GSTV
India News ટોપ સ્ટોરી

ચીનની નજર હવે 17 હજાર ફૂટ ઊંચે આવેલા વ્યુહાત્મક મેદાન દેપસાંગ પર, કબજો કરવા માટે ચાલી આ ચાલ

ચીન

લાઈન ઓફ એક્ચ્યુલ કન્ટ્રોલ પાસે લેહ અને દૌલત બેગ ઓલ્ડી વચ્ચે દેપસાંગ પ્લેઈન નામનો મેદાની વિસ્તાર આવેલો છે. ચીનની હવે નજર આ 17 હજાર ફીટ ઊંચા મેદાની વિસ્તાર પર હોવાનું નિષ્ણાતો માને છે.લદ્દાખ સહિત ચીન સાથેની સરહદ હિમાલયના ઊંચા શીખરો પર જ છે. ત્યાં સપાટ વિસ્તાર શોધવો મુશ્કેલ છે. બીજી તરફ જંગી લશ્કરી જમાવડો કરવો હોય અને લશ્કરી વાહનોની આવન-જાવન કરવી હોય તો મેદાની વિસ્તાર જરૂરી છે. માટે ચીન હવે આગામી સંઘર્ષ દેપસાંગ મોરચે કરે એવી શક્યતા છે.

પહેલા ગલવાન અને પછી પેંગોગના કાંઠે એમ બે મોરચા તો ચીને ખુલ્લાં રાખ્યા જ છે. દેપસાંગ વિસ્તારમાં ઘણો વિસ્તાર એવો છે, જેના પર બન્ને દેશો પોતાના દાવા કરે છે. એક જગ્યાએ તો ભારતની ભૂમિ પર 18 કિલોમીટર સુધી અંદર ચીન પોતાનો દાવો રજૂ કરે છે.

ચીનને સતાવી રહ્યો છે આ ભય

ચીનનો કુલ દાવો દેપસાંગના 972 ચોરસ કિલોમીટર વિસ્તાર છે. દેપસાંગ અને પછી દૌલત બેગ ઓલ્ડી વિસ્તાર એ ચીનના તિબેટમાંથી પસાર થતાં હાઈવે નંબર જી-219થી નજીક છે. એટલે ચીનને એ ડર છે કે ભારતીય સૈન્ય એ હાઈવેની નજીક પહોંચે તો ક્યાંક કટોકટીના સંજોગોમાં હાઈવે પર કબજો જમાવી ન લે.

રાજનાથ સિંહે દિલ્હીમાં આજે ચાઈના સ્ટડી ગૂ્રપ સાથે મીટિંગ કરી હતી. આ ગૂ્રપનું કામ ચીનની ચાલ સમજવાનો પ્રયાસ કરી આગામી પગલું શું હોઈ શકે, ક્યા સંજોગોમાં ચીન કેવા પગલાં ભરશે.. વગેરેનો અભ્યાસ કરવાનું છે. મીટિંગમાં વિદેશ મંત્રી જયશંકર અને સુરક્ષા સલાહકાર દોભાલ પણ શામેલ થયા હતા.

એક માહિતી પ્રમાણે દેપસાંગ મેદાનોમાં ભારતના સૈનિકોનું પેટ્રોલિંગ પ્રવૃત્તિ ચીને માર્ચ મહિનાથી રોકી પાડી છે. આ મેદાની વિસ્તાર પર પણ પેંગોગ સરોવરની માફક બન્ને દેશો બન્ને છેડે પેટ્રોલિંગ કરે છે. પરંતુ અત્યારની સ્થિતિ મુજબ ભારતના સૈનિકો પેટ્રોલિંગ કરવા જઈ શકતા નથી. રાજનાથ સિંહે રાજ્યસભામાં આપેલા જવાબ દરમિયાન દેપસાંગ અંગે કોઈ વાત કરવાનું ટાળ્યું હતુ, જ્યારે સંરક્ષણ મંત્રાલય પણ આ અંગે કશું બોલવા તૈયાર નથી.

ભારતના વિસ્તારો પોતાના દર્શાવતો નકશો નેપાળના પાઠય પુસ્તકોમાં

નેપાળે થોડા સમય પહેલા ભારતના વિસ્તારો લુપીલેખા, કાલાપાની અને લિમ્પીયાધુરાને પોતાના દર્શાવતા નકશા તૈયાર કર્યા હતા. ભારતના વિરોધ છતાં નેપાળે આ નકશા સાથેના પાઠય પુસ્તકો તૈયાર કર્યા છે, જેના દ્વારા વિદ્યાર્થીઓ ભણશે. આ નકશા ધરાવતા 1 અને 2 રૂપિયાના સિક્કા પણ નેપાળની રિઝર્વ બેન્ક બહાર પાડવાની છે. નેપાળની સરહદ એવા પ્રકરણમાં સમાવાયેલા આ નકશા નવમા અને બારમા ધોરણના વિદ્યાર્થીને ભણાવવામાં આવશે. ભારતે આ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે જે વિસ્તાર નેપાળના છે જ નહીં એ નેપાળના નકશામાં દર્શાવવાનો કોઈ અર્થ નથી.

ચીને પેંગોગમાં ઘાતક પેટ્રોલિંગ બોટ્સ ગોઠવી

હથિયારોથી સજ્જ અને ફાયર કરવા સક્ષમ એવી પેટ્રોલિંગ બોટ્સ ચીને પેંગોગ સરોવરમાં ગોઠવી દીધી છે. ચીને જોકે ઓક્ટોબર 2019થી સરોવરના ચીન તરફના છેડે આ બોટ ગોેઠવી દીધી હતી. હવે તેની સંખ્યા વધારી રહ્યાં છે. ટાઈપ-928ડી નામે ઓળખાતી આ બોટ 45 ફીટની લંબાઈ ધરાવે છે અને તેમાં 11 વ્યક્તિનો સમાવેશ થઈ શકે છે. ચીનના જ નૌકા યાર્ડમાં બનેલી આ બોટ 40 નોટ સુધીની ઝડપે પ્રવાસ કરી શકે છે. આ બોટ મોટા કદની અને નાના કદની મશીનગનથી સજ્જ છે. એ ઉપરાંત તેમા વધારાના હથિયારો પણ ગોઠવી શકાય છે.

Read Also

Related posts

સાન ફ્રાન્સિસ્કો પોલીસમાં તૈનાત થશે રોબોટ, સરકાર સમક્ષ રજૂ કરાયો પ્રસ્તાવ

GSTV Web Desk

વડોદરા / ગુજરાતની ચૂંટણીમાં US રાષ્ટ્રપતિ જો બાયડેનની ચર્ચા, જાણો શું છે સમગ્ર મામલો

Nakulsinh Gohil

બઘેલનો નવો દાવ / છત્તીસગઢમાં અનામતનું પ્રમાણ વધારીને 76 ટકા કરી દીધું, રાજ્યોમાં અનામત વધારવાની હોડ જામી

Hardik Hingu
GSTV