GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

ડ્રેગનની અવળચંડાઈ: ભારત- ચીન વચ્ચે લદ્દાખ સરહદે તંગદિલી વધી, ગલવાન સેક્ટરમાં આર્મી તૈનાત

સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે, ભારત પણ આ વાયરસ સામે લડત આપી રહ્યું છે. ત્યારે ડ્રેગન તેની અવળચંડાઈ શરૂ કરી છે. ભારત- ચીન વચ્ચે દોકલામ વિવાદ પછીની સૌથી વધુ તંગદિલી લદ્દાખ સરહદે વધી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી આ મામલે ભારત-ચીન વચ્ચે વધારો થયો છે, ચીની સૈન્યએ લદાખમાં ૫૦૦૦ સૈનિકો વધાર્યા તે પછી ભારતે પણ સંખ્યાબળમાં વધારો કર્યો હતો. આર્મી વડાએ લદ્દાખ ની મુલાકાત લીધી તે પછી ભારતીય સૈન્ય જવાબ આપતા સજ્જ થઈ ચૂક્યું છે. ગલવાન સેક્ટરમાં બંને દેશોનું સૈન્ય સામ-સામે તૈનાત થયું છે.

ચીની સૈન્યએ લદાખમાં ૫૦૦૦ સૈનિકો વધાર્યા તે પછી ભારતે પણ સંખ્યાબળમાં વધારો કર્યો

લાઈન ઓફ એક્યુઅલ કંટ્રોલના ગલવાન સેક્ટરમાં ભારત-ચીનના સૈન્ય વચ્ચે તંગદિલી સર્જાઈ ચૂકી છે. બંને દેશોના સૈનિકો વચ્ચે સંઘર્ષ થયા પછી ચીને પેંગ્ગોંગ તળાવ આસપાસ વધારે ૫૦૦૦ સૈનિકો તૈનાત કર્યા છે. ભારતના આર્મી વડા એમ. એમ નરવણેએ લદાખનો પ્રવાસ કર્યો તે પછી ભારતીય સૈન્યનું સંખ્યાબળ પણ વધી ચૂક્યું છે.

ગલવાન સેક્ટરમાં બંને દેશોનું સૈન્ય સામ-સામે તૈનાત થયું

નરવણેએ 2012માં લદાખ બાબતે ચીનની જે વ્યૂહરચના છે, તે અંગે એક રીપોર્ટ રજૂ કર્યો હતો. એ રીપોર્ટમાં કરેલી આશંકા હવે સાચી પડી રહી છે. મધ્યપ્રદેશના આર્મી વોર કોલેજમાં નરવણેએ સિનિયર ફેકલ્ટી તરીકે કાર્યરત રહીને એક અહેવાલ આપ્યો હતો.જેમાં તેમણે કહ્યું હતું કે ચીન એલિટ સેનાની મદદથી જમીન હડપવાનો પ્લાન તૈયાર કરશે. ચીન નાના પાયે અલગ અલગ સેક્ટર્સમાં વિરોધી સૈન્ય સામે સંઘર્ષ કરશે અને તેના જોરે ચીનની સરકાર પોતાના લક્ષ્યાંકો સિદ્ધ કરાવશે. પહેલા સંઘર્ષમાં ઉતરશે, પછી સૈન્યબળ વધારશે અને પછી રેપિડ એક્શન ફોર્સ તૈનાત કરીને વિરોધી દેશને તમામ પ્રકારનો જવાબ આપવાનો વ્યૂહ અજમાવશે. નરવણેને એલએસીનો લાંબો અનુભવ છે. ચીનની તમામ હરકતોથી નરવણે બરાબર વાકેફ છે. તેમની આ આશંકા લદાખમાં સાચી પડી રહી છે. ચીન એવાં જ પગલાં ભરી રહ્યું છે, જે નરવણેએ રીપોર્ટમાં કહ્યા હતા.

READ ALSO

Related posts

બોયકોટ ચાઈનાઃ હીરો સાઈકલ બન્યું દેશનો સાચો હિરો, ચીન સાથેનો 900 કરોડનો વ્યાપાર કર્યો રદ

Mansi Patel

આ 6 ખતરનાક યુદ્ધ વાહનોના કાફલાએ લદાખમાં લોકોનું ધ્યાન ખેંચ્યું નહીં, મોદી જેની આસપાસ હતા

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!