લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) ખાતે કપટપૂર્વક ભારતીય જવાનો પર હુમલો કર્યા બાદ ચીન હવે વાટાઘાટો દ્વારા વિવાદનો અંત લાવવા વિનંતી કરી રહ્યું છે. ચીનના એક સૈન્ય પ્રવક્તાએ ભારતીય પક્ષે પોતાના ફ્રન્ટલાઈન સૈનિકોને કઠોરતાપૂર્વક રોકવા જોઈએ અને વાટાઘાટો, ચર્ચા દ્વારા સાચા રસ્તે પાછું વળવું જોઈએ તે અર્થનું નિવેદન આપ્યું હતું.
ભારતે ભડકાઉ હુમલાની શરૂઆત કર્યાનો ચીનનો દાવો
ચીની સેના અને ભારતીય સૈનિકો વચ્ચે સોમવારે રાતના સમયે જે હિંસક અથડામણ થઈ તે અંગે પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના વેસ્ટર્ન થિએટર કમાંડના પ્રવક્તા ઝાંગ શુઈલીએ ભારત પર જ અનેક આરોપો મુક્યા હતા. ઝાંગ શુઈલીએ ભારતીય સેનાના જવાનોએ એલએસી પર ગેરકાયદેસર ગતિવિધિઓ દ્વારા જાણીજોઈને ભડકાઉ હુમલાની શરૂઆત કરી તેવો દાવો કર્યો હતો.

ચીનના સત્તાવાર નિવેદન પ્રમાણે ‘ભારતીય સૈનિકોએ વચનનું ઉલ્લંઘન કરીને ફરી એક વખત ગેરકાયદેસર ગતિવિધિઓ દ્વારા એલએસીને પાર કરી. જાણી જોઈને ઉશ્કેરણી કરી અને ચીની સેના પર હુમલો કર્યો. બંને પક્ષે હિંસક અથડામણ થઈ જેમાં અનેક લોકો ઘાયલ થયા છે.’
ભારત-ચીન વચ્ચે તણાવ – જુઓ સમગ્ર ઘટનાક્રમ
- સોમવારે રાત્રે લદ્દાખની ગલવાન વેલીમાં ભારત-ચીનના સૈનિક વચ્ચે હિંસક અથડામણ
- ડી-એGસકેલેશનની પ્રોસેસ દરમિયાન અથડામણ
- ડી-એGસકેલેશનન હેઠળ બંને દેશ તણાવ ઓછો કરવાના પ્રયાસ કરી રહી છે
- વર્ષ ૧૯૭૫ પાછી ભારત-ચીન બોર્ડર પર હિંસાત્મક અથડામણ
- ચીન સાથેના તણાવ બાદ પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન સિGયોરિટીની બેઠક મળી
- બેઠકમાં અમિત શાહ, રાજનાથ સિંહ અને એસ. જયશંકર ઉપિસ્થત રહ્યા
- પીએમ મોદી અને અમિત શાહ વચ્ચે આગામી રણનીતિ મુદ્દા મોડી રાત્રિ સુધી મંથન
- આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ પઠાનકોટ મિલ્ટ્રી સ્ટેશનનો પ્રવાસ રદ કર્યો
- ચીનના વિદેશ મંત્રાલયે ભારતીય સેના પર ઘુસણખોરીનો આરોપ લગાવ્યો
- ભારત બોર્ડર ક્રોસ કરી ચીનના સૈનિકો પર હુમલો કર્યો અને હિંસક અથડામણ થઈઃ ચીન
- ભારત એકપક્ષીય કાર્યવાહી ન કરે નહીંતર મુશ્કેલી વધશેઃ ચીન
- ચીનના આરોપનો ભારતે ચોટદાર જવાબ આપ્યો
- અમે એલએસી પર કોઈ પણ પ્રકારનો હુમલો કર્યો નથીઃ ભારત
- ભારતીય જવાનોએ કોઈ ઘુસણખોરીના પ્રયાસ નથી કર્યાઃ ભારત
- આ વિવાદની શરૂઆત ૫ મેથી થઈ હતી
- ૫ મેનાં રોજ પૂર્વ લદ્દાખના પેંગોગ નજીક ફિંગર-૫ વિસ્તારમાં ભારત-ચીનના સૈનિકો સામસામે
- આશરે ૨૦૦ સૈનિકો સામસામે આવી ગયા હતા
- ભારતે ચીનના સૈનિકોની ઉપિસ્થતિને લઈને વાંધો ઉઠાવ્યો હતો
- ૯ મેનાં રોજ નાકૂ-લા સેકટરમાં તંગદિલી સર્જાઈ
- ઉત્તર સિક્કિમમાં ૧૬ હજાર ફÙટની ઉંચાઈએ તંગદિલી સર્જાઈ
- ભારત-ચીનના ૧૫૦ સૈનિક વચ્ચે તંગદિલી સર્જાઈ
- પેટ્રોલિંગ દળ એકબીજા સામે આવી ગયા અને ઝપાઝપી કરી જેમાં ૧૦ સૈનિકો ઘાયલ
- ૯ મે લદ્દાખમાં એલએસી પર ચીને હેલિકોપ્ટર મોકલ્યાં
- ચીનના હેલિકોપ્ટરે સરહદ પાર ન કરી
- ભારતે લેહ એરબેઝ પરથી સુખોઈ ૩૦ એમકેઆઈ ફાઈટર પ્લેનો કાફલો રવાના કયાર્ે હતો
- બંને દેશની સેના વચ્ચે જૂનમાં ચાર વખત વાતચીત થઈ
- વાતચીતમાં બંને દેશની સેનાએ નક્કી કર્યુ કે સરહદ પરનો વિવાદ ઓછો કરાશે
- ડી-એક્સકેલેશન અંતર્ગત બંને દેશની સેના વિવાદવાળા સ્થળેથી પાછળ ખસી રહી હતી
સાથે જ પીપલ્સ લિબરેશન આર્મીએ ભારતીય પક્ષ પોતાના ફ્રન્ટલાઈન સૈનિકોને કઠોરતાપૂર્વક રોકે, તમામ ઉલ્લંઘનો અને ઉશ્કેરણીજનક ગતિવિધિઓને તાત્કાલિક રોકે અને મતભેદોના ઉકેલ માટે વાટાઘાટો અને ચર્ચા દ્વારા સાચા ટ્રેક પર આવવા ચીન સાથે હાથ મિલાવીને કામ કરે તેવી ચેતવણી આપી હતી.

ઉલ્લેખનીય છેકે છેલ્લા દોઢ મહીનાથી એલએસી ખાતે ભારેલો અગ્નિ હતો અને સોમવારે રાતે બંને દેશની સેના વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. અથડામણ દરમિયાન એક પણ બાજુથી ગોળીબાર નહોતો થયો પરંતુ ચીની સૈનિકોએ ગાલવાન ઘાટીમાં છળપૂર્વક 20 ભારતીય જવાનોનો જીવ લીધો હતો. એક અહેવાલ પ્રમાણે આ અથડામણમાં ચીનના 43 સૈનિકો ઘાયલ થયેલા જેમાંથી અનેકના મોત થયેલા અને કેટલાક ઘાયલ છે પરંતુ ચીને આ અંગે કોઈ પૃષ્ટિ નથી કરેલી.
Read Also
- અમેરિકી કોંગ્રેસના સભ્યએ આપ્યું મહત્વનું નિવેદન / કહ્યું ભારત-અમેરિકાના સંબંધ વિશ્વની સુરક્ષા અને સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ
- Train Accident: એક પછી એક 3 ટ્રેનો અથડાઈ, જાણો કેવી રીતે સર્જાયો આ અકસ્માત
- જૂનાગઢ / ગાયત્રી પ્રાથમિક શાળા અચાનક બંધ કરાતા વાલીઓમાં રોષ, RTE હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા
- અયોધ્યામાં ભગવાન રામની નવી મૂર્તિના અભિષેક માટે વડાપ્રધાન મોદીને આમંત્રિત કરવામાં આવશે : ટ્રસ્ટ
- રીક્ષાવાળા ભાઈએ વાપરી સરસ યુક્તિ, ઓટોમાં લગાવી દીધું કુલર