GSTV
Gujarat Government Advertisement

એક ઈંચ ન છોડવાનું કહેનાર મોદી ઝૂકે તો 1448 કિલોમીટરનો ચીન પચાવી લેશે, ફિંગર 4 અને 8 છે યુદ્ધનું કારણ

ચીન

Last Updated on June 6, 2020 by Bansari

વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારત અને ચીન વચ્ચેના તણાવને એક મહીનો થવા આવ્યો છે. આ મુદ્દે ભારત અને ચીનના મિલિટ્રી કમાન્ડર્સ વચ્ચે લદ્દાખના ચુશૂલ ખાતે બેઠક યોજાનારી છે. અત્યાર સુધીમાં બંને દેશ વચ્ચેની આઠ બેઠક નિષ્ફળ રહી છે અને 6 જૂનના રોજ યોજાનારી બેઠક પહેલા પણ સતત તણાવ વધારનારી ગતિવિધિઓ થઈ રહી છે.
છ જૂનના રોજ યોજાનારી બેઠક પહેલા ભારત સરકારને સુરક્ષા એજન્સી તરફથી લદ્દાખમાં ચીનની ગતિવિધિઓનો સંપૂર્ણ રિપોર્ટ મળી ગયો છે. સુરક્ષા એજન્સીએ પૂર્વીય લદ્દાખના વિભિન્ન સેક્ટરમાં ચીની સેનાએ ક્યાં પોતાના સૈનિકો તૈનાત કર્યા છે, ક્યાં ભારે હથિયારો રાખવામાં આવ્યા છે વગેરે જાણકારી આપી દીધી છે. પરંતુ તેના પહેલા પૈંગોંગ ત્સે સરોવર આસપાસ શું ચાલી રહ્યું છે તે જાણીએ.

સરહદની સ્થિતિ શું છે?

હકીકતે ફિંગર 4 અને 8ની વચ્ચે ભારત અને ચીનની સેનાઓ પેટ્રોલિંગ કરે છે. સામાન્ય રીતે ભારતીય સેના ફિંગર 8 સુધી પેટ્રોલિંગ કરે છે અને તે રસ્તામાં જ ચીની સેના પણ પેટ્રોલિંગ કરે છે. પરંતુ ઘણી વખત બંને દેશની સૈન્ય ટુકડીઓનો આમનો-સામનો થઈ જાય છે અને તેમના વચ્ચે અથડામણ થાય છે. કોરોના વાયરસના સંકટને ધ્યાનમાં રાખીને ભારતને પોતાની ગતિવિધિઓ સીમિત રાખવાનું કહેવામાં આવ્યું હતું જેથી સંક્રમણ ન ફેલાય.

પરંતુ તેનો ફાયદો ઉઠાવીને ચીનની સેના ફિંગર 4 પાસે આવીને બેસી ગઈ હતી અને વિવાદની શરૂઆત થઈ હતી. ચીની સૈન્ય ભારતના જવાનોને ફિંગર 4થી આગળ નથી જવા દઈ રહ્યું અને ભારત ચીની સૈન્ય પાછું ચાલી જાય તેવી માંગણી કરી રહ્યું છે. આ કારણે ફિંગર 4 પાસે બંને દેશ વચ્ચે તણાવ વ્યાપેલો છે. નકશાને અંતિમ સ્વરૂપ ન અપાયું હોવાના કારણે બંને દેશ વચ્ચે તણાવ વ્યાપેલો છે.

શું છે ફિંગર 4 અને 8

છેલ્લા કેટલાક વર્ષોથી ચીનની સેના પૈંગોંગ સરોવરના કિનારે રસ્તાઓ બનાવી રહી છે. 1999માં જ્યારે પાકિસ્તાન સાથે કારગિલ યુદ્ધ ચાલી રહ્યું હતું તે સમયે મોકાનો ફાયદો ઉઠાવીને ચીને ભારતની સીમામાં સરોવર કિનારે 5 કિમી લાંબો રસ્તો બનાવ્યો હતો. સરોવરના ઉત્તરી કિનારે બંજર પહાડીઓ છે જેને સ્થાનિક ભાષામાં છાંગ છેનમો કહે છે. આ પહાડીઓના ઉપસેલા હિસ્સાને ભારતીય સેના ‘ફિંગર્સ’ કહે છે. ભારતના દાવા પ્રમાણે એલએસીની સીમા ફિંગર 8 સુધી છે પરંતુ તે ફિંગર 4 સુધીને જ નિયંત્રિત કરે છે. ફિંગર 8 ઉપર ચીનની પોસ્ટ છે અને ચીની સેના ફિંગર 2 સુધી એલએસી છે તેવું માની રહી છે. આજથી છ વર્ષ પહેલા ચીનની સેનાએ ફિંગર 4 ઉપર સ્થાયી નિર્માણનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ભારતના વિરોધ પર તેને પાડી દેવામાં આવ્યું હતું.

પેટ્રોલિંગ માટે ચીનની સેના હળવા વાહનોનો ઉપયોગ કરે છે. જો પેટ્રોલિંગ દરમિયાન ભારતીય પેટ્રોલિંગ ટીમ સામે તેમનો આમનો-સામનો થઈ જાય તો તેમને પાછા જવા કહી દેવાય છે કારણ કે બંને દેશના પેટ્રોલિંગ વાહનો ત્યાં ફરી ન શકે. ભારતીય સેનાના જવાનો ચાલીને પણ પેટ્રોલિંગ કરે છે. હાલના તણાવને ધ્યાનમાં રાખીને પેટ્રોલિંગ વધારીને ફિંગર 8 સુધી કરી દેવાયું છે. મે મહીનામાં ભારત અને ચીનના સૈન્ય વચ્ચે ફિંગર 5 ક્ષેત્રમાં વિવાદ થયો હતો જેને લઈ બંને પક્ષે અસહમતિ છે. ચીની સેનાએ ભારતીય સૈનિકોને ફિંગર 4થી આગળ વધતા અટકાવ્યા હતા. ચીનના 5,000 જવાનો ગાલવાન ઘાટી ખાતે ઉપસ્થિત હોવાનું માનવામાં આવે છે. પૈંગોંગ ક્ષેત્ર પાસે સૌથી વધુ મુશ્કેલી છે કારણકે ત્યાં જ બંને દેશના જવાનો વચ્ચે અથડામણ થઈ ચુકી છે.

ચીન

જાણો LAC શું છે

લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) અરૂણાચલ પ્રદેશથી લઈને સિક્કિમ સુધી, હિમાચલ પ્રદેશ-ઉત્તરાખંડનો હિસ્સો તથા લદ્દાખ એમ ત્રણ ક્ષેત્રમાં વહેંચાયેલી છે. ચીન સાથે જોડાયેલી એલએસીના 3,488 કિમી પર ભારત પોતાનો દાવો કરે છે જ્યારે ચીન તે માત્ર 2,000 કિમી સુધી જ છે તેમ જણાવી રહ્યું છે. LAC બંને દેશની સરહદને જુદી પાડતી રેખા છે. પૈંગોંગ સરોવરનો 45 કિમીનો પશ્ચિમી હિસ્સો ભારતના નિયંત્રણમાં આવે છે જ્યારે બાકીનો ચીનના ભાગમાં છે. પૂર્વીય લદ્દાખ એલએસીના પશ્ચિમી સેક્ટરનું નિર્માણ કરે છે જે કારાકોરમથી લદ્દાખ સુધીનું છે. ઉત્તરમાં કારાકોરમ પાસે દેશની સૌથી ઉંચી એરફિલ્ડ દૌલત બેગ ઓલ્ડી આવેલી છે અને કારાકોરમ રોડ માર્ગે દૌલત બેગ ઓલ્ડી સાથે જોડાયેલું છે.
દક્ષિણ ખાતે આવેલું ચુમાર સંપૂર્ણ રીતે હિમાચલ પ્રદેશ સાથે જોડાયેલું છે. પૈંગોંગ સરોવર પૂર્વીય લદ્દાખમાં 826 કિમીના બોર્ડર કેન્દ્રથી ખૂબ જ નજીક છે. 19મી ઓગષ્ટ, 2017ના રોજ પણ પૈંગોંગ સરોવર ખાતે બંને દેશની સેના વચ્ચે અથડામણ થઈ હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

CBSE : ધોરણ 10 અને 12ના રિઝલ્ટ તૈયાર કરવામાં ક્યાંય પણ તકલીફ કે મૂંઝવણ આવે આ નંબર પર કરો કોલ, હેલ્પલાઈન જાહેર કર્યા

Pravin Makwana

જળયાત્રા / ભગવાન જગન્નાથનો કરાયો જળાભિષેક, નીતિન પટેલનું રથયાત્રાને લઇને મહત્વનું નિવેદન

Dhruv Brahmbhatt

કમાણી કરવાની તક: જો આપની પાસે છે આ 2 રૂપિયાની નોટ તો આપ પણ બની શકો છો લાખોપતિ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!