GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

ચીનને વધુ એક ઝટકો આપી શકે છે ભારત, 5G પર મોદી સરકારના વરિષ્ઠ મંત્રીઓની મહામંથન બેઠક

ચીન સાથેના તનાવ વચ્ચે સોમવારે મોદી સરકારના વરિષ્ઠ મંત્રીઓની બેઠકમાં 5 જીની ચર્ચા થઈ હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ જયશંકર, વાણિજ્યમંત્રી પીયુષ ગોયલ અને સંદેશાવ્યવહાર મંત્રી રવિશંકર પ્રસાદ ઉપસ્થિત રહ્યા હતા. સૂત્રોએ આ માહિતી આપી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, બેઠકમાં 5 જી સેવાઓમાં ઉપકરણોના સપ્લાય અંગે ચર્ચા કરવામાં આવી છે. નોંધપાત્ર વાત એ છે કે, ચીની કંપની હુવૈ (HUAWEI) ભારતમાં 5 જી સેવાઓથી જોડાયેલા ઉપકરણોની મુખ્ય દાવેદાર છે.

ભારતમાં 5 જીની હરાજી 1 વર્ષ માટે મુલતવી

ભારતમાં હુવૈ ને 5 જી ટ્રાયલમાં ભાગ લેવાની ગયા વર્ષે મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ અમેરિકા અન્ય દેશો પર દબાણ કરી રહ્યો છે કે ચીનની આ કંપનીને તેમાંથી બાકાત રાખવામાં આવે. ભારતમાં 5 જીની હરાજી હાલમાં એક વર્ષ માટે મુલતવી રાખવામાં આવી છે. અમેરિકામાં હુવૈના ઉત્પાદનો પર મે 2021 સુધી પ્રતિબંધ છે. સિંગાપુરમાં 5 જી રેસમાંથી હુવૈ બહાર થઈ ચૂક્યું છે. ત્યાં નોકિયા અને એરિક્સનને તક મળી છે.

સુરક્ષાને લઈને હુવૈ અંગે ચિંતા વ્યક્ત કરાઈ

ભારતમાં હુવૈનો વિરોધ થઈ રહ્યો છે કારણ કે તેના સંસ્થાપકના પીએલએ સાથે સંબંધ બતાવવામાં આવી રહ્યો છે. સરહદ વિવાદ પછી દેશમાં બદલાતા વાતાવરણમાં હુવૈ માટે માર્ગ મુશ્કેલ બનશે. વરિષ્ઠ મંત્રીઓની બેઠકમાં હાલમાં લેવાયેલા નિર્ણય અંગે હાલમાં કોઈ માહિતી મળી નથી. ભારતમાં સુરક્ષાના કારણોસર હુવૈને લઈને ચિંતા વ્યક્ત કરાઈ છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં સુરક્ષાના કારણોને કારણે હ્યુઆવેઇને ટ્રાયલમાંથી બહાર રાખવામાં આવી હતી.

59 જેટલી એપ પર દેશભરમાં લગાવ્યો બેન

આ પહેલા સરકારે ચીનને મોટો ઝટકો આપતાં 59 ચીની એપનો ભારતમાં પ્રતિબંધિત કરી દીધી છે. ટિકટોક, યૂસી બ્રાઉઝર, વીચેટ, શેરઈટ, અને કેમ સ્કેનર વગેરે મળીને 59 એપ સામેલ છે. જેને સરકાર દ્વારા દેશભરમાં બેન કરવામાં આવી છે. સરકારે એક નિવેદનમાં કહ્યું છે કે, ઉપલબ્ધ માહિતી અનુસાર, આ એપ્સ એવી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે જે ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા, સુરક્ષા, રાજ્યની સુરક્ષા અને જાહેર વ્યવસ્થા માટે જોખમી છે.

READ ALSO

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana

દેશ પાસે માફી માગે મોદી: ચીનની પીછેહટ પર કોંગ્રેસે કર્યો ઘેરાવ, દેશની જનતાને સંબોધી સચ્ચાઈ બતાવે મોદી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!