ભારત-ચીન સરહદે ફરીથી તંગદિલી સર્જાઈ હતી. પેટ્રોલિયમ દરમિયાન ભારતીય સૈન્યના જવાનો પૂર્વીય લદાખના પેન્ગોંગ તળાવ પાસે પહોંચ્યા ત્યારે ચીની સૈન્યના જવાનોએ પેટ્રોલિંગમાં અવરોધ ખડો કરવાની કોશિશ કરી હતી. એના કારણે બંને સૈન્યના જવાનો વચ્ચે ચકમક ઝરી હોવાનો દાવો સૈન્યના સૂત્રોને ટાંકીને અહેવાલમાં કરવામાં આવ્યો હતો.
ભારત અને ચીનની સરહદે લદાખમાં ફરીથી બંને સૈન્યના જવાનો વચ્ચે તંગદિલી સર્જાઈ હતી. પૂર્વીય લદાખના પેન્ગોંગ તળાવ પાસે ભારતીય જવાનો પેટ્રોલિંગ કરી રહ્યાં હતા તે વખતે ચીની સૈન્યના જવાનોએ તેમાં વાંધો ઉઠાવ્યો હતો. એ વખતે બંને સૈન્યની ટૂકડીઓ વચ્ચે ચકમક ઝરી હતી અને પછી સ્ટેન્ડઓફની સ્થિતિ સર્જાઈ ગઈ હતી.

પેન્ગોંગ તળાવના અડધા ઉપરાંત હિસ્સા ઉપર ચીન તેનો દાવો કરતું આવ્યું છે. તેની એક તરફ ભારતીય સૈન્ય પેટ્રોલિંગ કરે છે અને બીજી તરફ ચીની સૈન્ય પહેરો ભરે છે. ભારતીય સૈન્યના પેટ્રોલિંગ સામે ચીને વાંધો ઉઠાવ્યો હોવાથી સરહદે તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
આ ઘટના પછી લશ્કરના ઉચ્ચ અિધકારીઓ વચ્ચે તાકીદે બેઠક મળી હતી. એ બેઠકમાં બંને પક્ષે શાંતિ જાળવવાની સહમતિ થઈ હતી. સમજૂતિ પછી અંતે સ્ટેન્ડઓફની સ્થિતિ થાળે પડી હતી. સ્થિતિ સામાન્ય થઈ હોવાનો દાવો પણ પછી કરવામાં આવ્યો હતો.
ભારતીય સૈન્ય દ્વારા ઓક્ટોબરમાં ચીનની સરહદે પ્રથમ વખત લશ્કરી કવાયત હાથ ધરાશે. પાંચ હજાર કરતા વધુ સૈનિકો વાયુસેના સાથે યુદ્ધાભ્યાસ કરશે. ચીનની સરહદે આ પ્રથમ લશ્કરી કવાયત હશે. આ કવાયતના કારણે ચીનના પેટમાં તેલ રેડાયું છે અને કવાયત પહેલાં અલગ અલગ બહાના બતાવીને ચીની સૈનિકોએ અવળચંડાઈ શરૂ કરી છે. 2017માં દોકલામ વિવાદ વખતે ચીન-ભારત વચ્ચે 73 દિવસ સુધી સ્ટેન્ડઓફની તંગ સ્થિતિ રહી હતી. તે પછી આશરે બે વર્ષ પછી એવી તંગદિલીભરી સ્થિતિ જન્મી હતી.
READ ALSO
- નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ
- ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી
- IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…
- ગઢમાં પાડશે ગાબડું/ મમતાને 50 હજાર વોટથી ના હરાવીશ તો કાયમ માટે રાજનીતિ છોડી દઈશ, શુભેંદુએ પણ ફેંક્યો લલકાર
- ગુજરાત યુનિવર્સીટી ફરી વિવાદમાં, સિન્ડિકેટ સભ્યની નિમણુંકને લઈને ઉઠ્યા સવાલો