GSTV
India News ટોપ સ્ટોરી

ચીનની નવી ચાલબાજી: આ એરબેઝથી ગણતરીની મીનિટોમાં એરક્રાફ્ટ ઘૂસશે ભારતમાં, 40 ફાયટર પ્લેનો અહીં દેખાયા

ભારતની સાથે સીમા વિવાદ વચ્ચે ચીન પાકિસ્તાનનો વપરાશ કરી રહ્યા છે. પાકિસ્તાનના કબજાવાળા કશ્મીરમાં સ્કાર્દૂ એયરબેસ પર ચીની વાયુસેનાની હરકતોએ ભારતીય એજન્સીઓને એલર્ટ કરી દીધી છે. જૂનના મહિનામાં જ 40થી વધારે ચીની ફાઈટર જેટ જે 10 સ્કાર્દૂ ગયા છે. એવામાં આશંકા છે કે, સ્કાર્દૂનો વપરાશ ચીની વાયુસેના ભારતમાં હુમલો કરવાની તૈયારી કરી રહી છે. ખરેખર તો, સ્કાર્દૂનું લેહથી અંતર લગભગ 100 કિમી છે. જે કોઈપણ ચીની એયરબેસની સરખામણીમાં ખૂબ જ વધારે પાસ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તેથી તે વાતની આશંકા વધી ગઈ છે કે, ચીન સ્કાર્દૂ એયરબેસની ક્ષમતાઓને પરખી રહ્યુ છે. જેથી તેનો વપરાશ કરવામાં આવી શકે. એટલે કે, હવે ભારતને બેવડા મોરચા પર લડવા માટે ખેંચવાની તૈયારી થઈ રહી છે.

ભારત વિરુદ્ધ કાર્યવાહી કરવાની મર્યાદિત ક્ષમતા

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, લદ્દાખની વિરુદ્ધ વપરાશ કરવા માટે ચીનની પાસે 3 એરબેસ છે. જ્યાંથી તેમને ફાઈટર એયરક્રાફ્ટ કાર્યવાહી કરી શકે છે. આ કાશ્ગાર, હોતન અને નગ્રી ગુરુગુંસા છે, પરંતુ તેમની સામે ભારત વિરુદ્ધ કાર્યવાહી કરવાની મર્યાદિત ક્ષમતા છે. કાશગરનુ લેહથી અંતર 625 કિમી, લેહથી ખોતાનનુ અંતર 390 કિમી અને લેહથીગુરગુંસાનુ અંતર 330 કિમી છે. આ બધી જ જગ્યા તિબ્બતમાં 11000 ફુટથી વધારે ઉંચાઈ પર સ્થિત છે.

એક 2.5 કિમી લાંબો અને બીજો 3.5 કિમી લાંબો છે

તે પણ કહેવામાં આવી કહ્યુ છે કે, સ્કાર્દૂનું લેહથી અંતર 100 કિમીની આસપાસ અને કારગિલથી 75 કિમીની આસપાસ છે. અહીંયાથઈ એયરબેસમં 2 રન-વે છે, જેમાંથી એક 2.5 કિમી લાંબો અને બીજો 3.5 કિમી લાંબો છે. અહીંયાથી ચીની ફાઈટર જેટ્સ સરળતાથી કાર્યવાહી કરી પરત ફરી શકે છે. બીજી તરફ ભારત સ્કાર્દૂ પર જવાબી કાર્યવાહી કરે છએ તો, પાકિસ્તાનને યુદ્ધ શરૂ કરવાનું સરળ બહાનુ મળી જશે.

પાકિસ્તાની સેના ઉઈંગર મુસલમાનોને ટ્રેનિંગ આપી રહી છે

આ તરફ સૂત્રોએ જણાવ્યુ છે કે, ISI એ ચીની ગુપ્તચર એજન્સી મિનિસ્ટ્રિ ઓફ સ્ટેટ સિક્યોરિચી MSS ના લોકોને આતંકી સંગઠન અલ બદ્રના આતંકિઓ સાથે મેળાવ્યો છે. આ મીટિંગનો હેતુ આતંકિયોને કશ્મીરમાં હથીયારોની સપ્લાઈ અને ફંડિંગ કરવાનુ છે. જ્યાં એક તરફ ISI MSSના લોકોને આતંકિયોથી મળાવીરહી છે. બીજી તરફ મીરપુર, પીઓકેના એક ટ્રેનિંગ કેમ્પમાં પાકિસ્તાની સેના ઉઈંગર મુસલમાનોને ટ્રેનિંગ આપી રહી છે. એટલુ જ નહી પાકિસ્તાની જેહાદી ગૃપ પણ બલૂચિસ્તાનમાં ઉઈંગર મુસલમાનોને ટ્રેનિંગ આપી રહ્યુ છે. તે સિવાય પાકિસ્તાની આતંકની સંગઠન લશ્કર-એ-તોઈબા અને જમાત-એ તબલિગી દક્ષિણ શનિજિયાંગમાં ઉઈંગર મુસલમાનોને સપોર્ટ કરી રહ્યુ છે.

READ ALSO

Related posts

આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી

Nakulsinh Gohil

અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું

Nakulsinh Gohil

અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો

Nakulsinh Gohil
GSTV