GSTV

BIG BREAKING: મોલ્ડો વાતચીતથી નિકળ્યો રસ્તો, ભારત-ચીન ગોગરા હાઈટ્સ ક્ષેત્રમાંથી હટાવશે પોતાની આર્મી!

Last Updated on August 3, 2021 by pratik shah

ભારત અને ચીન વચ્ચે લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ(LAC) પર ગત વર્ષના મે મહિનાથી ચાલી રહેલા ઘર્ષણની બરફ હવે વાતચીતમાં પિગળી રહી હોવાનું દેખાઈ રહ્યું છે. મોલ્ડો વાતચીતથી એક નવી રાહ નિકળી છે.ભારત અને ચીન પૂર્વ લદ્દાખના ગોગરા હાઈટ્સ ક્ષેત્રમાંથી પોતાની સેનાઓ હટાવવા પર તૈયાર થઈ ગયા છે. નવી આશાની કિરણ દેખાઈ રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ચીનના મોલ્ડોમાં 12માં રાઉન્ડની વાતચીત દરમ્યાન બન્ને પક્ષોમાં સમજૂતી બની છે. ઉલ્લેખનીય છે કે ગોગરા હાઈટ્સ ક્ષેત્રમાં બન્ને દેશોની આર્મી ગત વર્ષના મે મહિનાથી આમને સામે છે.

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ મોલ્ડોમાં યોજાયેલી 12માં રાઉન્ડની વાતચીત દરમ્યાન આ મામલાને લઈને સમજૂતી બની ગઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ પેંગોન્ગ લેક વિસ્તારથી ફેબ્રુઆરીમાં સેના હટાવવામાં આવી હતી, ત્યારથી ગોગરા હાઈટ્સ વિસ્તારમાં સેના હટાવવાનો નિર્ણય બાકી હતી. આ માટે થઈને બન્ને દેશોની સેનામાં સમજૂતી બની નહોંતી રહી.સૂત્રોના જણાવ્યામુજબ બન્ને દેશો વચ્ચે આ સમજૂતી પર કાર્યવાહી જલ્દી શરૂ થઈ શકે છે.બન્ને દેશોની સેના જલ્દીથી ગોગરા હાઈટ્સ પરથી હટી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ભારત અને ચીન વચ્ચે કમાન્ડર સ્તરની 12મા રાઉન્ડની બેઠક ચુશુલ-મોલ્ડોમાં યોજાઈ હતી. 14 જુલાઇએ દુશાંબેમાં બન્ને દેશોના વિદેશ મંત્રીઓની બેઠક, 25 જૂને ભારત-ચીન સરહદ બાબતો (ડબલ્યુએમસીસી) પર પરામર્શ અને સંકલન તંત્રની મંત્રણા પછી બંને દેશો વચ્ચે વાતચીત થઈ હતી. આ સંવાદમાં, ભારત અને ચીને એલએસીના પશ્ચિમ ક્ષેત્રના તે વિસ્તારોમાંથી સૈનિકો પાછી ખેંચવા અંગેના મડાગાંઠના ક્ષેત્રો વિશે ઉંડાણપૂર્વક ચર્ચા કરી હતી.

ભારત અને ચીને એલએસીના પશ્ચિમ ક્ષેત્રના તે વિસ્તારોમાંથી સૈનિકો પાછી ખેંચવા

બંને પક્ષોએ આ વિસ્તારોમાં ગતિરોધના સમાધાન સાથે સંબંધિત તેમના મંતવ્યોનું સ્પષ્ટ અને ઉંડાણપૂર્વક વિનિમય કર્યું હતું. બંને પક્ષોએ મંત્રણાને રચનાત્મક ગણાવી અને કહ્યું કે તેનાથી પરસ્પર સમજણ વધી છે. બંને દેશોના અધિકારીઓ હાલના કરારો અને પ્રોટોકોલ મુજબ મુદ્દાને ઉકેલવા માટે વાતચીતની ગતિ જાળવવા માટે પણ સંમત થયા હતા. બંને પક્ષોએ એલએસી સાથે શાંતિ જાળવવા પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!