GSTV

નોકરીયાતો માટે ખુશખબર/ કોરોનાકાળમાં 10 ટકા સુધી થઈ શકે છે સેલરીમાં વધારો, આ લોકોને થશે મોટો ફાયદો

Last Updated on April 14, 2021 by Dhruv Brahmbhatt

દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે લોકોમાં લોકડાઉન અને નોકરીને લઈને ટેન્શન બનેલું છે. એવામાં સ્ટાફિંગ કંપની જીનિયસ કન્સલ્ટન્ટના એક સર્વેમાં નોકરીકર્તાઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. આ સર્વે રિપોર્ટ અનુસાર, કંપનીઓ પોતાના કર્મચારીઓની સેલેરી વધારવાના મૂડમાં છે. આ ઈન્ક્રિમેન્ટ 5થી 10 ટકા સુધી હોઈ શકે છે. મોટાભાગના નોકરીકર્તા લોકોના સેલેરી સ્ટ્રક્ચરમાં બદલાવ થઈ શકે છે.

સર્વેમાં દેશભરની 1200 કંપનીઓ શામેલ કરાઇ

જીનિયસ કન્સલ્ટન્ટના સર્વેમાં દેશભરની 1,200 કંપનીઓને શામેલ કરવામાં આવ્યા હતા. જેમાં અડધાથી વધારે કંપનીઓ પોતાના કર્મચારીઓની સેલેરી વધારવાના પક્ષમાં છે. 59 ટકા કંપનીઓએ કહ્યું કે તે કર્મચારીઓની સેલેરી વધારવાના મૂડમાં છે. આ સર્વેમાં 20 ટકા કંપનીઓનું કહેવું છે કે તેઓ સેલેરી વધારશે પરંતુ આ 5 ટકાથી પણ ઓછી હશે. જ્યારે 21 ટકા કંપનીઓ 2021માં સેલેરી વધારશે નહીં.

ફ્રેશર્સને પણ મળશે આ મોકો

43 ટકા કંપનીઓનું કહેવું છે કે તેઓ ફ્રેશર્સને મોકો આપવા ઈચ્છે છે. ત્યાં 41 ટકા કંપનીઓની યોજના રિપ્લેસમેટ હિયરીંગ અર્થાત અનુભવી કર્મચારીઓને નોકરી આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

salary

સર્વેમાં આ કંપનીઓને સામેલ કરાઇ

જીનિયસ કન્સલ્ટન્ટ્સે આ સર્વેમાં HR, IT, ITES, BPO સહિત બેંકિંગ એન્ડ ફાઇનાન્સ, કન્સ્ટ્રક્શન અને એન્જીનિયરિંગ, એજ્યુકેશ, લોજિસ્ટિક હોસ્પિટાલિટી, મીડિયા, ફાર્મા, મેડિકલ, પાવર એન્ડ એનર્જી, રિયલ એસ્ટેટ જેવી કંપનીઓ સામેલ થઇ હતી.

કંપનીઓએ બજેટ વધાર્યું

આર્થિક ગતિવિધિઓમાં અપેક્ષા કરતા વધુ ઝડપથી સુધાર, ગ્રાહકોના વિશ્વાસમાં વધારો અને માર્જિન વધારાના કારણે કંપનીઓએ સેલેરી વધારવા માટે તેના બજેટમાં વધારો કર્યો છે. સર્વે મુજબ 20 ટકા કંપનીએ આ વર્ષે બે આંકડામાં સેલરી વધારવાની યોજના બનાવી છે, જ્યારે 2020માં આ આંકડો માત્ર 12 ટકા હતો.

READ ALSO :

Related posts

હીરા ઉદ્યોગ માથે સંકટ: વેપારીઓની મુશ્કેલીઓ વધી, કેટલાય સમયથી પગાર વધારો ન થતાં મજૂરો નોકરી છોડી વતન તરફ રવાના થયાં

Pravin Makwana

સરહદ વિવાદ/ કેન્દ્ર સરકારે બંને રાજ્યની સરહદે સીઆરપીએફને તૈનાત કરી, કછાર જિલ્લાના એસપી ICUમાં, 50 પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત

Bansari

સાવધાન / કોરોનાના કહેર વચ્ચે આ શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું, ડેન્ગ્યુ અને ટાઇફોઇડ સહિતના કેસો વધ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!