GSTV

ભારત-ચીન તણાવ/ બન્ને દેશો વચ્ચે પાંચ સૂત્રિય સહમતી સાધવામાં આવી, સૈન્ય ગતિતિવિધને પણ કરશે ઓછી

Last Updated on September 11, 2020 by pratik shah

ભારત-ચીન વચ્ચે ઘણા લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે. ત્યારે લદ્દાખમાં ચીન અને ભારત વચ્ચે શરૂ થયેલા તણાવ બાદ રશિયાના મોસ્કોમાં બન્ને દેશના વિદેશ પ્રધાન વચ્ચે મહત્વની બેઠક મળી. આશરે અઢી કલાક સુધી ચાલેલી બેઠકમાં પાંચ સૂત્રિય સહમતી સાધવામાં આવી છે. બન્ને દેશ સરહદ પર વધી રહેલા તણાવને ઓછો કરવા સહમત થયા છે. આ સાથે બન્ને દેશ સરહદ પર સૈન્ય ગતિતિવિધને પણ ઓછી કરશે.

બન્ને દેશ સરહદ પર વધી રહેલા તણાવને ઓછો કરવા સહમત થયા

નોંધપાત્ર છે કે ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ જણાવ્યુ હતુ કે, ભારત-ચીન વચ્ચે સંબંધને વધારે મજબૂત કરવા કામ કરવામાં આવશે.. અને મતભેદને વિવાદ બનવા ન દેવો જોઈએ.. આ સાથે બન્ને દેશ વાતચીત શરૂ રાખશે અને સરહદ પર સૈનિક હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.

મળતી માહિતી પ્રમાણે ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે જણાવ્યુ હતુ કે, સરહદ અંગે થયેલી સમજૂતિનું સંપૂર્ણ પણે પાલન થવુ જોઈએ.

READ ALSO

Related posts

સંબંધોમાં આવી કડવાશ / બ્રિટન સાથેના ગઠબંધનના કારણે થઇ ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની ટીકા, ફ્રાંસે ખુલ્લેઆમ કરી પોતાની નારાજગી વ્યક્ત..

Zainul Ansari

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

ટેરર એલર્ટ / મુંબઈ પર છવાયો ફરી આતંકી હુમલાનો ખૌફ, શંકાસ્પદ આતંકીએ પૂછપરછમાં આપી ચોંકાવનારી માહિતી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!