GSTV

ચીનની અવળચંડાઇને ચટાડી ધૂળ: ડ્રેગનની નફ્ફટાઇ બાદ અડધી રાત સુધી ચાલેલી બેઠકમાં ભારતે આપ્યો જોરદાર જવાબ

ભારતીય

Last Updated on January 25, 2021 by Bansari

પૂર્વીય લદાખમાં લાઇન ઑફ એક્ચુઅલ કંટ્રોલ (LAC) પર ફરી એકવાર અથડામણ થઇ છે. જણાવવામાં આવી રહ્યું છે કે ચીની સેનાએ LACની યથાસ્થિતિને બદલવાનો પ્રયાસ કર્યો હતો અને કેટલાક સૈનિકો ભારતીય ક્ષેત્ર તરફ આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. આ દરમિયાન ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને રોકી લીધાં. આ દરમિયાન બંને દેશોના સૈનિકો વચ્ચે અથડામણ થઇ, જેમાં ચાર ભારતીય અને 20 ચીની જવાન ઘાયલ થયા છે. ભારતીય જવાનોનું સાહસ જોઈને કપટી ચીની સૈનિકોને ઉભી પૂંછડીએ ભાગવું પડ્યું હતું. ત્યારબાદ લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ(LAC) પર તણાવ વચ્ચે મોલ્ડોમાં ગઈકાલે ભારત અને ચીન વચ્ચે 9ની વખતની વાતચીત મોડી રાત અઢી વાગ્યા સુધી ચાલી. 15 કલાક ચાલેલ આ બેઠકમાં તણાવ ઓછો કરવા પર વાતચીત થઇ. 78 દિવસ પછી વાતચીતમાં પહેલા જ એરચીફ માર્શલે ચીનને કહી દીધું હતું કે ભારતને પણ આક્રમક થતા આવડે છે.

ભારત અને ચીન બંને તરફથી પૂર્વ લદાખમાં સેના અને હથિયારોની ભરી તૈનાતી કરવામાં આવી છે. બંને દેશો વચ્ચે 8 રાઉન્ડની વાત થઇ ચુકી છે પરંતુ હજુ સુધી કોઈ સમાધાન આવ્યું નથી.

નો મેન્સ લેન્ડ બનાવવા પર વાર્તા

ચીન

સૂત્રો મુજબ, 9માં રાઉન્ડની બેઠકમાં પ્રસ્તાવ મુકવામાં આવ્યો કે પેન્ગોન્ગ ઝીલના ઉત્તર ભાગમાં ફિંગર એરિયાને હાલ નો મેન્સ લેન્ડ બનાવવામાં આવે. લદ્દાખની ઘાટીમાં તાપમાન આ સમયે 0થી 30 ડિગ્રી નીચે ચાલી રહ્યું છે. ઠંડીના કારણે સીમા રેખા પર શાંતિ છે, પરંતુ તણાવ હજુ પણ ઓછો થયો નથી.

ચીને તોડી સંધિ, LAC પર વધાર્યો જમાવડો

આ વચ્ચે ચીને ચુપચાપ LAC પાસે તણાવ વાળા વિસ્તરામાં જમાવડો કરી લીધો છે, જયારે ચાર મહિના પહેલા જ બંને દેશો વચ્ચે સંધિ થઇ હતી. એમાં કહેવામાં આવ્યું હતું કે તણાવ વાળા મોરચા પર કોઈ દેશ સૈન્ય જમાવડો નહિ કરે. કેટલાક સેક્ટર્સમાં ચીનના વધતા પગલાંને જોઈ ભારતે પહેલા જ સુરક્ષાત્મક પગલાં ભરી લીધા છે.

ભારત પણ આક્રમક થઇ શકે છે.

ઇન્ડિયન એયરફોર્સ માર્શલ આરકેએલ ભદોરિયાએ શનિવારે ચીનનું નામ લીધા વગર કહ્યું હતું કે જો એલઓ આક્રમક છે તો અમે પણ આક્રમક થઇ શકીએ છીએ. તેમણે આ નિવેદન ચીનના LAC પર આક્રમક થવાની સંભાવના પર હતું.

Read Also

Related posts

દિલ્હી રમખાણ કેસ મામલે પહેલી સજા, લૂંટ અને આગજનીના ગુનેગારને 5 વર્ષની જેલની સજા ફટકારી

Pravin Makwana

BJPમાં એડમિશન/ કોંગ્રેસની પોસ્ટર ગર્લ કોંગ્રેસને પડતી મુકી ભાજપમાં જોડાઈ ગઈ, મુલાયમના સગા પણ ભાજપમાં જોડાયા

Pravin Makwana

કોરોનાએ 8 મહિનાનો રેકોર્ડ તોડયો : 24 કલાકમાં 3.17 લાખથી વધુ કેસ : દૈનિક મૃત્યુ દર 350થી ઉપર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!