GSTV

વિશ્વની મહાસત્તાઓમાં પરમાણુ હથિયારો ઘટાડવાની ચર્ચા વચ્ચે ચીન, ભારત અને પાકિસ્તાનની શસ્ત્રો વધારવા સ્પર્ધા

પરમાણુ

Last Updated on June 16, 2021 by Damini Patel

ગલવાન ઘાટીમાં ભારત અને ચીન વચ્ચેના સંઘર્ષને એક વર્ષ થયું છે. આ સમયમાં બંને દેશો વચ્ચે તંગદિલી યથાવત્ રહી છે. આવા વાતાવરણમાં ચીન, ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ શસ્ત્રો વધારવા સ્પર્ધા ચાલી રહી છે. પરમાણુ શસ્ત્રોની બાબતમાં ભારત તેના પ્રતિસ્પર્ધીઓ ચીન અને પાકિસ્તાન કરતાં પાછલ છે. તેમ છતાં યુદ્ધ થાય તો ભારત બંને દેશોનો એક સાથે સામનો કરવાની ભરપૂર ક્ષમતા ધરાવે છે. હવે અગ્નિ-૫ મિસાઈલો અને રાફેલ ફાઈટરની સાથે પરમાણુ ક્ષમતાથી સજ્જ સબમરીન આઈએનએસ અરિહંતનો પણ નૌકાદળમાં સમાવેશ કરી લેવાયો છે. આમ, ભારતીય સૈન્યની ત્રણેય પાંખો પરમાણુ શસ્ત્રોથી સજ્જ છે.

ભારત અને ચીન વચ્ચે તંગદિલી ભર્યા વાતાવરણ વચ્ચે સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ ઈન્સ્ટિટયૂટ (સિપરી)એ સોમવારે વિશ્વમાં પરમાણુ શસ્ત્રો અંગે તાજા આંકડા જાહેર કર્યા છે, જે મુજબ ચીન હાસે હાલ ૩૫૦, પાકિસ્તાન પાસે ૧૬૫ જ્યારે ભારત પાસે ૧૫૬ પરમાણુ શસ્ત્રો છે.

સિપરીના અહેવાલ મુજબ પરમાણુ ક્ષમતાથી સજ્જ નવ રાષ્ટ્રો પાસે કુલ ૧૩,૦૮૦ પરમાણુ હથિયારો છે, જેમાં રશિયા પાસે સૌથી વધુ ૬,૨૫૫ અને અમેરિકા પાસે ૫,૫૫૦ પરમાણુ હથિયારો છે. આ સિવાય ફ્રાન્સ પાસે ૨૯૦, બ્રિટન પાસે ૨૨૫, ઈઝરાયેલ પાસે ૯૦ અને ઉત્તર કોરિયા પાસે ૪૦-૫૦ પરમાણુ શસ્ત્રો છે. જોકે, આ આંકડા એકદમ સાચા હોવાનો સંસ્થાએ દાવો કર્યો નથી. સંસ્થાના જણાવ્યા મુજબ દરેક દેશ તેમના પરમાણુ કાર્યક્રમોને એકદમ ગુપ્ત રાખતા હોવાથી આ આંકડા અંદાજિત છે.

રશિયા અને અમેરિકા સિવાય બાકીના સાત દેશો હજી પણ પરમાણુ હથિયારો બનાવી રહ્યા છે અથવા પરમાણુ શસ્ત્રોની નિયુક્તિ કરી છે. સિપરીએ કહ્યું, ‘ચીન તેના પરમાણુ હથિયારનો ભંડાર વધારવા અને તેના આધુનિકરણની દિશામાં અડધે રસ્તે પહોંચી ગયું છે. તે પરમાણુ શસ્ત્રો અને તેની ટેકનિકની દૃષ્ટિએ અમેરિકા સાથે સ્પર્ધા કરી રહ્યું છે. પાકિસ્તાન પણ તેના પરમાણુ હથિયારો વધારી રહ્યું છે. ભારત પણ પરમાણઉ હથિયો વધારી રહ્યું છે.’

સિપરીના અભ્યાસમાં જે દેશો પાસે તેમના પરમાણુ હથિયારો છે તેના કાચા માલના ભંડાર અંગે પણ જણાવાયું છે. ભારત અને ઈઝરાયેલે મુખ્યરૂપે પ્લુટોનિયમનું ઉત્પાદન કર્યું છે. પાકિસ્તાને મુખ્યરૂપે એચઈયુ (અત્યાધુનિક સમૃદ્ધ યુરેનિયમ)નું ઉત્પાદન કર્યું છે. અભ્યાસમાં ઉલ્લેખ કરાયો છે કે ચીન, ફ્રાન્સ, રશિયા, બ્રિટન અને અમેરિકાએ પણ તેમના પરમાણુ હથિયારોમાં ઉપયોગ માટે એચઈયુ અને પ્લુટોનિયમ બંનેનું ઉત્પાદન કર્યું છે.

સિપરીએ એક નિવેદનમાં કહ્યું છે કે ભારત અને પાકિસ્તાનની સરકારો તેમના કેટલાક મિસાઈલ પરીક્ષણો અંગે નિવેદનો કરે છે, પરંતુ તેમના પરમાણુ શસ્ત્રોની સ્થિતિ અથવા કદ અંગે કોઈ માહિતી આપતી નથી. સિપરી યરબૂક ૨૦૨૧માં જણાવાયું છે કે દુનિયાના કુલ ૧૩,૦૮૦ વૈશ્વિક પરમાણુ હથિયારોમાંથી લગભગ ૨,૦૦૦ને ‘હાઈ ઓપરેશનલ એલર્ટની સ્થિતિ’માં રાખવામાં આવ્યા છે. તેમાં એમ પણ કહેવાયું છે કે સાઉદી અરબ, ભારત, ઈજિપ્ત, ઓસ્ટ્રેલિયા અને ચીન ૨૦૧૬ અને ૨૦૨૦ વચ્ચે દુનિયાના મુખ્ય હથિયારોના પાંચ સૌથી મોટા આયાતકાર દેશ હતા. આ સમયમાં મુખ્ય હથિયારોની વૈશ્વિક આયાતમાં સાઉદી અરબની ભાગીદારી ૧૧ ટકા અને ભારતની ૯.૫ ટકા હતી.

Read Also

Related posts

મેઘ મલ્હાર/ કડાકા ભડાકા સાથે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં પડશે ભારે વરસાદ, સૌરાષ્ટ્રમાં મેઘરાજા એક્ટિવ

Bansari

મોટી જાહેરાત: ધોરણ 12ની વૈકલ્પિક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, આ તારીખે લેવાશે પ્રથમ પેપર, રોજ બે સેશનમાં પરીક્ષા લેવાશે

Pravin Makwana

સોશિયલ મીડિયા: પરીક્ષામાં ચોરી કરતાં પકડાયેલા વિદ્યાર્થીના પિતા હવે શિક્ષણમંત્રી, મંત્રીમંડળનો ખાલી નળ બદલવાનો હતો, સાહેબે આખી પાઇપલાઇન બદલી નાખી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!