GSTV
India News ટોપ સ્ટોરી

વાયુસેનાના ફાઈટર જેટે મધરાતે લેહ એરપોર્ટ પર કર્યું લેન્ડિંગ, કપટી ચીને ભારતની ભૂમી પર પોસ્ટ ઉભી કરતા થયો સંઘર્ષ

ચીન અને ભારત સૈનિક વચ્ચે થયેલા હિંસક સંઘર્ષ પાછળચીનની અવળચંડાઈ જવાબદાર છે. ચીને ગલવાન ખીણના શીખર પર ભારતીય બાજુએ સર્વેલન્સ પોસ્ટ (ચોકી) ઉભી કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારતના કમાન્ડિંગ ઓફિસર કર્નલ સંતોષ બાબુએ આ વાતનો કડક વિરોધ કર્યો હતો. ચીને વિરોધને ગણકાર્યો ન હતો અને ભારતના સૈનિકો પર હુમલો કરી દીધો હતો. તેના પરિણામે છેવટે ભારતના કર્નલ સંતોષ બાબુ સહિતના ૨૦ સૈનિકો શહિદ થયા હતા.

ભારતના સૈનિકો પર હુમલો કરી દીધો

ચીનને તો બહુ મોટે પાયે નુકસાન થયું છે. સૈનિકોને બચાવવા માટે ભારતીય વાયુસેનાના વિમાને લેહ એરપોર્ટ પર મધરાતે ઉતરાણ કર્યું હતું. ખાસ્સી ઉંચાઈ પર હોવાથી સામાન્ય સંજોગોમાં લેહનુ એરપોર્ટ રાતના સમયે બંધ રહે છે.

સામાન્ય સંજોગોમાં લેહનુ એરપોર્ટ રાતના સમયે રહે છે બંધ

સામાન્ય રીતે લડાઈમાં સામસામા ગોળીબાર કે હુમલામાં મોત થતાં હોય. અહીં કેટલાક સૈનિકો શહિદ થયા કેમ કે તેઓ ઉંચાઈ પરથી બર્ફિલી નદીમાં પડયા હતા. માઈનસ તાપમાન ધરાવતા વિસ્તારમાં પાણીમાં પડયા પછી પ્રચંડ પ્રવાહ સામે શરીરને ટકાવી રાખવું સૈનિકો માટે મુશ્કેલ થયું હતું. લપસણો ઢોળાવ હોવાથી સૈનિકો માટે શરીરનું બેલેન્સ રાખવું પણ અઘરું સાબિત થયું હતું. હજુ કેટલાક સૈનિકો ગંભીર રીતે ઘાયલ હોવાનું પણ મનાય છે.ચીને શિખર પર મિલિટરી પોસ્ટ ઉભી કરી હતી, જે ભારતની ભૂમિમાં હતી. ભારતના સૈનિકોએ તુરંત ત્યાં જઈ એ પોસ્ટ હટાવવા પ્રયાસ કર્યો હતો.

હાજર ચીનીઓએ તેનો વિરોધ કર્યો

એ વખતે ત્યાં હાજર ચીનીઓએ તેનો વિરોધ કર્યો હતો. પરંતુ તેમની સંખ્યા મર્યાદિત હતી. માટે થોડી વાર પછી ચીની સૈનિકો મોટી સંખ્યામાં ત્યાં આવી પહોંચ્યા હતા. તેમની પાસે સળિયા, પથ્થર, લાકડીઓ વગેરે હતાં, જેવા વડે ભારતીય સૈનિકો પર હુમલો કર્યો હતો.

READ ALSO

Related posts

આપ ઉમેદવાર અલ્પેશ કથિરીયાની કિશોર કાનાણીને ચેલેન્જ, આઠ ડિસેમ્બરે કાકાની જીત થશે તો મારા ખભા પર બેસાડીશ

pratikshah

દુર્ઘટના ટળી/ બે હિસ્સામાં વહેંચાઈ ગઈ ચાલુ ટ્રેન, 200 મીટરથી વધુ આગળ નીકળી ગયું એન્જિન, 1 હજાર લોકોનો થયો આબાદ બચાવ

HARSHAD PATEL

કોંગ્રેસમાં ભડકો / તમે તો વાંકા વળીને ઝૂકી ગયા પણ અમારે તમને જીતાડીને એમને જ ઝૂકવાનું

pratikshah
GSTV