GSTV
Gujarat Government Advertisement

પૂર્વ લદાખમાં તણાવ વચ્ચે ચીની સેનાએ વધારી પોતાના સૈનિકોની સંખ્યા, તોપોની પણ કરી તૈનાતી

Last Updated on October 9, 2020 by pratik shah

ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદાખમાં તણાવ ઓછો નથી થઇ રહ્યો. સરહદ પર તણાવને લઈને ચીન દિવસે ને દિવસે પોતાના સૈનિકોની સંખ્યામાં વધારો કરી રહ્યું છે. સૂત્રોનું માનીએ તો સરહદ પર ચીની જવાનોની સંખ્યા 50 હજારની નજીક પહોંચી ગઈ છે. રિપોર્ટ્સ મુજબ, ખાસકરીને દેપસાંગ વિસ્તારમાં ચીની જવાનો સાથે ટેન્ક્સ પણ તૈનાત કરવામાં આવ્યા છે. જયારે અહીં પહેલેથી જ મોટી સંખ્યામાં ચીની સૈનિકોની હાજરી છે.

જવાનોની સાથે યુદ્ધ વાહનો પણ કરાયા તૈનાત

મીડિયા રિપોર્ટ્સ મુજબ ડેપસાંગ સેક્ટરમાં લગભગ 25 વધારાની ટેન્ક અને તેટલી જ સંખ્યામાં ઇન્ફેન્ટ્રી કોમ્બેટ વહિકલ્સ અને 300-400 સૈનિકો છે. જયારે આ વિસ્તારમાં પહેલાથી જ 3000 ચીની પીએલએ સૈનિકો અને લગભગ 40-50 જેટલી ટેન્ક્સ પહેલેથી જ હાજર છે.

રોકેટ લોન્ચર સહીત હથિયારો સાથે ચીની જવાનો

એટલે સુધી કે આ વિસ્તારમાં જમીની સ્તરેથી હવામાં ફાયર કરતી મિસાઈલ, ઓટોમેટિક બંદૂક, રોકેટ લોન્ચર સિસ્ટમ અને વાયુરક્ષા સિસ્ટમ સહીત તોપોની પણ તૈનાતી કરવામાં આવી છે. મિસાઈલમાં મધ્યમ શ્રેણીની HQ-16 અને થોડા લાંબા અંતરની HQ-9 મિસાઈલ સામેલ છે.

પેંગોંગ લેક વિસ્તારમાં પણ 5000 ચીની સૈનિકોની હાજરી

જણાવી દઈએ કે ડેપસાંગ વિસ્તાર એવો છે જ્યાં ટેન્ક અને બખ્તર બંધ ગાડીઓનો ઉપયોગ કરી શકાય છે. જોકે, બીજી તરફ પેંગોંગ લેક વિસ્તારમાં ઉત્તર વિસ્તારમાં કોઈ ફેરફાર જોવા નથી મળ્યો. પરંતુ, અહીં પણ મોટી સંખ્યામાં લગભગ 5000 ચીની સૈનિકોની પહેલેથી જ તૈનાતી છે. કેટલીક તોપોની પણ તૈનાતી કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

રામના નામે વેપાર / વિવાદમાં રામ મંદિર ટ્રસ્ટના વધુ બે જમીન સોદા, 20 લાખની ભૂમી 2.5 કરોડ રૂપિયામાં ખરીદી!

Zainul Ansari

ઓટો ડ્રાઇવરોને મફત તેલ આપે છે પેટ્રોલ પંપ માલિક, જાણો શું છે આખો મામલો

Vishvesh Dave

સસ્પેન્સ: જમ્મુ કાશ્મીરમાં શું ફરી વાર કંઈ મોટુ થવા જઈ રહ્યુ છે ! પીએમ મોદી 14 દિગ્ગજ નેતાઓ સાથે કરશે મીટિંગ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!