GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

ભારતમાં પ્રતિબંધ બાદ ચીન સાથે દૂરી બનાવવા પણ તૈયાર થઈ ગયુ TikTok, સરકારને મોકલ્યો આવો પત્ર

TikTok

ભારતમાં 59 ચીની એપ બેન થયા બાદ TikTokએ બીઝિંગથી પોતાને દૂર કરી લીધુ છે. આ જાણકારી ન્યૂઝ એજન્સી રોયટર્સ દ્વારા આપવામાં આવી છે. 28 જૂને ભારત સરકારને લખવામાં આવેલા એક લેટરમાં ટિકટોકના ચીફ એગ્ઝીક્યૂટિવ Kevin Mayerએ જણાવ્યું કે ચીની સરકારે ક્યારેય પણ યુઝર ડેટાની માંગ નથી કરી અને જો ક્યારેય ડેટા માંગ્યો પણ હશે તો કંપનીએ કોઈ જાણકારી આપી નથી. આ લેટરને રોયટર્સે શુક્રવારે જોયો હતો.

TikTok ચીનમાં નથી ઉપલબ્ધ

ચીની કંપની ByteDanceના માલિકનું કહેવું છે કે શોર્ટ ફોર્મ વીડિયો એપ TikTok ચીનમાં ઉપલબ્ધ નથી. કંપની ગ્લોબલ ઓડિયન્સને અપીલ કરવા માટે ચીની રૂટ્સથી દૂર જવા માંગે છે. આ અઠવાડિયાની શરૂઆતમાં દેશમાં ચીન સાથે સીમા વિવાદ બાદ ટિકટોક ઉપરાંત Tencent Holdings નું WeChat અને Alibaba ગ્રુપના UC Browser સહિત કુલ 59 એપ બેન કરી દેવામાં આવ્યા છે.

TikTokએ ચીની સરકારને લઈને કહી આ વાત

મેયરની સરકારને લખવામાં આવેલા લેટરમાં કહેવામાં આવ્યું છે કે, હું આ કંફર્મ કરું છું કે ચીની સરકારે અમારી પાસેથી ભારતીય યુઝર્સના ટિકટોક ડેટા પણ ક્યારેય ડિમાન્ડ નથી કર્યા. તેમણે આગળ એ પણ જણાવ્યું કે ઈન્ડિયન યુઝર્સના ડેટા સિંગાપુરમાં સર્વરમાં સ્ટોર થાય છે. જો અમારી પાસે ભવિષ્યમાં પણ કોઈ માંગ થાય છે તો અમે તેને પુરી નહીં કરીએ.

TikTok

પ્રતિબંધ હટે તેવી દૂર દૂર સુધી પણ નથી આશા

મામલા સાથે જોડાયેલા સૂત્રોએ રોયટર્સને જાણકારી આપી છે કે કંપનીએ આ લેટર આવતા અઠવાડિયે સરકાર અને કંપનીની વચ્ચે થતી મીટિંગ પહેલા મોકલ્યો છે. ત્યાં જ ન્યૂઝ એજન્સીને એક સરકારી સૂત્રો દ્વારા એ જાણકારી મળી છે કે આ બેન હટાવવામાં આવે તેની કોઈ આશા નથી. વકીલોનું કહેવું છે કે કાયદાકીય રીતે તેને જીતવું મુશ્કેલ છે કારણ કે ભારત સરકારે રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપતા એપ્સને બેન કરી છે.

Read Also

Related posts

કાર લેવાનું વિચારી રહ્યા છો તો અહીં વાંચો આ કારોની ખરીદી પર મળી રહ્યુ છે ભારે ડિસ્કાઉન્ટ

Mansi Patel

લોન ધારકો માટે માઠા સમાચારઃ RBIએ મોનિટરી પોલીસી કરી જાહેર, રેપોરેટ દર યથાવત

Mansi Patel

પોરબંદર- દ્રારકા હાઇવે પર ખનીજ માફિયા સક્રિય, લેખિતમાં રજુઆત કરવા છતા તંત્રના આંખ આડા કાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!