GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

સુષ્મા સ્વરાજ ચાર દિવસ ચીનની મુલાકાતે : દ્વિપક્ષીય સંબંધો થશે મજબૂત ?

સરહદી વિવાદ વચ્ચે ભારતીય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ ચીનના પ્રવાસે છે. શાંઘાઇ સહયોગ સંગઠનના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ચીન પહોંચેલા સુષ્મા સ્વરાજે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથે મુલાકાત કરી. જો કે એસસીઓની મંત્રી સ્તરની બેઠક દરમિયાન ભારત અને પાકિસ્તાનના પ્રધાનો વચ્ચે કોઇ મુલાકાત નહીં યોજાય. 24 એપ્રિલે યોજાનારી એસસીઓની બેઠકમાં ભારત તરફથી વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ અને રક્ષા પ્રધાન નિર્મલા સીતારમણ ભાગ લેશે.

શાંઘાઇ સહયોગ સંગઠન એટલે કે એસસીઓના વિદેશ પ્રધાનોની બેઠકમાં ભાગ લેવા પહોંચેલા સુષ્મા સ્વરાજ શનિવારથી ચાર દિવસના ચીનના પ્રવાસે છે. ત્યારે સુષ્મા સ્વરાજે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથે મુલાકાત કરી. ચીનના વિદેશ પ્રધાનને ગત મહિને ચીનમાં સ્ટેટ કાઉન્સિલર બનાવાયા તેમજ ભારત-ચીન સરહદ મંત્રણા માટે વિશેષ પ્રતિનિધિ તરીકે નિમણૂંક કરવામાં આવ્યા છે. ત્યારે મુલાકાત દરમિયાન સુષ્મા સ્વરાજે વાંગ યીને અભિનંદન આપ્યા. બંને નેતાઓની મુલાકાત બંને દેશોના દ્વિપક્ષીય સંબંધ વધુ મજબૂત કરવા અને હાઇલેવલ મંત્રણાને ગતિ આપવાની કવાયતનો ભાગ છે. સુષ્મા સ્વરાજે જણાવ્યું કે ચીનની સાથે તે વાત પર સહમતી સધાઇ છે કે નાથુલાથી થઇને ચાલુ વર્ષે કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે.

CRICKET.GSTV.IN

આ ઉપરાંત ચીન 2018માં ફરીવાર સતલુજ અને બ્રહ્મપુત્રા નદી અંગેના ડેટા ભારતને આપવા માટે રાજી થયું છે. આ ડેટા મળવાથી નદીઓમાં પૂર સંકટનું અનુમાન સરળ બને છે.

ભારત અને ચીને તે વાત ઉપર પણ સહમતી વ્યક્ત કરી છે કે વિકાસ માટે જરૂરી છે કે સરહદ પર શાંતિ જળવાઇ રહે અને વિવાદ ઉત્પન્ન ન થાય.

ગત વર્ષે ડોકલામ સંકટ બાદ બંને દેશો વચ્ચે સૈન્ય તણાવ વધી ગયો હતો. પરંતુ ત્યારબાદથી ભારત અને ચીન બંનેએ તણાવ ઘટાડવા અને સંબંધો સુધારવા માટે જુદા જુદા લેવલે વાતચીત સહિત પોતાના પ્રયાસ ઝડપી બનાવ્યા છે. સુષ્મા સ્વરાજ અને વાંગ યીની મુલાકાત ઠીક પહેલા ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનાના વરિષ્ઠ અધિકારી યાંગ જીશી સાથે શાંઘાઇમાં મુલાકાત કરી હતી.

 

 

Related posts

સ્તન વિશેની આ સોળ હકીકતો નહીં જાણતા હોવ તમે, ક્યારેય ન કરો આટલી ભુલો

Arohi

ઓફિસમાં આ 5 વસ્તુઓ ખાતા હોવ તો આજે જ બંધ કરી દેજો, થાય છે એવું નુકશાન કે વિશ્વાસ નહીં આવી

Arohi

તાવની આવી માન્યતાઓ ક્યાંક તમે પણ નથી ધરાવતા ને? જાણો કઇ સાચી અને કઇ ખોટી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!