GSTV

આજે ભારત બંધ, કેન્દ્રની મોદી સરકારની ડિકેટશન નીતિઓ વિરુદ્ધ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનની એક દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાલ

કેન્દ્રની મોદી સરકારની નીતિઓ વિરુદ્ધ Central trade unions આજે એક દિવસની દેશ વ્યાપી હડતાળ પર રહેશે. આ હડતાળમાં અખિલ ભારતીય બેન્ક કર્મચારી સંઘ (AIBEA), અખિલ ભારતીય બેન્ક અધિકારી સંઘ (AIBOA) , અને બેન્ક એમ્પલોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BEFI) શામેલ થશે.

હડતાલમાં કોણ કોણ છે સામેલ

આ હડતાલમાં ભારતીય મઝદુર સંઘને છોડીને 10 સેન્ટ્રલ ટ્રેડ યુનિયન ભાગ લઈ રહ્યા છે. આ હડતાલમાં રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન કોંગ્રેસ (INTUC), ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ (AITUC), હિન્દ મઝદુર સભા (HMS), ભારતીય ટ્રેડ યુનિયનોનું કેન્દ્ર (CITU), ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિયન સેન્ટર (AIUTUC), ટ્રેડ યુનિયન Co- ઓર્ડિનેશન સેન્ટર અને સ્વ-રોજગાર મહિલા મંડળ શામેલ છે.

કેમ બેંક યુનિયન છે ગુસ્સામાં

AIBEA દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘લોકસભાએ તાજેતરમાં પૂરા થયેલા સત્રમાં ત્રણ નવા મજૂર કાયદા પસાર કર્યા છે અનેEase of doing Busines નામે હાલના 27 કાયદાઓને સંપૂર્ણ રીતે રદ કર્યા છે. આ કાયદાઓ સંપૂર્ણપણે કોર્પોરેટ જગતના સારા હિત માટે છે. આ પ્રક્રિયામાં 75% કામદારોને મજૂર કાયદાના કાર્યક્ષેત્રમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. નવા કાયદા અંતર્ગત આ કામદારોને કોઈપણ પ્રકારનું કાનૂની રક્ષણ મળશે નહીં.

બેંક યુનિયનની ઉગ્ર માંગ


AIBEAએ જણાવ્યું કે આજે બેંક કર્મચારીઓ તેમની માંગ પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે ઉલ્લેખનીય છે કે જેમાં બેંક ખાનગીકરણનો વિરોધ, આઉટસોર્સિંગ અને કોન્ટ્રેક્ટ સિસ્ટમનો ઉગ્ર વિરોધ, મોટા કોર્પોરેટ ડિફોલ્ટરો સામે સખ્ત કાર્યવાહી, બેંક થાપણોના વ્યાજ દરમાં વધારો અને સર્વિસ ચાર્જમાં ઘટાડો સહિતના તમામ માંગોનો ઉલ્લેખ કરવામાં આવ્યા છે. સાથે સાથે વધુ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હાલની સરકાર સ્વનિર્ભર ભારત (આત્મનિર્ભર ભારત) ના નામે ખાનગીકરણનો એજન્ડો આગળ વધારી રહી છે. અને બેન્કિંગ સહિતના અર્થતંત્રના કોર સેક્ટરમાં સામૂહિક રીતે ખાનગીકરણના તેના એજન્ડાને આગળ ધપાવી રહી છે.

કર્મચારી સંઘની શું માંગ છે

. તમામ બિન-આવકવેરા ભરનારા પરિવારોને દર મહિને 7500 રૂપિયા ભથ્થું આપવું જોઈએ
. વ્યક્તિ દીઠ 10 કિલો કરીયાણું દર મહિને બધા જરૂરીયાતમંદ લોકોને આપવું જોઈએ
. યુનિયનની માંગ છે કે MGNREGAનો વિસ્તાર કરવો જોઈએ
. ગ્રામીણ રોજગાર બાંયધરી યોજના હેઠળ, 200 દિવસના કામમાં વધારો પગાર ચૂકવવો જોઈએ, શહેરોમાં સુધી લંબાવવું જોઈએ.
. ખેડુતો અને કામદારો વિરુદ્ધ બનાવેલા કાયદા અને નિયમો પરત ખેંચવામાં આવે
. સરકારી કંપનીઓનું ખાનગીકરણ બંધ થવું જોઈએ


. રેલવે, બંદરો, કારખાનાઓ જેવી સરકારી ઉત્પાદન અને સેવા કંપનીઓને કોર્પોરેટરોના હાથમાં જતા અટકાવવી જોઈએ.
. સરકારી કર્મચારીઓની પ્રી મેચ્યોર રિટાયરમેન્ટના સર્કુલરને પરત ખેચોં
. National Pension System નાબૂદ કરીને બધા માટે પેન્શનની વ્યવસ્થા કરવી જોઈએ

READ ALSO

Related posts

રૂપાણી સરકારને સુપ્રીમની ફટકાર, કોર્ટનો સમય બરબાદ કરવા બદલ ફટકાર્યો આટલો દંડ

Ankita Trada

સગીર સ્ટુડન્ટે ટ્યૂશન ટીચરનું જીવવું કર્યું હરામ, પોર્ન સાઈટ પર બનાવી દીધી તેમની પ્રોફાઈલ

Ali Asgar Devjani

દેશમાં વહેલી તકે આવી શકે છે વધુ એક વેક્સિન, Sputnik Vને ત્રીજા ટ્રાયલ માટે મળી મંજૂરી

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!