લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ(LAC) પર તણાવ વચ્ચે મોલ્ડોમાં ગઈકાલે ભારત અને ચીન વચ્ચે 9ની વખતની વાતચીત મોડી રાત અઢી વાગ્યા સુધી ચાલી. 15 કલાક ચાલેલ આ બેઠકમાં તણાવ ઓછો કરવા પર વાતચીત થઇ. 78 દિવસ પછી વાતચીતમાં પહેલા જ એરચીફ માર્શલે ચીનને કહી દીધું હતું કે ભારતને પણ આક્રમક થતા આવડે છે.
ભારત અને ચીન બંને તરફથી પૂર્વ લદાખમાં સેના અને હથિયારોની ભરી તૈનાતી કરવામાં આવી છે. બંને દેશો વચ્ચે 8 રાઉન્ડની વાત થઇ ચુકી છે પરંતુ હજુ સુધી કોઈ સમાધાન આવ્યું નથી.
નો મેન્સ લેન્ડ બનાવવા પર વાર્તા

સૂત્રો મુજબ, 9માં રાઉન્ડની બેઠકમાં પ્રસ્તાવ મુકવામાં આવ્યો કે પેન્ગોન્ગ ઝીલના ઉત્તર ભાગમાં ફિંગર એરિયાને હાલ નો મેન્સ લેન્ડ બનાવવામાં આવે. લદ્દાખની ઘાટીમાં તાપમાન આ સમયે 0થી 30 ડિગ્રી નીચે ચાલી રહ્યું છે. ઠંડીના કારણે સીમા રેખા પર શાંતિ છે, પરંતુ તણાવ હજુ પણ ઓછો થયો નથી.
ચીને તોડી સંધિ, LAC પર વધાર્યો જમાવડો

આ વચ્ચે ચીને ચુપચાપ LAC પાસે તણાવ વાળા વિસ્તરામાં જમાવડો કરી લીધો છે, જયારે ચાર મહિના પહેલા જ બંને દેશો વચ્ચે સંધિ થઇ હતી. એમાં કહેવામાં આવ્યું હતું કે તણાવ વાળા મોરચા પર કોઈ દેશ સૈન્ય જમાવડો નહિ કરે. કેટલાક સેક્ટર્સમાં ચીનના વધતા પગલાંને જોઈ ભારતે પહેલા જ સુરક્ષાત્મક પગલાં ભરી લીધા છે.
ભારત પણ આક્રમક થઇ શકે છે.
ઇન્ડિયન એયરફોર્સ માર્શલ આરકેએલ ભદોરિયાએ શનિવારે ચીનનું નામ લીધા વગર કહ્યું હતું કે જો એલઓ આક્રમક છે તો અમે પણ આક્રમક થઇ શકીએ છીએ. તેમણે આ નિવેદન ચીનના LAC પર આક્રમક થવાની સંભાવના પર હતું.
Read Also
- ‘સરકારનું અનાજ ખાધું છે માટે ઋણ તો ચૂકવવું પડે’ કહી મતદારને તગેડી મૂક્યો, સંખેડાના ધારાસભ્યનો બફાટ
- પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો: ઈમરાન ખાનના ધમપછાડા છતાં એક પણ ન ચાલી, હમણા રહેશે ગ્રે લિસ્ટમાં
- લીંબ ગામે જાનૈયા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતા અફરાતફરી, ખડકી દેવાયો પોલીસનો કાફલો
- ધર્મસંકટ: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો પર નિર્મલા સીતારમણે આપ્યા આવા જવાબ, સરકારનો મત રજૂ કર્યો
- હેલ્થ/ ગ્રીન ટીને વધુ અસરકારક બનાવવા માટે તેમાં ઉમેળો આ 5 આયુર્વેદિક વસ્તુ, સ્વાસ્થ્યમાં કરશે વધારો