સમજીએ છીએ.

અમે સંપૂર્ણપણે આશાવાદી છીએ કે આ કેસ ટૂંક સમયમાં ઉકેલાઈ જશે અને કંઈક સોલ્યુશન આવે. ગયા વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ ક્ઝી જિનપિંગ વચ્ચે ચીનના રાજદૂત વચ્ચે વુહાન કોન્ફરન્સનો ઉલ્લેખ કરતા કહ્યું કે બંને દેશો વચ્ચેનો સહકાર છે એ જ યોગ્ય દિશામાં ઝડપથી વિકાસ કરાવી શકે છે. અમે બધી રીતે સંતુષ્ટ અને ભવિષ્ય માટે પૂરી રીતે આશાવાદી છીએ.

બુધવારે યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલમાં વૈશ્વિક આતંકવાદી તરીકે મસૂદની ઘોષણાનાં પ્રસ્તાવ પર ચીને ટાંગ અડાવીને ટેકનિકલ હોલ્ડ પર રાખી દીધો હતો. ચીનની આ હિલચાલ પર ભારતે નબળાઈ વ્યક્ત કરી હતી. સૂત્રોનું કહેવું છે કે ત્યારથી આ મુદ્દા પર ભારત બિજિંગ સાથે સતત સંપર્કમાં છે.

READ ALSO

Related posts

જામિયા યૂનિવર્સિટીમાં મારપીટ-તોડફોડ, આરોપ-પ્રત્યારોપ વચ્ચે સુલેહનો નિષ્ફળ પ્રયાસ

Bansari

નવાઝ શરીફની હાલત ગંભીર, જેલમાં ઝેર આપવામાં આવી રહ્યું હોવાનો પુત્ર હુસૈનનો દાવો

Bansari

સરહદે તોપમારા કરતાં પાકિસ્તાનની અવળચંડાઈ, સેનાએ દિવાળી મીઠાઈ ન સ્વીકારી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!